________________
૬૪૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક બહેન-સ્ત્રી વગેરેને ત્યાગ કરી સૂર્યની માફક સનાથ બનવાની શક્તિ બધામાં હતી નથી, પણ જે મુનિ સનાથ બનેલા હોય છે તેમને લાભ તે બધાય લઈ શકે છે.
રાજા મુનિને કહે છે કે, “હે! મુનિ ! આપ મારે અપરાધ ક્ષમા કરે. સંસારમાં અજ્ઞાનના જેવું બીજું એક્ય પાપ નથી. મનુષ્ય અજ્ઞાનથી જ પાપ કરે છે. મેં પણ અજ્ઞાનતાને કારણે આપને અપરાધ કર્યો છે તે ક્ષમા કરે.”
જે પ્રમાણે રાજાએ અજ્ઞાનતાને કારણે મુનિને અપરાધ કર્યો હતો તે જ પ્રમાણે અજ્ઞાનતાને કારણે આપણું આત્માએ ન જાણે કેટલાં પાપ કર્યો હશે ! શું આપણે આત્માએ સારી વસ્તુને નરસી અને નરસી વસ્તુને સારી માની નહિ હોય! એટલું જ નહિ પણ આપણા આત્માએ અજ્ઞાનતાને કારણે અપૂજ્ય છે તેને પણ પૂજ્ય માનેલ હશે !
- રાજા કહે છે કે, “મેં અજ્ઞાનતાને કારણે આપને અપરાધ કર્યો હતે. હું અજ્ઞાનતાને કારણે જ આપનું માહાસ્ય સમજી શક્યો નહિ અને આપ સત્યસ્વરૂપ સમજાવી રહ્યા હતા, છતાં મેં આપની વાતને ખોટી કહી માની નહિ; એ મારે અપરાધ છે. આપ મારે એ અપરાધ માફ કરે. હવે હું આપની શિક્ષાને શિરોધાર્ય કરું છું. હવે આપની શિક્ષાને કદાપિ અપલાપ કરીશ નહિ.”
- આજની શિક્ષા કેવી છે તેને વિચાર કરે. કોઈને વિદ્યા પ્રતિ અરુચિ થઈ ન શકે. વિદ્યા ભણીને આત્માનું સ્વરૂપ સમજવું કે તે સારું છે પણ આજે વિદ્યા કે શિક્ષાને નામે
એવું શીખવવામાં આવે છે કે, આત્માનું અસ્તિત્વ જ નથી; અને એમ કહેવામાં આવે છે કે, આત્મા ક્યાં છે? અમે પ્રત્યક્ષ આત્માને જોઈ શકીએ તે જ આત્માને માની શકીએ ! પણ કઈ વસ્તુ પ્રત્યક્ષ પ્રમાણથી જાણી શકાય છે અને કોઈ વસ્તુ અનુમાન પ્રમાણથી જાણી શકાય છે. આજના વૈજ્ઞાનિકે પણ એ વાતને માને છે કે કઈ વસ્તુને તે પ્રત્યક્ષ અનુભવ થાય છે અને કેઈ વસ્તુને અનુમાન દ્વારા જાણી શકાય છે. આ જ પ્રમાણે આત્માને પણ કેવલ પ્રત્યક્ષથી જ જોવાની ઈચ્છા ન કરે, પરંતુ અનુમાન પ્રમાણદ્વારા એને જાણે.
આ ઉપરથી કઈ એમ કહે કે, ન જેએલી વસ્તુને માનવાથી માણસ ભુલાવામાં પડી જાય છે! તે આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, શું દેખેલી વસ્તુ વિષે ભુલાવામાં પડી નથી જવાતું? આ પ્રમાણે ભુલાવામાં પડવાનું છે ત્યારે જ મટી શકે કે જ્યારે પૂર્ણ બની જવાય. અપૂર્ણ અવસ્થામાં ભુલાવામાં પડી જાય એ સ્વાભાવિક છે એટલા માટે કેવલ પ્રત્યક્ષ જોવાની જ હઠ ન પકડે. પરંતુ એમ માને કે પ્રત્યક્ષ પ્રમાણની માફક્ક અનુમાન પ્રમાણ પણ માન્ય છે. અનુમાન પ્રમાણ પણ આધારભૂત છે. આ સિવાય જેને તમે પ્રત્યક્ષ માને છે તે પણ આત્માથી પ્રત્યક્ષ નથી પરંતુ કેવલ ઇન્દ્રિય પ્રત્યક્ષ છે; અને મનુષ્ય ઈન્દ્રિયપ્રત્યક્ષથી પણ ભુલાવામાં પડી જાય છે. એટલા માટે ઇન્દ્રિયપ્રત્યક્ષની સાથે અનુમાનને પણ પ્રમાણ માનવું આવશ્યક છે. જેમકે ઇતિહાસ-ભૂગોળના જાણકાર લેકે પહેલાં તો જેટલું પ્રત્યક્ષ જોયું હોય તેટલું જ માનતા હતા પણ પછી અનુમાન પ્રમાણના આધારે એમ કહેવા લાગ્યા કે, અમે જેટલું કરીએ છીએ તેથી આગળ પણ કાંઈક છે. આ પ્રમાણે ઈન્દ્રિયપ્રત્યક્ષથી પણ વધારે અનુમાન પ્રમાણને આધાર લેવામાં આવે છે અને અનુમાનને પણ પ્રમાણ માનવું જ પડે છે. જે અનુમાનને પ્રમાણ માનવામાં ન આવે તે મોટી ગડબડ ઊભી થવા પામે. જેમકે તમે તમારા દાદાને પ્રત્યક્ષ યા ન હોય તે પણ અનુમાનથી તમારા દાદાને માનવા જ પડે