SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ " આ ભાવ તમે સમજી ગયા ને? જેણે જીવન ભેગવિલાસમાં વીતાવ્યું છે તેને ડર લાગે પણ જેણે પરભવનું ભાતુ બાંધી લીધું છે કે જે સમજે છે કે જે જમે છે તેને એક દિવસ જવાનું છે. તેને ફફડાટ થતું નથી. જેમણે જીવનની ત ઝળકાવી હતી, જેમણે હસતે મુખે આ ફાની દુનિયામાંથી, વિદાય લીધી છે એવા અમારા મહાન વૈરાગી પૂ. તારાબાઈ મહાસતીજીની આજે પુણ્યતિથિ છે. એમની સ્વર્ગારોહણ તિથિ તે મહાવદ બીજની છે પણ ચાતુર્માસના દિવસે માં વધારે ધમરાધના થાય તે દષ્ટિથી ખંભાત સંઘે અષાડ વદ બીજની તિથિ નિર્માણ કરી છે. એટલે ખંભાત સંપ્રદાયના દરેક ક્ષેત્રમાં આ પુણ્યતિથિના દિવસે ધર્મારાધના થાય છે. ' - પૂ. તારાબાઈ મહાસતીજી એક મહાન પવિત્ર સતી હતા. જ્યારે જ્યારે તેમની પુણ્યતિથિના દિવસે અમ આદિ ધર્મારાધના કરાવીએ ત્યારે ઘણા જ પ્રમાણમાં થાય છે. આજે તમે પ્રત્યક્ષ જોઈ શકે છે કે ૧૭૧ ઉપરાંત અઠ્ઠમ થયા છે. ૭૫ પૌષધ થયા. આખો દિવસ વાતાવરણ ધરાધનાથી ગાજતું ને ગુંજતું રહ્યું છે. આજે ચાલુ દિવસ છે ને સમય થવા આવ્યો છે એટલે ટૂંકમાં હું તેમનું જીવનચરિત્ર કહીશ. પૂ. તારાબાઈ મહાસતીજીને જન્મ અમદાવાદમાં થયે હતે. માતાનું નામ સમરતબહેન અને પિતાનું નામ ઉગરચંદભાઈ હતું. ચૌદ વર્ષની ઉંમરે તારાબહેનના લગ્ન થયા એમને ઘેર મહાન સાહ્યબી હતી. સંસાર સુખની કઈ કમીના નહોતી, પણ કમની લીલા અલૌકિક છે. ૨૬ વર્ષની ઉંમરે તે તેમના સંસાર સુખના ભંડાર લૂંટાઈ ગયા. સ્ત્રીને મન તે પતિ સર્વસ્વ હોય છે. પતિ સ્વર્ગવાસ થયા ત્યારે ચારે દીકરાઓ નાના હતા. આવી સ્થિતિમાં પતિ જતાં તારાબહેન ખૂબ કલ્પાંત કરતાં હતાં. તારાબહેનને ખૂબ ઝૂરાપ કરતાં જોઈને એમના પાડોશી કહે છે તારાબહેન! દોલતખાનાના ઉપાશ્રયે પૂ. શારદાબાઈ મહાસતીજીનું ચાતુર્માસ છે. તો તમે ત્યાં ચાલો. ત્યાં તમારા મનને શાંતિ મળશે. આમ કયાં સુધી ઝૂર્યા કરશે? પાડોશીએ બે ત્રણ વખત કહ્યું એટલે તેઓ ઉપાશ્રયે આવ્યા, હું પણ ગૌચરી જાઉં ત્યારે તેમને કહું–બહેન ! આ સંસાર સંગ-વિયોગનું ઘર છે. તેમાંથી શાંતિ મેળવવી હોય તે સત્સંગ કરે. સત્સંગના પ્રભાવથી દુઃખમાં પણ સુખ મળશે. એટલે તેઓ વધુ ઉપાશ્રયે આવવા લાગ્યા. વ્યાખ્યાન વાણી સાંભળતાં તેમના આત્માને લાગ્યું કે આ સંચાગ અને વિયોગના ઘર સમા સંસારમાંથી ઉગરવા માટે સંયમ જ શ્રેષ્ઠ માર્ગ છે. આવું સમજાતાં તેમને આમ વૈરાગ્યના રંગે રંગાઈ ગયું. પછી તે એવી લગની લાગી કે મારે જલ્દી દક્ષા લેવી છે. એમને ધર્મારાધના કરતા જોઈને તેમના કુટુંબીજનેને લાગ્યું કે આ તારાબહેને જેટલું સુખ ભોગવ્યું તેટલા જ તેઓ ધર્મના માર્ગે વળી ગયા છે. હવે એ સંસારમાં રહેશે નહિ. એટલે તેમના સગાવહાલાઓ ભેગા થઈને અમારી પાસે આવ્યા ને કહ્યું શા. સુ.૪
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy