SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ શુદી ૧ ] રાજકેટ--ચાતુર્માસ [ ૫૨૭ ખચી ગયા તે ઉપરથી પડે છે. કાઈ માણસ આવા સંયેાગામાં ન પડવાથી તે ખચી શકે છે પણ આ સ્થિતિમાં ફસાયા છતાં કુશળતાપૂર્વક બચી જવું એ બહુ જ મુશ્કેલ છે; પણ સુદર્શન શેઠ આવાં કપરાં પ્રસંગેમાંથી પણ સત્યાચરણ અને દૃઢ વિશ્વાસથી કુશળતાપૂર્વક બચી ગયા. સુદર્શન શેઠ મુનિ થયા. તેઓ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું બરાબર પાલન ફરતા હતા. શાન્ત, દાન્ત અને ગંભીર બતી · પુર-પાટણ વિચરતા હતા. તેમની શાન્તિ એવી હતી કે ઇન્દ્ર પણ પેાતાનું ઇન્દ્રાસન છેડીને તેની ઇચ્છા કરે. જે પડિતા અભયા રાણીની સહાયિકા હતી તે રાણીના મૃત્યુ પછી રાજમહેલમાંથી ભાગી પટના શહેરમાં આવી વસેલી છે અને પટનામાં એક વેશ્યાની સહાયિકા બની રહેલ છે. સુદČન મુનિ વિચરતાં વિચરતાં એક દિન પટના નગરીમાં આવ્યા અને ત્યાં ગોચરી લેવા માટે નીકળ્યા. પડિતા દૂરથી મુનિને એળખી ગઈ અને કહેવા લાગી કે, ‘ આ તા હવે સાધુ બની ગયા છે, એણે જ મને દુઃખ આપ્યું છે. આને જ કારણે રાણીને મરવું પડયું અને મારે રાજાનું ઘર છેાડી અહીં આવવું પડયુ. હું એને ભ્રષ્ટ કરું તે જ મારું નામ પડિતા.” ΟΥ આ પ્રમાણે વિચાર કરી તે જે વૈશ્યાને ત્યાં નાકર તરીકે રહી હતી તે હરિણી વૈશ્યાને પડિતા ભરમાવી કહેવા લાગી કે, “ તમે કહેા છે કે, હું બહુ જ હૅાશિયાર છું; અને મનુષ્ય જ શું પણ ધ્રુવને પણ વિચલિત કરી શકું છું! મારી સમજમાં તે। આ તમારા ખાટા ડાળ છે. અને જો તમારા એ ખાટા ડાળ ન હોય તે હું તમને એક પુરુષ બતાવું છું. જો તમે એને વિચલિત કરી દે તા તા હું તમને હેશિયાર માનું. જીએ! તે સાધુ જઈ રહ્યો છે, તે સાધુને તમે તે જાણતા નથી પણ હું એને સારી રીતે જાણુ છું. તે બહુ જ સુંદર છે. જો તમે કૈવલ કપડાંમાં જ સુંદરતા માનતા નથી, પરંતુ જે પ્રમાણે ઝવેરી ધૂળમાં પડેલા રત્નને પણુ રત્ન જ માને છે, તે જ પ્રમાણે તમે પણ પુરુષની પરીક્ષા કરનારા છે, તે મને ખાત્રી છે કે તમે પણ તેને સુંદર જ કહેશેા, હું તે કહુ છું કે તે બહુ જ સુંદર છે પણ સાથે સાથે તે અભિમાની પણ બહુ છે. એ એવા અભિમાની છે કે, તે સ્ત્રીઓને તે તુચ્છ જ સમજે છે. ” હરિણીએ પડિતાને પૂછ્યું કે, તને આ બધી વાતની ખબર કયાંથી પડી? પડિતાએ ઉત્તર આપ્યા કે એ તા તમે જાણા જ છે કે, હું અહીં જન્મેલ નથી; તેમ અહીં ઉછરેલ નથી. હું તે। બહારથી આવીને તમારે ત્યાં રહેવા લાગી છું. મારી ચતુરાઈ વગેરે ગુણાથી તમે જાણી શકેા છે કે, હું કાઈ મેાટા ઘેર રહેલ છું. હિરણીએ ઉત્તર આપ્યા કે, હા, હુ એ તે જાણું છું કે, તું કાઈ મોટા ઘરમાં રહેલ છે અને એ જ કારણે જ-તારા બધા કરતાં વધારે આદર કરુ છું. પડિતાએ કહ્યું કે, એ જ કારણે હું એને જાણું છું અને સાચી વાત તે એ છે કે એના કારણે જ મારે રાજ્યના ત્યાગ કરવા પડયેા છે. હરિણીએ કહ્યું કે, તું બધી વાત સ્પષ્ટરૂપે કહે. પંડિતાએ શૂળીનું સિંહાસન થયું. એ વાત ન કહી પર ંતુ એટલું જ કહ્યુ કે, આ પ્રમાણે મારી રાણીને પણ આના કારણે જં મરવું પડયું. રાણીને માટે એને ફસાવવા મારે દલાલી કરવી પડી હતી પણ તેણે કાઈપણ
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy