________________
પ૧૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
વ્યાખ્યાન: સંવત્ ૧૯૨ બીજા ભાદરવા વદ ૦)) ગુરૂવાર
પ્રાર્થના શ્રી આદીશ્વર સ્વામી છે. પ્રણમ્ સિર નામી તુમ ભણી; પ્રભુ અંતરયામી આપ, મે પર મહેર કરીને હે, મેટી જે ચિંતા મનતણી, મારા કાટ પુરાકૃત પાપ-
–વિનયચંદ્રજી કુંભટ વીશી
શ્રી.
૧
આદિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. ભક્ત લકે પરમાત્માની પ્રાર્થના સરળ રીતિએ કરે છે. સરળ અને સાદી રીતે કરવામાં આવેલી પ્રાર્થના બધાને અનુકૂલ આવે છે. જેનામાં વધારે યોગ્યતા હોય તે મોટાં કામે કરી શકે છે પણ સાધારણ કામ તે પ્રાયઃ બધા કરી શકે છે. સંસારમાં પણ જોવામાં આવે છે કે, મેટી મેટી ચીજે મેટા લેકોના જ ઉપયોગમાં આવે છે પણ સાધારણ જનતાના ઉપયોગમાં તે સાધારણ ચીજો જ આવે છે. ઊંચા પ્રકારના પાક-પકવાન કે એના જેવી બીજી ખાદ્ય ચીજો મોટા માણસો જ ખાતા હશે અને કીંમતી પેય પદાર્થો પણ એ એ જ પીતાં હશે, તેમ છતાં સાધારણ ભજન અને સાધારણ પેય પદાર્થોને આધાર તે મેટા લેકેએ પણ આખરે લેવો જ પડે છે. પાણી કેવું સાધારણ પિય છે! પણ શું એના વિના કેઈનું કામ ચાલી શકે છે? આ પ્રમાણે જગતનું પિષણ સાધારણ ચીજ દ્વારા જ થાય છે.
પ્રાર્થના વિષે પણ આ જ વાત સમજે. છંદ કે અલંકારયુક્ત કવિતામાં કઈ મેટ કવિ જ પરમાત્માની પ્રાર્થના કરી શકે છે પણ સરળ અને સાદી પ્રાર્થના તે પ્રાયઃ બધા લેકે કરી શકે છે. એટલા જ માટે આ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે –
શ્રી આદીશ્વર સ્વામી હો! પ્રણમ્ સિર નામી તુમ ભણી, પ્રભુ અન્તર્યામી આપ.”
આ પ્રાર્થનામાં કહ્યું છે કે, હે ! પ્રભો ! હું બે હાથ જોડી અને માથું નમાવી આપને નમન કરું છું. આ કેવી સરળ વાત છે ! માથું પણ હયાત છે અને હાથ પણ હયાત છે. પરંતુ કેવળ એ જ કરવાનું બાકી રહે છે કે માથું અને હાથ બીજી બાજુ નમાવવામાં આવે છે તેને ત્યાંથી ફેરવી પરમાત્મા તરફ નમાવવામાં આવે.
જો કે સંસારનું પિષણ સાદી વસ્તુઓદ્વારા જ થાય છે પણ લોકોને સાદી વસ્તુઓથી સંતોષ થતો નથી એવું પ્રાયઃ જોવામાં આવે છે. જોકે સાદી વસ્તુઓથી સંતોષ માને કે ન માને પણ આખરે તેઓએ સાદી વસ્તુઓને જ આશ્રય લેવો પડે છે. માછલીને ભલે કઈ સારી ચીજ મળી જાય પરંતુ તેનું જીવન સાદા પાણી વિના ચાલી શકતું નથી. આ જ પ્રમાણે જે એમ સમજી લેવામાં આવે કે, સાદી પ્રાર્થના વિના અમારું પિષણ થઈ શકતું નથી તે કલ્યાણ થવામાં કેઈ પ્રકારને સંદેહ જ ન રહે. ગીતામાં કહ્યું છે કે –