SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શાશા સુવાણ નહિ. એ વાત આ ચેથા અધ્યયનમાં સમજાવવામાં આવી છે. ચોથા અધ્યયનની પ્રથમ ગાથામાં જ ભગવાન કહે છે કે असंखयं जीविय मा पमायए, जरोवणीयस्स हु नत्थि ताणं । एवं वियाणाहि ज़णे पमत्ते, किं नु विहिंसा अजया गहिन्ति ॥ - હે ભય છે! આપણું આયુષ્ય અસંસ્કૃત છે, તેમજ તૂટેલું આયુષ્ય સાધી શકાતું નથી, એવું સમજીને પ્રમાદ ન કરે. કારણ કે વૃદ્ધાવસ્થાથી મરણની સમીપ પહોંચેલા જવનું કઈ શરણું નથી અથવા એ કઈ સમર્થ નથી કે જે પિતાના કર્મ દ્વારા ઘડપણને આરે પહોંચેલા જીવને વૃદ્ધાવરથથી બચાવી શકે. વૃદ્ધાવસ્થાને કારણે જેનું શરીર જર્જરિત થઈ ગયું છે એવા જીવને એવી શક્તિ પણ નથી હોતી કે તે એ અવસ્થામાં પણ ધર્મ કરી શકે. જે મનુષ્ય પ્રમાદી હોય છે તે પોતાના ગુણને ઘાતક હોય છે. તે ઇન્દ્રિ ઉપર કાબૂ મેળવી શક્તા નથી તેમજ પાપ કરતાં પાછા હઠી શક્તા નથી. એવા મનુષ્ય કેનું શરણ પ્રાપ્ત કરી શકે ? એનું કે રક્ષણ કરશે ? જે મનુષ્ય પ્રમાદી અને ઈન્દ્રિયોને ગુલામ હોય છે તેનું કઈ રક્ષક થતું નથી. પ્રમાદી અને વિષયાસક્ત બનેલા છે સર્વ પ્રકારના અનર્થો કરવામાં જરા પણ કચાશ રાખતા નથી તેથી તેને સંસારના દુઃખથી કઈ છેડાવી શકતું નથી. આટલા માટે ધર્મનું આચરણ જીવનમાં આવશ્યક વસ્તુ છે. જેનાથી પળે પળે જીવની રક્ષા થતી રહે છે. જે ધર્મની રક્ષા કરે છે. તેની રક્ષા ધમ અવશ્ય કરે છે. એવું સમજીને ધર્મની આરાધના કરે અને પાપ કર્મથી અટકે. આપણું જૈન ધર્મમાં મુખ્ય અઢાર પાપ બતાવ્યા છે. તેમાં મોટા ભાગના મનુષ્ય ચોથા અને પાંચમા પાપની પાછળ વિશેષ પ્રકારે પાગલ બનેલા છે. તમને અઢ૨ પાપના નામ તે આવડે છે ને? મેટા ભાગના ભાઈઓને નહિ આવડતા હોય. જેને આવડતા હશે એ તે તરત સમજી જશે. નવ ગ્રહના નામ તે ઘણાને આવડતા હશે. ગ્રહને અનુગ્રહ મેળવવાની અનુષ્ઠાન વિધિ પણ ઘણું જાણતાં હશે. બેલે જાણે છે ને? ભલે તમે ન બેલે પણ હું તે બધું સમજુ છું. સૂર્યની સત્તામણીમાંથી છૂટવા, શુક્ર-શનિના શાપમાંથી ઉગરવા, બુધની બાધા ટાળવા, રાહુની રિસામણમાંથી મુક્ત થવા, ચંદ્રની પ્રસન્નતા પામવા, મંગળની મહેર મેળવવા, કેતુની કૃપા ઉતારવા અને ગુરૂની ગ્લાનિ દૂર કરવા કઈ માળા અને કયે મંત્ર જપ જોઈએ. આ બધું તમને બહુ આવડે છે. કેમ ખરું ને?. પણ આ સિવાય દશમે પણ એક ગ્રહ છે. બોલો, એ દશમા ગ્રહનું નામ કેઈને આવડે છે? (સભામાં મૌન...) કેઈને નથી આવડતું? આવડતું તે હશે પણ તમે નહિ કહે. કારણ કે તમે સમજે છે કે આપણે નામ દઈશું તે બંધાઈ જશું. (હસાહસ) ઠીક * *
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy