SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ વ્યાખ્યાન નં. ૭' અષાડ વડે ૩ ને શનિવાર તા. ૨૨-૭–૭૮ અનંત ઉપકારી સર્વજ્ઞ અને સર્વદશી ભગવંતેએ માનવ ભવના મહાન મૂલ્ય આંકયા છે. તેનું કારણ શું? તે તમે જાણે છે ને? દેવ જેવા દેવભવના નહિ અને માત્ર મનુષ્ય ભવના જ ભગવાને મૂલ્યાંકન કર્યા હોય તે તેનું કારણ એક જ છે. અહીં માણસને પરમ પુરૂષાર્થ ખેડીને મેક્ષમાં જવાની ઉત્તમ તક મળી છે. જે આત્મા આ તકને વધાવી લે તે આના જેવી બીજી કોઈ ઉત્તમ તક નથી. સંસારમાં તે તમને ઘણી તક મળે છે. તેને તમે કેવી વધાવી લે છે? વહેપારમાં સીઝનને સમય હોય ત્યારે સમજે છે કે આ નાણાં કમાવાની તક છે. સ્કૂલમાં વિદ્યાભ્યાસ કરતા વિદ્યાથી પરીક્ષા નજીક આવે છે ત્યારે વિચાર કરે છે કે અત્યારે મારે અભ્યાસ કરવાની તક છે. જે અભ્યાસ બરાબર નહિ કરું તે વર્ષ નકામું જશે. વરસાદ આવે ત્યારે ખેડૂત સમજે છે કે વાવણું કરવાની તક છે. આ રીતે દરેક મનુષ્ય પિતાને લગતી તક આવે ત્યારે તે ઝડપી લે છે, પણ આ માનવભવમાં આવીને ધર્મકમાણી કરવાની તકને માનવી ઝડપી લેતું નથી. એ એક અફસની વાત છે, પણ તમારા દિલમાં એ વાત કેતરી રાખજે કે સંસાર સુખને અર્થે તમે જે તકને ઝડપી લે છે તે સાચી તક નથી. સાચી તક કઈ? સાચી તક તો તેને જ કહેવાય કે જે સ્વ-પર આત્માને મહાન કલ્યાણ કારિણું હોય. એવી તક મળવી મહાન દુર્લભ છે. તેને ઝડપી લેશું તે સ્વ-પાર કલ્યાણ સાધી શકાશે,* તમે જે તમને તક સમજીને ઝડપી લે છે એ તે સંસાર વધારનારી છે. બાળપણ એટલે મામા કરવાની અને રમવાની જ તક ને? યુવાનીમાં રંગરાગ ઉડાવવાની અને પૈસા કમાવાની જ તક ને? અને ઘડપણમાં પુત્ર અને પૌત્રને સંભાળવાની જ તક છે ને ? આવી તકને ઝડપી લેનાર માનવી કદી પિતાના આત્મા તરફ દષ્ટિ નથી કરતું. જેને પાપની કે ભવની ભીતિ નથી લાગતી તે સંસારમાં ખેંચી જાય છે. જ્ઞાની પુરૂષે કહે છે કે: પાપભીરૂ બન્યા વિના આત્મા પવિત્ર નહિ બને અને ભવભીરૂ બન્યા વિના ભવઠ્ઠી નહિ થાય. ” આટલું વાક્ય લક્ષમાં લઈને વિચાર કરશે તે સમજાશે કે આત્માને પાપના મેલથી સાફ કરીને પવિત્ર બનાવવાની અને ભવકટ્ટિી કરવાની અમૂલ્ય તક હોય તે તે આ માનવભવ છે. તેમાં પણ તમે કેટલા ભાગ્યવાન છે કે આવું ઉત્તમકુળ, જિનવાણીનું શ્રવણ અને જિનશાસન મળ્યું છે. ભગવાનની અંતિમ વાણી એવું ઉત્તરાધ્યયન સૂત્ર કે જેમાં અમૂલ્ય ભાવરત્ન રહેલા છે. જેમ ઝવેરી રત્નની પારખ કરી શકે છે કે આ રત્નના કેટલા મૂલ્ય છે, ક્યા રનમાં
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy