SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ વિકાસમાં જાતિના બંધન હોતા નથી. ચંડાલ પણ આત્મવિકાસને માર્ગ આરાધી શકે છે. ચંડાલ જાતિમાં ઉત્પન્ન થનારનું હદય પણ પવિત્ર હોઈ શકે છે. હરિકેશ મુનિ ચંડળ કુળમાં જન્મ્યા હતા પણ એમને આત્મા ચંડાલ ન હતા. એમણે દીક્ષા કેવી રીતે લીધી હતી તે તમે જાણે છે ? હરિકેશબેલ એમની સમાન વયના બાળકો સાથે રમવા માટે જતા ત્યારે બધા છોકરાઓ ભેગા થઈને એને કાઢી મૂકતા અને એમની કંપનીમાં ભળવા દેતા નહિ, ત્યારે આ હરિકેશબવ એક બાજુ દૂર ઉભા રહીને બધા એકરા રમત રમતા તે જેતા હતા. તે વખતે એક સર્પ નીકળે. એટલે બધા છોકરાઓ કહે છે એને મારે... મારે. એમ કહીને લાકડી, કાંકરા, પથરા વિગેરે તેના ઉપર ફેંકીને તેને મારી નાંખે. ત્યાં થોડીવારે બીજે સર્પ નીકળ્યો. એટલે બધા છોકરાઓ કહે છે એને જવા દો જવા દે. એમ કહીને જવા દીધે. માર્યો નહિ. આ જોઈને હરિકેશે વિચાર કર્યો કે ખરેખર ! પહેલે સર્ષ વિષવાળ હતું તેથી તેને બધાએ મારી નાંખે, અને આ બીજે સર્ષ નિર્વિષ હતે એટલે તેને જવા દીધે, તે રીતે હું પહેલા સર્ષની જેમ વિષવાળો છું, તેથી મને આ બધા કારએ તેમના ભેગા રમાડતા નથી. એમાં એમને શું દેષ? દેષ મારા કર્મને છે. આ બધા છોકરાઓ, બીજા સર્ષ જેવા નિર્વિષ છે તેથી બધા ભેગા થઈને આનંદ કિલ્લોલ કરે છે. આ પ્રમાણે વિચાર કર્યો પણ કેઈન ઉપર દ્વેષ કે ઈર્ષ્યા ન કરતાં આત્મચિંતન કરવા લાગ્યા. તેથી તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. આટલા નિમિત્ત માત્રથી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. દેવાનુપ્રિયે ! જૈન દર્શન ખૂબ વિશાળ દર્શન છે. જૈન દર્શનમાં જાતિની પૂજા નથી પણ ગુણની પૂજા છે. જાતિએ જૈન હેય પણ જે કર્મ ચંડાળના હોય તે તે જૈન નથી અને જાતિના ચંડાળ હોય પણ જે તેનામાં ગુણે જૈનના હોય તે તે સાચે જૈન છે. જેના દર્શનમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર દરેકને અપનાવ્યા છે. અહીં દરેકને સરખું સ્થાન આપવામાં આવ્યું છે. કેઈ ન ઉચું કેઈ ન નીચું, મહાવીરના શાસનમાં, હે મહાવીરના શાસનમાં, એકજ સરખું સ્થાન સહુનું, ધર્મ તણું આંગણુમાં, હો મહાવીરના શાસનમાં ગૌતમ જમ્યા બ્રાહ્મણકુળમાં, અભયકુમાર તે ક્ષત્રિય કુળમાં, જંબુસ્વામી વૈશ્ય થયા તે, હરિકેશી હરિજનમાં મહાવીરના શાસનમાં જૈન દર્શનની મહાન વિશાળતા” – જૈનદર્શનમાં બયાનું સ્થાન સરખું છે. તેમાં જાતિના કેઈ ભેદભાવ નથી. ગૌતમસ્વામી બ્રાહ્મણકુળમાં જન્મ્યા હતા. તે ચાર વેદના જાણકાર હતા, પણ જ્યારે સમજાયું કે સાચું જ્ઞાન કયાં છે, ત્યારે સત્યની પીછાણું થતાં તેમણે મહાવીર પ્રભુની પાસે દીક્ષા લીધી. અભયકુમાર ક્ષત્રિયકુળમાં જન્મ્યા હતા. એક તરફથી તે શ્રેણુક રાજાને પુત્ર હતું ને બીજી તરફ મુખ્ય પ્રધાન હતા. તે કેટલા ગામને વહીવટ ચલાવતું હતું છતાં અવસર મેળવીને દીક્ષા લઈ લીધી. જેનું નામ અભય હતું તેવા અભયે પિતાના તરફથી બધા જીવોને અભયદાન આપ્યું. આ હતા અભયકુમાર. તમે પણ એના જેવા સાચા અભય બનશે. જંબુસ્વામી વણિક કુળમાં જન્મ્યા હતા,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy