SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1010
Loading...
Download File
Download File
Page Text
________________ વિશારદા સુવાસ, સુંદર માર્ગ આપણને બતાવે છે. જીવને અંધકારમાંથી પ્રકાશમાં લાવે છે, વાણી, વિચાર અને વર્તનમાં પરિવર્તન લાવે છે. વીતરાગ શાસન પામી વીતરાગ પ્રભુના તેના મુખેથી તમને વીતરાગ વાણી સાંભળવા મળે છે. એ પણ મહાન પુણ્યને ઉદય હેય તે મળે છે. એમાંથી જીવની જેટલી પાત્રતા હોય તેટલું અંગીકાર કરે છે. બંધુઓ ! વીતરાગ પ્રભુની વાણી એ નકકર સત્ય છે. એ અમૃત તે અમૃત અને ઝેર તે ઝેર છે એ સ્પષ્ટ સમજાવે છે. ભગવાનની વાણીમાં કઈ પ્રત્યે રાગ કે દ્વેષ નથી. દરેક જીવ માટે સમાન અને સત્ય વાત કરી છે. જેને એના ઉપર શ્રદ્ધા થાય છે તેને બેડે પાર થઈ જાય છે. જિનશાસનનું મહત્વ સમજેલા આત્માને આંખની પાંપણુ જેટલું પાપ પણ ખટકે. એને એમ જ થાય કે કયારે હું આ સંસાર છેડીને સાધુ બનીશ, આ કર્મના કારખાના સમાન સંસારમાંથી મારે છૂટકારે કયારે થશે? બાંધેલા કર્મો તો જીવને જરૂર ભગાવવા પડે છે. કર્મ કરનારને પકડે છે બીજા કેઈને પકડતું નથી કહ્યું છે ને કે, ધી કાઢે માતને ટોળામાંથી વાછડી, ખાંડના ભંડારને જેમ જોધી કાઢે કીડી, શેધી કાઢે ગુપ્તચર જેમ ગુન્હેગારને, શેાધી કાઢે કર્મ કર્મના કરનારને, 1 હજાર ગાયનું મોટું ટેળું ઊભું હોય તે તેમાંથી વાછરડી એની માતાને શોધીને એને વળગે છે. નાનામાં નાની કીડી પણ ખાંડના ભંડારને શેધી કાઢે છે. રાજાની ગુપ્ત સી. આઈ. ડી. ગમે તેમ કરીને ગુન્હેગારને શોધી કાઢે છે, તેવી રીતે કરેલા, કર્મો એના કરનારને શોધીને શુભાશુભ કર્મના મીઠા ને કડવા ફળ એને ચખાડે છે. ક કોઈને છોડતા નથી. માટે કર્મરાજાની કેદમાંથી છુટવા માટે પ્રયત્ન કરે. માખી બળખામાં ફસાઈ ગઈ હોય છે તે તેમાંથી છુટવા તરફડીયા મારે છે, જેલમાં પૂરાયેલે જેલી જેલમાંથી છૂટકારો મેળવવા તરફડિયા મારે છે, સ્વતંત્ર રીતે ઊડવાના સ્વભાવવાળું પક્ષી પિંજરામાં પૂરાઈ જાય તે છુટવા માટે તરફડિયા મારે છે પણ તમે સંસારથી છૂટવા માટે તસ્ફડિયા મારે છે ખરા? આટલા બધા બેઠા છે તેમાંથી કેને સંસારમાંથી છૂટવાને તરફડાટ છે? (મૌન) કઈ બેલતા નથી એટલે કોઈને તરફડાટ નથી. તમને શેને તરફડાટ છે તે હું સારી રીતે જાણું છું. તમે પદવી અને પૈસા, પ્રતિષ્ઠા માટે તરફડીયા મારે છે ને એ માટે અનંતા કર્મો બાંધે છે પણ એક વાત નક્કી સમજી લે કે તમારા કર્મો તમને નહિ છોડે. પાતાળમાં જશે તે પણ શેધી કાઢશે. કેઈની તાકાત નથી કે કર્મની કેદમાંથી પૂરી સજા ભોગવ્યા વિના તમને કે મને છોડાવી શકે કર્મની કહાની એર છે. (કર્મની કહાની ઉપર પૂ. મહાસતીજીએ સુંદર દષ્ટાંત આપ્યું હતું) હવે ડું ચરિત્ર બાકી છે તે કહું છું.’ ચરિત્ર - જિનસેનકુમારને ખૂબ ઠાઠમાઠથી મહારાજાએ નગરમાં પ્રવેશ કરાવ્યું. શા. સુ. ૬૦
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy