________________
૫૫૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સ`ગ્રહ
તેમને વંદન—નમસ્કાર કરવાથી કેવી હાનિ થાય છે તે વિષે ‘ સંમેધ સત્તરી
ગ્રન્થમાં કહ્યું છે કેઃ—
[ આસા
"
નામક
पासत्थं वन्दमाणस्स, नैव कित्ती न निज्जरा होइ · होई कायकिलेसो, अन्नाणं कम्नं વમ્યમ્ ॥
આ ગાથા ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, પહેલાં પણ - પાસસ્થા લોકેાનું જોર હતું અને તે વખતે પણ તેમની વિરુદ્ધ આંદેશલન કરવામાં આવતું હતું. જે સાધુના વેશ ધારણ કરે છે અને પાંચ મહાવ્રતાને સ્વીકાર પણ કરે છે પણ તેનું જે સાધુ પાલન કરતા નથી તે ‘ પાસસ્થા ’ કહેવાય છે. આવા પાસસ્થા સાધુને વંદન–નમસ્કાર કરવા તે શે।ભાસ્પદ નથી એમ આ ગાથામાં કહ્યું છે. કદાચ કાઈ કહે કે, પાસસ્થા સાધુને વંદન—નમસ્કાર કરવામાં શાભા ન હેાય તે શું વાંધા છે ? સસારમાં અનેક કામેા એવાં પણ કરવામાં આવે છે જે શાભનીય હેાતાં નથી. આ જ પ્રમાણે પાસસ્થા સાધુઓને વંદન નમસ્કાર કરવામાં શાભા ન હાય તે શું વાંધે છે ? તા આ પ્રશ્નના ઉત્તરમાં આ ગાથામાં જે આગળ કહેવામાં આવ્યું છે કે, પાસસ્થા સાધુને વંદન—નમસ્કાર કરવાથી જરા પણ નિરા થતી નથી. આ ઉપરથી કાઈ એમ પણ કહે કે, સંસારમાં અનેક કામેા એવાં પણ હાય છે કે જેમના કરવાથી નિર્જરા થતી નથી. આ જ પ્રમાણે જો પાસસ્થા સાધુને વંદન કરવાથી નિર્જરા થતી ન હાય તા શું વાંધા છે ? તે આના ઉત્તરમાં કહ્યું છે કે, એમ કરવાથી કાયાને વ્ય કષ્ટ જ થાય છે. કાઈ આ ઉપરથી એમ પણ કહે કે, અમે લેક઼ા કાયાને ક્લેશ થાય એવાં અનેક કામેા કરીએ છીએ; તો એ જ પ્રકારનું આ એક કામ વધારે થાય તે શું વાંધા છે ? તા આ પ્રશ્નના ઉત્તમાં આ ગાથામાં કહ્યું છે કે, એમ કરવાથી અજ્ઞાનકર્મ બંધાય છે. તે પાસસ્થા સાધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિરાધના કરે છે. એટલા માટે તેને વંદન કરવું એ જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિરાધનામાં સહાયતા આપવા બરાબર છે અને તે કારણે અજ્ઞાનકર્મ બંધાય છે. ભગવાને નિશીથ સૂત્રમાં કહ્યું છે કે:
છે
जे भिक्खू पासस्थं वन्दर वन्दन्तं वा साइज्जइ एवं जाब संसत्तं वन्दइ वन्दन्तं वा साइज्जइ ।
'
ભગવાને આ કાંઈ કાઈના દ્વેષથી કહ્યું નથી પરંતુ તમારા કલ્યાણને માટે જ કહ્યું છે. જ્યારે તમે એમ કહેશો કે, ‘ અમે કેવળ હાડ-ચામડાના જ પૂજારી નથી પણ ગુણના પૂજારી છીએ. તમારા અમારી સાથે સંબંધ ભગવાનની આજ્ઞા માનવાને લીધે જ છે. જો તમે ભગવાનની આજ્ઞા માનતા ન હૈ। તો પછી અમારા તમારી સાથેના સંબંધ શું રહી શકે ! આ પ્રમાણે જ્યારે તમે કહેશે। ત્યારે તે પાસસ્થા સાધુ પશુ ઠેકાણે આવશે અને ત્યારે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંધન કરતાં પડેલાં તેમને વિચાર કરવા પડશે. પણ જે તમે તેના પાસસ્થાપણાના સહાયક થઈ ગયા અને જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિરાધનામાં તમે સહાયતા આપી તે એ તે પાસસ્થાપણાને પોષણ આપવા જેવું અને પાસસ્થા સાધુને વધારે બગાડવા જેવું છે કે નહિ ?
ભગવાનની આજ્ઞાનું ઉલ્લંધન કરનાર સાધુઓને માટે અનાથી મુનિ એક પક્ષીનું ઉદાહરણ આપે છે. મહાપુરુષોની એવી ધારણા હોય છે કે, લૌકિક ઉદાહરણ આપી કહેવામાં આવેલી
વાત જલ્દી સમજવામાં આવી જાય છે.