________________
શુદ ૯ ] રાજકોટ-ચાતુર્માસ
[૪૨૧ કે, સ્વસ્થતા મેળવવા માટે તમારે ઈડાં ખાવાની જરૂર છે. ગાંધીજીએ કહ્યું કે, માંસ ખાવાને મેં ત્યાગ કર્યો છે. એટલે મારાથી ઈડાં ખાઈ શકાય નહિ, ત્યારે તે ડોક્ટરોએ દલીલ દ્વારા એ સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો કે, ઈંડાં એ કાંઈ માંસ નથી. આ પ્રમાણે ત્યાં ઉપસ્થિત ઘણું લોકોએ પણ એવો નિર્ણય આપ્યો કે, ઇંડાંની ગણના માંસમાં થતી નથી. બહુમત ઈડાં ખાવામાં વાંધો નથી એ હોવા છતાં ગાંધીજીએ ડોકટરોને કહ્યું કે, “હું તમારી દલીને જવાબ તે આપી શકતા નથી, પણ મેં જે વ્રત લીધું છે તે મેં તમારી સાક્ષીએ લીધું નથી, પરંતુ મારી તથા મુનિની સાક્ષીએ એ વ્રત લીધું છે, અને તેઓ ઈડને માંસમાં માને છે. તે પછી હું કેવી રીતે માની શકું કે ઇંડાં માસમાં નથી.”
આ જ પ્રમાણે સુદર્શન શેઠ વિચારી રહ્યા હતા કે, બહુમત ભલે ગમે તે કહે પણ હું તે મારા આત્મિક ધર્મમાં દઢ રહીશ; પછી ભલેને મને શૂળી ઉપર ચડાવે. થળી આપશે તે આ શરીરને આપશે, આ આત્માને તે શૂળી ઉપર કોઈ ચડાવી શકે એમ નથી.
સુદર્શનના હૃદયમાં તે આવો ભાવ હતા, પણ સાથે વ્યવહારસાધનાની પણ આવશ્યકતા રહે છે. એટલા માટે તેણે કહ્યું કે, “હે ! પ્રભો! જે હું શૂળીની શિક્ષાથી બચી ગયો તે તે મેં જે વ્રત ધારણ કર્યા છે તે તે છે જ; પણ જો મને સૂળીએ ચડાવવામાં આવે તે અને હું તેનાથી ન બચું તે હું અઢાર પાપને ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્યાગ કરું છું.” આ પ્રમાણે કહી તેણે બધાં છાને ખમાવ્યા. તેણે રાણી પ્રત્યે પોતાના હૃદયમાં દ્વેષ ન રાખ્યો પણ તેને ઉપકાર માની કહ્યું કે, “હે! માતા ! એ તારો જ પ્રતાપ છે કે તારી. કૃપાએ હું અઢાર પાપને ત્રણ કરણ અને ત્રણ વેગથી છોડી શકો છું તથા આ શરીરને પરમાત્માને સમર્પિત કરી શક્યો છું. એટલા માટે હું તને હૃદયપૂર્વક ખમાવું છું.” સુદર્શને આ પ્રમાણે અઢારે પાપને ત્યાગ કર્યો. હવે આગળ શું થાય છે તે વિષે હવે પછી વિચાર, કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદ ૯ શુક્રવાર
પ્રાર્થના કાકંદી” નગરી ભલી હે, શ્રી “સુગ્રીવ નૃપાલ; રામા” તસુ પટરાયની હો, તસ સુત પરમ કૃપાલ.
શ્રી સુવિધિ જિર્ણોસર બંદિએ હે. ૧
–વિનયચંદ્રજી કુંભ, વીશી થા સુબુદ્ધિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થના પ્રાયઃ બધા ધર્મવાળાઓ કરે છે. પ્રાર્થનાને મહિમા પ્રત્યેક આસ્તિક દર્શને માં વર્ણવામાં આવ્યો છે. તથા પરમાત્માની પ્રાર્થનાને આવશ્યક માનવામાં આવી છે. જેનશાસ્ત્રોમાં પણ પ્રાર્થનાનો મહિમા ખૂબે બતાવવામાં આવેલ છે. જૈન દર્શન, પ્રત્યેક વાતને પૂર્ણ રીતિએ કહે છે. પૂર્ણ પુરુષે કહેલી વાત અપૂર્ણ તે કેમ લેઈ જ શકે ?