________________
૬૨૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
| [ કારતક કરતા નથી ? પરંતુ મુનિને ઉપદેશ સાંભળી જ્યારે તેના હૃદયને પલટ થઈ ગમે ત્યારે તે કહેવા લાગે કે –
. तुम्भे मुलद्धं खु मणुस्सजम्म, लामा मुलद्धा य तुमे महेसी। . तुम्भे सणाहा य सबन्धवा य, जं भे ठिया मग्गे जिणुत्तमाणं ॥५५॥
રાજા શ્રેણિક, અનાથી મુનિને તેમની દ્વારા પ્રાપ્ત વસ્તુ કેવી રીતે ભેટ ધરે છે એ જુઓ. જે પ્રમાણે કોઈ રાજાએ કોઈ માણસને એક બાગ ભેટમાં આપો. રાજદ્વારા બાગને ભેટ પામનાર માણસ જે કૃતજ્ઞ હશે તે તે બાગમાં પેદા થતાં ફળફૂલને રાજાને ભેટ આપ્યા વગર રહેશે નહિ. આ જ પ્રમાણે ઉપદેશને પાત્ર જે કૃતજ્ઞ હશે તે તે બેધરૂપી બાગનાં ફળખુલે બેધ આપનાર ગુરુને જે પ્રમાણે રાજા શ્રેણિક અનાથી મુનિને સ્તુતિદ્વારા ભેટ ધરે છે તેમ ભેટ આપ્યા વગર રહેશે નહિ. આમ કરવું એ સુપાત્રનું લક્ષણ છે. ભગવાન મહાવીરે ગોશાલા તથા જમાલિને બોધ આપે હતું. પણ તેઓ કેવા નીવડયા ? આ પ્રમાણે ઉપદેશ તે એક જ પ્રકારને હેય છે પણ પાત્ર પિતાની યોગ્યતાનુસાર તેને ગ્રહણ કરે છે.
રાજા શ્રેણિક અનાથી મુનિને કહે છે કે, હે ! મુનિ ! આપને ઉપદેશ સાંભળી મને એ ખાત્રી થઈ છે કે, સુંદર મનુષ્યજન્મ તે તમને જ મળ્યો છે અને તમે જ મનુષ્યજન્મને લાભ મેળવ્યો છે! * મનુષ્યજન્મ કોને સુંદર માનવો એ વાતને વ્યવહારદષ્ટિએ જુઓ તે પછી નિશ્ચયનીદૃષ્ટિએ પણ તેને વિચાર કરી શકશે. માનો કે, એક માણસ દેખાવમાં તે સુંદર છે પણ તે બેઠે બેઠે એવું કાર્ય કરે છે અથવા એવું. લખે છે કે જેથી તેના ઉપર અભિયોગ કરવામાં આવે છે અને તે પોતે તેમાં ફસાય છે. બીજે માણસ દેખાવમાં તે કુરૂપ છે પણ તે એવું કાર્ય કરે છે અથવા એવું લખે છે કે જેથી તેના ઉપર અભિયોગ મટાડી દે છે. તમે આ બને માણસમાંથી કોને સારો કહેશે ? કોને સુંદર માનશે ? આ પ્રશ્નના જવાબમાં તમે એમ જ કહેશે કે, જે દેખાવમાં સારે નથી પરંતુ કાર્ય સારું કરે છે તેને જ મનુષ્યજન્મ સફળ છે.. - આ જ વાતને નિશ્ચયને વિષે પણ સમજે. આ જ વાતને દૃષ્ટિમાં રાખી રાજા શ્રેણિક - અનાથી મુનિને કહી રહ્યા છે કે, હે ! મુનિ! આપે જ સુંદર મનુષ્યજન્મને પ્રાપ્ત કર્યો છે અને આપે જ સુંદર મનુષ્યજન્મને લાભ મેળવ્યો છે. છે જે માણસ પિતાને લાભ કરે છે તે જ માણસ બીજાને પણ લાભ પહોંચાડી શકે છે અને જે પિતાનું અહિત કરે છે તે બીજાઓનું પણ અહિત કરે છે. જે બીજાઓનું કલ્યાણ કરવામાં સંલગ્ન રહે છે, તેના પ્રયત્નથી બીજાનું કલ્યાણ થાય કે ન થાય પરંતુ તેનું પિતાનું તે કલ્યાણ અવશ્ય થાય જ છે.
- રાજા શ્રેણિકે પહેલાં કહ્યું હતું કે, આપ આ મનુષ્ય જન્મને સાધુજીવનમાં ઉપયોગ કરી હીરાને પત્થરના બદલામાં આપવા જેવું કાર્ય કરી રહ્યા છે; પણ જ્યારે તે મુનિના ઉપદેશથી સદ્દબોધ પામે ત્યારે તે જ રાજા શ્રેણિક કહેવા લાગે કે આપને મનુષ્યજન્મ સુંદર છે અને આપ જ મનુષ્યજન્મને ખરે લાભ લઈ રહ્યા છો !
! !