________________
વદી ૧૩]
રાજકોટ–ચાતુર્માસ
[ ૬૨૩
હરિણીને પહેરવેશ તે હજી વેશ્યાના જેવો જ છે પણ તેની ભાવના બદલી ગઈ છે એટલા માટે તે પિતાને માટે એમ કહે છે કે હવે હું મુનિની શિષ્યા બની ગઈ છું.
હરિણીનું આ કથન સાંભળી પંડિતા તેને કહેવા લાગી કે, તમે આ શું કહી રહ્યા છો ? તમારા પૂર્વ પરિચિત પુરુષો જ્યારે અહીં આવશે અને અનેક પ્રકારનાં પ્રલોભને આપી તમને કામવાસનાની પૂર્તિનું સાધન બનાવવા ચાહશે ત્યારે તમે શું કરશે તેને વિચાર કરે !
પંડિતાના આ કથનના ઉત્તરમાં હરિણીએ કહ્યું કે, હવે હું જાગ્રત છું. હવે હું દૃષ્ટા છું, દશ્ય રહી નથી. એટલા માટે હવે હું એ લેકોના વિષયભોગનું સાધન બની શકું એમ નથી. હવે મારે આ શ્રૃંગાર અને આ કપડાં નહિ રહે પરંતુ કેવલ લજ્જાની રક્ષા માટે આ શરીર ઉપર કપડાં રહેશે અને ભજન પણ શરીરની રક્ષા માટે જ હશે, રસાસ્વાદ માટે નહિ. આ શરીરની સહાયતા જ્યાં સુધી આવશ્યક છે ત્યાંસુધી તેને રાખી શકું છું, નહિ તો તેને પણ ત્યાગ કરી શકું છું. મારા માટે હવેથી લજજા ઢાંકવા માટે વસ્ત્ર અને શરીર ટકાવવા માટે ભેજન સિવાય બીજું ખાવું-પહેરવું હરામ છે. હવેથી હું સેના–-હીરાને આ શૃંગાર પણ પહેરીશ નહિ. મુનિએ મને જુદા જ પ્રકારને શૃંગાર પહેરાવી દીધું છે.
પંડિતા હરિણીનું કથન સાંભળી કહેવા લાગી કે, જેની મેં દલાલી કરી હતી તે વેશ્યા પણ સુધરી ગઈ તે પછી હવે હું પણ સુધર્યા વિના કેમ રહી શકું તે હરિણીને કહેવા લાગી કે, હવે તમારે માર્ગ એ જ મારે માર્ગ છે. તમે મારા માટે આદર્શ—અરીસાની સમાન છે; એટલા માટે તમે જે કરશે તે હું પણ કરીશ.
આ પ્રમાણે હરિણીની સાથે જ પંડિતા પણ પૂરી પંડિતા બની ગઈ. જે લોકો મુનિની સાથે દ્રોહ કરનારા હતા, તે લેકે પણ સુધરી જઈ કલ્યાણના માર્ગે ચડી ગયા અને વહેલા કે મોડા મેક્ષે જશે તે પછી જે લેકો મુનિની સાથે પ્રીતિ રાખતા હતા તે મનોરમા વગેરે પણ આત્મકલ્યાણ સાધી મેક્ષે કેમ નહિ જાય ?
આ પ્રમાણે તે બધા લોકોએ આત્માનું કલ્યાણ કર્યું પણ તમે તમારા વિષે વિચારો કે તમે શું કરે છે? તમે સંસાર-સંબંધમાં બદ્ધ થએલા છે અને જે સ્વ–સ્ત્રીને ત્યાગ કરી શકતા ન હો તે પણ જે પરસ્ત્રીને ત્યાગ કરે તે પણ તેમાં કલ્યાણ છે. મહાત્મા સુદર્શનનો આદર્શ દષ્ટિ સમક્ષ રાખી આગળ વધતા જાઓ તે તમે પણ તમારા આત્માનું કલ્યાણ કરી શકશે.