________________
૫૪૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો
જે અનાથી મુનિની આ શિક્ષાને જીવનમાં ઉતારવામાં આવે તે આત્મા અવશ્ય પિતાનું કલ્યાણ કરી શકે છે. જો તમે દયા અને પરમાત્માની આજ્ઞાને બરાબર જાણું લે તે તમે બધુંય જાણી લીધું છે, પછી વધારે જાણવાનું કાંઈ બાકી રહેતું નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે, “કઈ જીવની હિંસા ન કરવી એ જ બધાં શાસ્ત્રને સાર છે.”
કઈ માણસ હજાર-બે હજાર વર્ષનું જૂનું લખેલું શાસ્ત્ર બતાવીને તમને કહે કે, ભગવાન વીતરાગ ફૂલની માળા પહેરી બેઠા હતા તે શું તમે તેની વાત માની લેશો ? તમે એમ જ કહેશો કે, એવું કોઈ વિકારીએ લખ્યું હશે ! ભગવાન વીતરાગ આ પ્રમાણે સંસારની ભાવનામાં પડી ન શકે. આ જ પ્રમાણે કઈ એમ કહે કે, મુનિઓએ ઓછામાં ઓછી પાંચ રૂપિયા તે પોતાની પાસે રાખવા જ જોઈએ. કારણ કે, કોઈ વખતે રૂપિયા હોય તે કામમાં આવે; તે શું તમે તેનું કહેવું માનશે ? કદાચ કોઈ એમ પણ કહે કે, “આ મુનિ તે આધ્યાત્મિક્તામાં ખૂબ આગળ વધેલા છે એટલા માટે પાંચ રૂપિયા પિતાની પાસે રાખે છે. કાંઈ વાંધો નહિ–આમ કહેવા છતાં પણ તમે એ વાત માની શકે નહિ. તમે તો એમ જ કહેશો કે, એમ કરવું એ ભગવાનની આજ્ઞામાં નથી. તમે આ જ વાતને ભગવાનની બધી આજ્ઞાઓ માટે જોતા જાઓ અને એ આજ્ઞા ઉપર જ દઢ રહે. ધ્વજાની માફક તમે ફરી ન જાઓ. નહિ તે તમારે પણ પશ્ચાત્તાપ કરવો પડશે.
અનાથી મુનિ રાજા શ્રેણિકને જે ઉપદેશ આપી રહ્યા છે તે ઉપદેશ એક રીતે તે મુનિઓને માટે ઉપાલંભરૂપ છે; પણ આ ઉપાલંભ પ્રેમને કારણે જ આપવામાં આવે છે. કઈ સજન માણસ કઈ બીજાને ઉપાલંભ આપવા માટે જશે નહિ પણ જે આત્મીય હશે તે જ ઉપાલંભ આપશે. આત્મીય સિવાય બીજો કોઈ હશે તે તેને માટે એમ જ કહેશે કે, તેની સાથે મારે શું લેવા-દેવા ! આ જ પ્રમાણે અનાથી મુનિ પણ અમને મુનિઓને પ્રેમને કારણે જ આ ઉપાલંભ આપે છે અને કહે છે કે, “તમે કયા કામને માટે સાધુપણું લીધું છે અને કયું કામ કરી રહ્યા છે? તમારું અને અમારું ધ્યેય એક જ છે છતાં તમે સંસારભાવનાને કારણે અમારાથી જુદા પડી ન જાઓ. - જેનધર્મની દૃષ્ટિ પ્રેમની છે. તેનો ઉદ્દેશ કોઈ પણ આત્માને કષ્ટ ન આપવું એ છે. એનું લક્ષ્ય મિત્તિ સદામાકુ-અર્થાત બધા પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ છે. બધા પ્રાણીઓ સાથે મૈત્રીભાવ રાખવો એ જૈનધર્મનું ધ્યેય છે. સુદર્શને પણ આ જ મૈત્રીભાવનાને હૃદયમાં ઉતારી આત્મકલ્યાણ સાધ્યું હતું. સુદર્શન ચરિત્ર-૬૦
સુદર્શનની સાથે અયાએ કે દુર્વ્યવહાર કર્યો હતો છતાં સુદર્શને તે અભયાને માટે એમ જ કહ્યું હતું કે, એ મારી માતા છે. આ મૈત્રીભાવનાને કારણે જ સુદર્શને આત્મવિકાસ એટલે બધે સાબો કે તેમણે હરિણી વેશ્યાને પણ સુધાર કરી દીધો. વેશ્યાને સુધારવી એ કેટલું મુશ્કેલ કામ છે! પણ તે મુનિએ વેશ્યાને જ નહિ પરંતુ જે આસુરી ભાવનાથી ભરેલી હતી તે અભયાને પણ સુધારી દીધી; તેનું પણ કલ્યાણ કરી દીધું. સુદર્શન મુનિએ પિતાના આત્માનું કલ્યાણ કરવા જતાં અનેકેનું કલ્યાણ કરી દીધું.