SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1008
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૭ શારદા સુવાસ પિછાણ કરી લે. તપ-ત્યાગ કરીને ભવરગને નાબૂદ કરી એક્ષની આરાધના કરી લે. આ શરીરના મેહમાં પડીને અજ્ઞાન પણે ઘણું કર્મો બાંધ્યા છે અને અનંતકાળથી રખડપટ્ટી કરી રહ્યો છે. આ રખડપટ્ટી બંધ કરાવવા માટે જિનશાસન મળ્યું છે. જેને જિનશાસનની પિછાણ થઈ છે એવા આત્માઓ આત્મસ્વરૂપને પામી ગયા છે. જેમાં આત્મસ્વરૂપને પામ્યા છે તેઓ આશ્રવના સ્થાનમાં પણ સંવર કરે છે ને કમેં ખપાવે છે અને જે અજ્ઞાની જીવે છે તે સંવરના સ્થાનમાં પણ આશ્રવ કરે છે ને કમેં બાંધે છે. ભવસાગરને તરવાના સાધનો દ્વારા ડૂબે છે, માટે આ રૂડે મનુષ્યભવ અને ઉત્તમ જિનશાસન પામીને એક જ વિચાર કરો કે અજ્ઞાનપણે મારા આત્માએ ઘણું કર્મો બાંધ્યા ને ભવમાં ઘણું ભમે હવે ભવભ્રમણ ટાળવા માટે મારે દીક્ષા જ લેવી જોઈએ. ત્યાગ વિના ત્રણ કાળમાં મુક્તિ નથી. ત્યાગ એ મુક્તિની યુક્તિ છે. ત્યાગ માર્ગ સ્વીકારાય તે ઉત્તમ છે પણ જો તમે ત્યાગી ન બની શકે તે સંસારમાં રહેવા છતાં સંસાર કાંટાની જેમ ખૂંચ જોઈએ. જે કાંટે ખૂંચશે તે કાંટે કાઢયે જ છૂટકે થશે પણ કાંટે ખૂંચશે નહિ તે કાઢવાનું મન નહિ થાય મહાનપુરૂષને તે રાત દિવસ સંસાર કાંટાની માફક ખૂંચે છે. એ જ્ઞાની આત્માઓ ક્રિયા કરે પરની અને વિચારણું કરે સ્વની” અને અજ્ઞાની છે “ક્રિયા કરે સ્વની અને વિચારણું કરે પરની.” તમને એમ થશે કે પાની ક્રિયા કરે ને સ્વની વિચારણું કરે એ કેવી રીતે ? તે સાંભળે. જ્ઞાની આત્માઓને ખાવુંપીવું તે પડે છે ને? ખાવું પડે છે તે પરની ક્રિયા છે ને ? કેવળી ભગવાને પણ પેટને ભાડું આપવા અને સુધા વેદનીય શમાવવા માટે ખાવું તે પડે છે, ગૌચરી પણ જવું પડે છે. આ બધું કરે છે પણ એમની વિચારણા તે આત્મા તરફની હેાય છે. તમે તેની વિચારણા કરે છે? સ્વની કે પરની? ઉપવાસ, સામાયિક, પૌષધ આદિ ક્રિયા આત્માની કરે છે પણ વિચારણ પર પુદ્ગલ, પિસા વિગેરે મેળવવાની કરી છે. પરંતુ વિચાર કરજે કે આમાં તમારું કાંઈ નથી, સાથે કંઈ આવવાનું નથી. યાદ રાખજો કે મગના ઢગલા ઉપર પગ મૂકીને દેટ મૂકવા જશે તે પડી જશે ને હાડકાં ભાંગી જશે. અહીં તમારા હાડકાં ભાંગશે તે સાંધવા માટે હાડવૈદ અને હાડકાંના સ્પેશ્યાલીસ્ટ ડેકટર મળી જશે પણ અગતિમાં કઈ નહિ મળે. માટે સમજો, અહીં સ્વરૂપની પિછાણ નહિ કરે ને ભેગમાં જ મસ્ત રહેશે તે પાપ કર્મના બંધ થઈ રહ્યા છે ને પુણ્યની પૂંજી ખર્ચાઈ રહી છે. કર્મ ભગવતી વખતે કઈ છેડાવવા નહિ આવે. ચિત્તમુનિએ બ્રહ્મદત્ત ચક્રવર્તિને ઘણું ઘણું સમજાવ્યું પણ એની મહાસકિત ઓછી ન થઈ તે છેવટે મરીને સાતમી નરકે ગ. ત્યાંની તીવ્ર વેદના ભોગવતા કાળે કલ્પાંત કરવા લાગ્યો ને બોલવા લાગે છે કુરૂમતી ! તું મને બચાવ...બચાવ...પણ કેની તાકાત છે કે બચાવી શકે છે પરભવમાં કોઈ બચાવવા સમર્થ નથી. તમારું વર્તન જોતાં એમ લાગે છે કે તમારા શ્રીમતી તમને બચાવવા
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy