SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1016
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સૂવાર સ્પ૧ પુરૂષોએ બતાવ્યા છે. એમાંને જ આ એક સરળ માગે છે કે સંસારમાં વસની ગરિચિવા” અતિથીની જેમ વસવું. મહાનપુરૂષને અંતરને ધ્વનિ એ છે કે આ ધરતીની ધર્મશાળામાં માલિક નહિ પણ મહેમાન બનીને રહો. સંસારમાં રહે પણ રમે નહિ. વિશ્વમાં વસો પણ હસે નહિ, મહેમાન બનીને રહેવાના સ દેશનું રહસ્ય એ જ છે કે મમતા ત્યાગીને રહેવું. માલિક એ મમતાનું પ્રતીક છે, જ્યારે મહેમાનવૃત્તિ મમત્વના અભાવની પ્રતીતિ કરાવે છે. મહેમાન બનીને આવેલ માણસ સાત માળની આલિશાન ઈમારતને છોડીને જાય તે પણ એને દુખ કે ખેદ થાય? ના એ સમજે છે કે હું એને માલિક છું જ કયાં ? હું તે મહેમાન બનીને આવ્યો છું પછી દુઃખ શા માટે થાય ? સંતે રાજભવન જેવા ઉપાશ્રય છોડીને જાય છે તો એને ખેદ થવાને છે? ના. કેમ? એ માલિકી રાખતા નથી. મહેમાન સાત માળના બંગલાને ઘડીકમાં છેડી શકે છે, જ્યારે માલિકને એનું ભાંગલ તૂટલું ઘર છોડવાને વિચાર આવે તે પણ તે ધ્રુજી ઉઠે છે, કારણ કે મહેમાન મહેલમાં રહે છે પણ રમતું નથી, જ્યારે માલિક એના ભાંગ્યાતૂટયા ઘરમાં રહેવાની સાથે રમે છે. એકમાં અમને અભાવ છે જ્યારે બીજામાં મમની માહિની ઠાંસી ઠાંસીને ભરેલી છે. દેવાનુપ્રિયે! આવું સાંભળ્યા પછી હવે તમને સમજાય છે ને કે “જ્યાં મમતા નથી ત્યાં મઝા છે ને જ્યાં મમતા છે ત્યાં સજા છે,” આ વાત અનુભવગમ્ય પણ છે. સમજો. દાખલા તરીકે તમે પ્રદર્શન જોવા માટે તે ઘણીવાર ગયા હશે. તમે ઘરમાં જે ચીજો સ્વપ્નમાં પણ નહિ જોઈ હોય તેવી ચીજો ત્યાં નજરે જોવા મળે છે. પ્રદર્શનમાં કંઈક ચીજે તે ઘણી કિંમતી હોય છે. આવી બધી ચીજો જોયા પછી પણ તમે હસતા મુખે ત્યાંથી વિદાય થઈ જાઓ છે ને? આનું કારણ શું ? એ તમે સમજ્યા ? જ્યારે તમે પ્રદર્શન જોવા માટે પ્રવેશ કર્યો ત્યારે તમારામાં માત્ર પ્રેક્ષક ભાવ હતે, માલિકીને ભાવ નહોતે. પ્રેક્ષકભાવમાં મમત્વને અંશ હેતે નથી તેથી લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા પ્રદર્શનને હસતા મુખે તમે છેડી શકે છે. આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે આ સંસારમાં મહેમાન બનીને વસવું એ આધ્યાત્મિક દષ્ટિએ ખૂબ મહત્વની વાત છે. એટલું જ નહિ પણ સંસારના સુખે ઉપર સ્વામિત્વ મેળવવાને એ અમોઘ ઉપાય છે, કારણ કે માલિકને તે સંસાર સુખ મેળવવા માટે ભમવું પડે છે, જ્યારે સંસારના સુખે મહેમાનની પાછળ ભમતા હોય છે. સંસારના સુખે તે પડછાયા જેવા છે. પડછાયાની પાછળ માણસ દેટ મૂકે તે એ હાથમાં ન જ આવે. આગળ ને આગળ દેતે જાય. જ્યારે પડછાયા તરફ પીઠ કરીને મનુષ્ય ચાલતું થઈ જાય તે પડછાયો પાળેલા કૂતરાની જેમ પાછળ પાછળ ચાલ્યો આવે છે. કેમ, આ વાત બરાબર છે ને? હવે તમને સમજાય છે ને કે સંસાર છોડવા જેવું છે ને કદાચ સંસારમાં રહેવું પડે તે મહેમાન બનીને રહેવા જેવું છે.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy