SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ noć શારદા સુવાસ સાહેબને હુકમ હોય ત્યાં પોલિસ ખાતાને અધિકારી પણ અનાદર કરી શકે નહિ એટલે તરત તેને છોડી મૂક્યો. પતિ મુક્ત થઈને ઘેર આવ્યું તેથી તેની પત્નીના આનંદને પાર ન રહ્યો. આ તરફ નેકરને મુક્ત કરીને પિલિસને અધિકારી પ્રધાન સાબહે પાસે આવ્યું. તેને પ્રેમથી પિતાની પાસે બેસાડીને કહ્યું કે અમારા ઘરમાં ચોરી થઈને સોનાના દાગીના ચેરાયા તે એક દુઃખજનક વાત કહેવાય. તેના કરતાં વધુ દુઃખજનક બીજી વાત છે. એટલે પિલિસના અધિકારીએ પૂછયું, સાહેબ! બીજી દુ:ખજનક વાત કઈ બની છે? ત્યારે પ્રધાન સાહેબે ગંભીર અવાજે કહ્યું, તમે મારા ઘરના નેકર ઉપર શંકા લાવીને તેને પકડે તે ખૂબ દુઃખજનક વાત છે. કદાચ તમને ખબર નહિ હોય કે મારે મન સોનાના દાગીના કરતાં માણસની કિંમત વધારે છે. સોનાના દાગીના કરતાં માણસની કિંમત ઓછી આંકનાર માણસને માણસ કહેવાય? આ રીતે વાતચીત ચાલતી હતી તે વખતે પેલે નેકર પ્રધાનના બંગલે પહોંચી ગયે. પ્રધાન અને પિલિસખાતાના અધિકારી વચ્ચે થતી વાતચીત દીવાલની પાછળ ઊભે રહીને સાંભળવા લાગે. પ્રધાનજીએ પોલિસખાતાના અધિકારીને જે શબ્દો કહ્યા તે સાંભળીને તેના હૃદય પર ભારે અસર થઈ શું સાહેબની ઉદારતા છે! તે તરત પ્રધાનની સામે આવીને ઉભો રહ્યો, અને હાથ જોડીને પ્રધાનને કંઈક કહેવા જતું હતું તે પહેલાં જ પ્રધાનજી કહેવા લાગ્યા-ભાઈ! મારા ઘરમાં ચોરી થઈ તેને વહેમ પોલિસને તારા ઉપર આવે તે સ્વાભાવિક છે, પણ તે મારા ઘરમાં ચોરી કરી હોય તે જરાય વહેમ મને આવતું નથી, પણ તારે અમારા લીધે સહન કરવું પડયું તેનું મારા દિલમાં દુઃખ થાય છે. મારી પત્નીએ જે પિલિસ ખાતામાં ફરિયાદ કરી ન હતી તે તારે આ દુઃખ સહન કરવું ન પડત ને? પણ જે કંઈ બની ગયું તેને માટે હું તારી માફી માગું છું. પ્રધાનસાહેબના આવા શબ્દો સાંભળીને નેકર તે રડી પડયે. પ્રધાનના વચનેથી ચેરનો હૃદયપ”? અહો ! શું સાહેબની સજજનતા ને ઉદારતા છે! આવા મેટ પ્રધાન એક તુચ્છ નોકરની પાસે માફી માંગે તે કંઈ સામાન્ય વાત છે? નેકર શેરડી વાર મૌન ઉભો રહ્યો. પછી એકદમ ધ્રુસકે ને ધ્રુસ્કે રડતે પ્રધાન સાહેબના પગમાં પડીને ગદ્ગદ્દ કંઠે બે-સાહેબ! હું માફી માંગવાને ચગ્ય નથી. હું અધમ છું, પાપી છું, મને માફ કરો. હવે હું સાચું કહી દઉં છું કે મેં જ આપના ઘરમાં ચેરી કરી સોનાના દાગીના ચેર્યા છે. પ્રધાને કહ્યું-કંઈ વાંધો નહિ. બેટા! તે ચિરી નથી કરી પણ તારા મનની ભૂખે ચોરી કરી છે. ભલે, તે દાગીના લીધા. ચિંતા ન કર, ત્યારે નેકરે કહ્યું–સાહેબ! હું હમણાં જ બધા દાગીના લાવીને આપની સમક્ષ હાજર કરું છું. આપ પિલિસને બોલાવી લાવને મને પકડાવી દે. હું સજાને પાત્ર છું. આપના જેવા મહાન પુરૂષને ત્યાં ચોરી કરી તે એક મોટામાં મોટું પાપ છે, ને અપરાધ છે. અને મારા અપરાધની સજા થવી જ જોઈએ.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy