________________
૧૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
માટે ધન્યવાદ નથી આપ્યા પણ તેમણે પેાતાના પ્રાણપ્રિય ધમ પાળ્યા હતા એટલા માટે તેના ધર્મને ધન્યવાદ આપીએ છીએ. આપણે સુદર્શનને ધન્યવાદ આપીએ છીએ પણ તે પ્રમાણે આપણે કાંઈ ન કરીએ તો તે આપણું દુર્ભાગ્ય જ ગણાશે.
એક ભૂખ્યા તરસ્યા માણસ એક શેઠને ત્યાં ભિક્ષાર્થે ગયા. ત્યાં ગેટ એક સુવર્ણ થાળમાં અનેક ભાગ્યપદાર્થો લઈ ભેાજન કરવા બેઠો હ્તો. તે ભૂખ્યા માણુસ શેઠને ભિક્ષાન્ત આપવા માટે કરગરવા લાગ્યા. તે કડકડતી ભૂખથી પીડાતા હતા એટલે કહેવા લાગ્યા કે, “ શેઠજી ! તમે તે બહુ ભાગ્યવાન છે કે, આટલી બધી ભેજન સામગ્રી લઈ ભાજન કરવા બેટા છે. મારા જેવા અભાગાને ખાવાનાં પણ સાંસાં છે, માટે મને ઘેાડું ભેજન આપે.’’
,
આ સાંભળી શેઠનું મન પીગળ્યું અને તે ભિખારીને નજદીક મેાલાવી કહ્યું કે, “ ભાઈ ! તું ઉપર આવ, મારી સાથે જમવા બેસી જા અને તારી ક્ષુધાને શાન્ત કર. શેઠની આવી ઉદારતા જોઈ તે પણ જો તે ભૂખ્યા માણસ એમ કહે કે, ના, ના, મારે જોઈતું નથી, હું ખાઇશ નહિ, તેા પછી આવા માણસને કમનશીબ સિવાય બીજું શું કહી શકાય !
સુદંશને ધર્મનું પાલન કર્યું તે માટે ધન્યવાદ આપવામાં આવે છે, માટે ધર્મ એ જ ધન્યવાદા છે. જે ધર્મને તમેા ધન્યવાદ આપે છે તે ધર્મને પણ અપનાવા. કેવળ ધન્યવાદ આપવાથી આત્માની ભૂખ મટી શકતી નથી. સુદર્શને જે પ્રમાણે ધર્મનું પાલન કર્યું તે પ્રમાણે તમે ધર્માચરણ કરી ન શકે! તો તમારી શક્તિ અનુસાર ધર્મને જીવનમાં ઉતારા તા પણ ઠીક છે. સંસારની બધી વસ્તુએ નાશવંત છે તેા પછી આ અવિનાશી ધર્મને શા માટે અપનાવતા નથી ! સુદર્શનની માફક તમે ધર્મનું સંપૂર્ણ આચરણ કરી ન શકેા તા થાડા અંશમાં તે આચરે !
કીડી, હાથી જેટલું ચાલી શકતી નથી એટલે કાંઈ પોતે જેટલું ચાલી શકે છે તે પણ છેડી દેતી નથી. કીડી ભલે હાથી જેટલું શીઘ્ર ગતિએ ચાલી શકતી ન હોય તે પણ શક્તિ અનુસાર ચાલે છે અને ધીમે ચાલતાં ચાલતાં તે પોતાના ખાવા માટે તથા ધર માટે એવા પ્રયત્ન કરે છે કે જેને જોઈ વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. તમે પણ તમારી શક્તિ અનુસાર ધર્માંચરણમાં પ્રયત્ન કરતા રહે। તો તેમાં તમારુ શ્રેય રહેલું છે.
સુદર્શનની કથાને પ્રારભ કરતાં પહેલાં ક્ષેત્રને પરિચય આપવામાં આવે છે, ક્ષેત્રીનું વર્ણન કરવા માટે ક્ષેત્રને પરિચય આપવા જ પડે છે. જૈનશાસ્ત્રામાં ભગવાન મહાવીરનું વર્ણન કરતાં—
" तेणं कालेणं तेणं समयेणं चम्पा नाम नगरी होत्था.
આ પ્રમાણે ક્ષેત્રને પણ પરિચય આપવામાં આવ્યા છે. સુદર્શન કયાં થયા હતા ? એ બતાવવા માટે પણ ક્ષેત્રનો પરિચય આપવા આવશ્યક છે.
,,
કોઈ એમ કહે કે ક્ષેત્રની સાથે એવા શા સંબંધ છે કે જેના પરિચય આપવા આવશ્યક ગણાય છે ? આ પ્રશ્નના ઉત્તર એ છે કે, ક્ષેત્રની સાથે પણ ક્ષેત્રીના ધણા સંબંધ