________________
ળ થશે.
વદી ૧૩] રાજકેટ-ચાતુર્માસ
[ ૬૧૯ પરમાત્માની પ્રાર્થના અને પરમાત્માના ધ્યાનથી આત્મસાક્ષાત્કાર–આત્મબેધ તે થશે જ પણ સાથે સાથે જે અંતરાય જોવામાં આવે છે તે અંતરાય પણ નષ્ટ થઈ જશે.
અને એક બીજો પ્રશ્ન ઉભો થાય છે કે, ધ્યાન તે પરમાત્માનું કરવામાં આવે છે અને સાક્ષાત્કાર તે આત્માને થાય છે. આ તે એના જેવી વાત થઈ કે ધ્યાન તે આંબાનું કરવામાં આવ્યું અને દર્શન થયું લીંબુનું! આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજને કહે છે કે, આત્માને સાક્ષાત્કાર થવાથી જ ઈશ્વરનો પણ સાક્ષાત્કાર થશે. પરમાત્મા આત્માથી અળગે નથી. એટલા માટે આત્માને સાક્ષાત્કાર થવાથી એમ જ માનવામાં આવશે કે, પરમાત્માને જ સાક્ષાત્કાર થઈ રહ્યો છે. આ વાત ઉપર નિછા રાખો અને એમ વિચારે કે, “જે પ્રમાણે પરમાત્મા અવિનાશી છે તે જ પ્રમાણે હું પણ અવિનાશી છું, જે પ્રમાણે તે અનન્ત છે તે જ પ્રમાણે હું પણ અનન્ત છું અને જે પ્રમાણે તે ચેતન્ય છે તે જ પ્રમાણે હું પણ ચૈતન્ય છું.” આ પ્રમાણે વિચાર કરી જે તમે તન-મનથી ઉપાધિરહિત બની જાઓ તે તમારે આત્મા દૃષ્ટા બની જશે અને આત્માને તથા પરમાત્માનો સાક્ષાત્કાર જલ્દી થશે.
મતલબ કે, પરમાત્માની પ્રાર્થના કરવાથી આત્મામાં જાગૃતિ આવશે અને આત્મામાં જાગૃતિ આવવાથી બધાં વિઘો મટી જશે, અને જે વિઘો અંતરાય રૂપ હતાં તે જ વિદ્ય સહાયક બની જશે. કેવી રીતે એ વિદ્યા સહાયક બની જશે તે એક નાના ઐતિહાસિક ઉદાહરણદ્વારા સમજાવું છું –
શિવાજીમાં હિંદુધર્મની રક્ષા કરવાની અને ભારતને મુસલમાનથી બચાવવાની તીવ્ર ભાવના હતી. આ ભાવનાને કારણે શિવાજીએ શું શું કર્યું એ વાત કહેવાને અત્રે અવકાશ, નથી તેમ જરૂર નથી. અહીં તો કેવળ એટલું જ બતાવવાનું છે કે, તીવ્ર ભાવના હોવાના કારણે વિધ્રો પણ કેવી રીતે સહાયક બની જાય છે!
શિવાજીએ એક વાર કિલ્લા ઉપર ચડાઈ કરી. એ કિલ્લાની રક્ષા માટે બાદશાહના તરફથી દેશપાંડે નામને એક સરદાર નિયુક્ત કરવામાં આવ્યો હતે. શિવાજી એ કિલ્લાને જીતી ન શકયા અને થાકી ગયા. દેશપાંડે વીર અને ચતુર હતું એટલે શિવાજી કિલ્લાને જીતી ન શક્યા. શિવાજી વિચારવા લાગ્યા કે, હવે શું કરવું? આખરે તેઓ એ નિશ્ચય ઉપર આવ્યા કે, આ વીરના હાથે મરી જવું એ જ સારું છે. આ પ્રમાણે નિશ્ચય કરી તેઓ એકલા જ રાતના વખતે કિલ્લામાં ઘુસી ગયા. દેશપાંડેને ખબર પડી કે, શિવાજી કિલ્લામાં આવ્યા છે. તે હાથમાં તલવાર લઈ શિવાજી પાસે આવ્યો અને કહેવા લાગ્યું કે, તમે મને ઠગવા આવ્યા છો પણ તમારાથી હું ઠગાઈ જાઉં તેમ નથી એટલા માટે તમે પાછા ચાલ્યા જાઓ. કાલે સંગ્રામમાં મળજે. શિવાજીએ દેશપાંડેને કહ્યું કે, હું તમને ઠગવા માટે આવ્યો નથી પણ તમારા હાથે મૃત્યુ પામું એટલા માટે આવ્યો છું. તમે આ તલવારથી મારે શિરોચ્છેદ કરી નાખે. દેશપાંડે પૂછયું કે એમ કેમ ? શિવાજીએ જવાબ આપે કે, હું જે કાંઈ કરી રહ્યો છું તે મારા સ્વાર્થ માટે નહિ પરંતુ હિંદુધર્મ અને હિંદુજાતિની રક્ષા માટે કરી રહ્યો છું; પણ તમારા કારણે મારું તે કાર્ય અટકી રહ્યું છે એટલા માટે મેં વિચાર્યું કે, તમારા જેવા વીરના હાથે મારું મૃત્યુ થાય તે મારું કામ પૂરું થયું સમજું. - દેશપાંડે ક્ષત્રિય ન હતું પણ બ્રાહ્મણ હતા; છતાં તે વીર હતા. વીર ઉપર કઈ વાતની અસર જલ્દી પડે છે. આ કારણે શિવાજીની વાત સાંભળી દેશપાંડેનું દિલ પીગળી ગયું અને