________________
૬૦૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[આસો. જે પ્રમાણે ક્ષત્રિયે બધાનું પાલન કરવાની સાથે બધાને પોતાના વશમાં રાખે છે તે જ પ્રમાણે સાધુઓ પણ બધી ઇન્દ્રિયનું પાલન કરવાની સાથે તે ઈન્દ્રિયને પિતાના વશમાં રાખે છે.
અનાથી મુનિ ઈન્દ્રિયનું દમન કરનારા મહાતપસ્વી હતા. ઈન્દ્રિયો અને કષાયોને જીતવાને કારણે જ તેઓ તપસ્વી હતા. સાચું તપ કરડ ભવનાં કર્મોને પણ ભસ્મીભૂત કરી નાખે છે. કેવલ ઉપવાસ કરવાં એ જ તપ નથી. ઉપવાસ એ તે તપનું એક અંગ છે. ભગવાને બાહ્ય અને અભ્યન્તર એમ તપના બાર પ્રકાર બતાવેલ છે. તાપમહિમા સમજવાથી ઘણો લાભ થઈ શકે છે, ગણધર મહારાજ કહે છે કે આવા મહાતપસ્વી અને ઇન્દ્રિયનું દમન કરનાર દાન્ત મહામુનિએ આ મહાકથા સંભળાવેલ છે. હવે આ મહાકથાને સાંભળનાર કોણ છે તે બાબતને વિચાર હવે પછી કરવામાં આવશે. સુદર્શન ચરિત્ર-૬૭
મહામુનિને પ્રતાપ કેવો હોય છે એ વાત સુદર્શન મુનિના ચરિત્ર ઉપરથી જુઓ. હરિણી વેશ્યા પંડિતાની વાતેથી ભરમાઈ ગઈ અને મુનિને વિચલિત કરવાનો નિશ્ચય કરી, તે મુનિને વિચલિત કરવાનો પ્રયત્ન કરવા લાગી. જ્યારે મુનિ તે સામા તેણીને તારવાને પ્રયત્ન કરવા લાગ્યા. હરિણીને પ્રયત્ન તો નિષ્ફળ નીવડ્યો પણ મુનિને પ્રયત્ન સફળ નીવડ્યો. હરિણી ઉપર મુનિની અદશ્ય શક્તિને પ્રભાવ પડ્યો.
પંડિતા હરિણી પાસે આવી કહેવા લાગી કે, તમને તમારા પ્રયત્નમાં સફળતા મળી કે કેમ ? હરિણીએ જવાબ આપ્યો કે, હા, મને મારા પ્રયત્નમાં સફળતા મળી. પંડિતાએ ફરી પૂછયું કે, શું તમે મુનિને ભ્રષ્ટ કર્યા ? હરિણીએ ઉત્તર આપ્યો કે, અરે ! એ તું શું બોલી રહી છે? શું મુનિઓ કોઈ દિવસ ભ્રષ્ટ થઈ શકે ? શું સૂર્ય કઈ દિવસ અંધકાર આપી શકે? આ જ પ્રમાણે કઈ દિવસ મુનિ ભ્રષ્ટ થઈ શકે ખરા? મારા જેવી પાપિણીને ઉદ્ધાર તે એવા મુનિઓ અવશ્ય કરે છે પણ ભ્રષ્ટ થઈ શક્તા નથી. પંડિતાએ પૂછયું કે, શું તમારો ઉદ્ધાર થયો ? હરિણી આંખમાંથી આંસુઓ પાડતી કહેવા લાગી કે, હા, મારે ઉદ્ધાર થે. મને હવે મારા પાપને પશ્ચાત્તાપ થાય છે. મારા જેવી પાપિણી બીજી કોણ હશે અને મુનિ જેવા બીજા ઉપકારી કોણ હશે ? મુનિ ઉપર ફેંકેલાં મારાં કામબાણે તે નકામાં ગયાં પણ મુનિને પ્રભાવ મારા ઉપર અવશ્ય પડ્યો. હું તેમનો મહિમા શું વર્ણવું? હું ગાયિકા છું અને ગાયનો ગાઈ પણ શકું છું. છતાં એ મુનિને મહિમા વર્ણવવામાં સમર્થ થઈ ન શકી. હું અત્યાર સુધી શેતાનના રાજ્યમાં હતી પરંતુ મુનિની કૃપાથી હવે પરમાત્માના રાજ્યમાં આવી શકી છું. હવે હું દંભ અને મેહના રાજ્યમાંથી બહાર નીકળી આવી છું.
પંડિતા કહેવા લાગી કે, તમે શું કહી રહ્યા છો ? તમે તમારું જીવન વેશ્યાવૃત્તિમાં વ્યતીત કર્યું છે તે હવે શું વૃંગાર સજી લોકોનું ચિત્તરંજન નહિ કરે? આ વાતને તમે બરાબર વિચારી જુઓ.
હરિણીએ ઉત્તર આપ્યો કે, હવે હું જુદા જ પ્રકારને શૃંગાર સજીશ અને કેઈ બીજાનું ચિત્તરંજન નહિ કરતાં મુનિનું જ ચિત્તરંજન કરીશ. મેં એ મુનિને મારા હૃદયમાં ધારણ કરી લીધા છે. એ મુનિ મને ભલે તુચ્છ માને પરંતુ હું તો તેમને મારા પ્રભુ માનું છું. હવે