________________
વદ ૩]
રાજકોટ–ચાતુર્માસ
[ ૧૫
કઈ એમ કહે કે, કાશ્મણ શરીરની અપેક્ષાએ જીવની પાછળ અનાદિકાળથી ઉપાધિઓ વળગેલી છે. આ મારા કાન છે, આ મારું નામ છે, આ મારું શરીર છે, આ પ્રમાણે જડને પિતાનું માની આત્મા શરીરને અધીન બની રહે છે. આવી દશામાં ઉપાધિને કારણે કોઈનું ચિત્ત સમ છે એમ કેમ કહી શકાય? આ પ્રશ્ન બરાબર છે કે, અનાદિકાળથી આત્માને ઉપાધિ લાગેલી છે પણ ઉપાધિને ઉપાધિ માનવી એ પણ સમચિત્તનું લક્ષણ છે.
જે કોઈ કાંકરાને રત્ન અને રત્નને કાંકરે કહે તો તે મૂર્ખ ગણાય છે. જો કે, રત્ન અને કાંકરો એ બન્ને જડ છે છતાં પણ રન અને કાંકરાને એક માનનાર મૂર્ખ ગણાય છે, તે પછી જે ચૈતન્યને જડ અને જડને ચૈતન્ય માને છે તેને સમચિત્તવાળો કેમ કહી શકાય? અજ્ઞાનને કારણે લોકે ચેતનને જડ અને જડને ચેતન માને છે, પણ કેઈન કહેવા કે માનવાથી જડ ચેતન બનતું નથી અને ચેતન જડ બનતું નથી. જેમકે એક માણસ જંગલમાં જઈ રહ્યા હતા, જતાં જતાં તેણે દૂર એક છીપ દીઠી. તે મનમાં છીપને ચળકતી હોવાથી ચાંદી માની રહ્યા હતા એટલે તે છીપને ચાંદી કહેવા લાગ્યો. જ્યારે બીજે માણસ ચાંદીને છીપ કહેવા લાગ્યો. તેમના કહેવાથી છીપ ચાંદી ન બની અને ચાંદી છીપ ન બની. છતાં આ પ્રમાણે છીપને ચાંદી અને ચાંદીને છીપ માનનાર મૂર્ખ તો ગણાશે ને ! આ જ પ્રમાણે કોઈને કહેવાથી જડ કે ચિતન્ય પિતાને સ્વભાવ છેડતા નથી. પણ જે લોકે જડને ચેતન કે ચેતનને જડ માને છે તે તેમનું અજ્ઞાન જ છે. આ પ્રમાણે અજ્ઞાનને કારણે જીવ જડને પિતાનું માની બેઠે છે અને આ મારું છે, આ મારું છે એમ માની રહ્યો છે.
કહેવાનો આશય એટલો જ છે કે, આવી ઉપાધિઓમાં જેઓ અટવાઈ પડયા છે તેઓ મહાન નહિ પણ જડના ગુલામ છે. તેઓ આત્મવાદી નહિ પણ જડવાદી છે. મહાન પુરુષ તે તે છે કે, જેઓ પિતાના શરીરને પણ પિતાનું માની બેસતા નથી. તે પછી સંસારની બીજી ચીજોને પોતાની ન માનતા હોય તે એ વિષે કહેવું જ શું?
હવે મહાન પુરુષની સેવા શા માટે કરવી જોઈએ? “જે મહાન પુરુષોની સેવા કરીશું તે આપણને કાનમાં તેઓ માત્ર ફેકી દેશે.- અથવા માથા ઉપર હાથ ફેરવી આશીર્વાદ આપશે તે આપણે ઋદ્ધિ-સમૃદ્ધિથી સંપન્ન બનીશું” એ વિચારથી મહાન પુરુષોની સેવા કરતા હો તો, તે મહાત્માઓની સેવા નહિ પણ એ તે માયાની સેવા છે. પણ જે “હું સંસારની ઉપાધિમાં ફસાએલો છું અને તેથી જડને પિતાનું માની બેઠા છું પણ મહાન પુરુષની સેવા-સંગતિથી મારી ઉપાધિમાંથી છૂટો થઈ શકીશ” એવી ભાવનાથી મહાત્માઓની સેવા કરે છે તે જ સાચી સેવા છે અને એવી જ સેવા મોક્ષનું દ્વાર છે.
જેમનું મન સમતલ છે તેમને કઈ લાખો ગાળો ભાંડે તો પણ તેમના મનમાં રોષ કે વિકારભાવ પેદા થતો નથી. તેમ કોઈની પ્રશંસા સાંભળી તેમનું મન દુલાતું નથી. આ પ્રમાણે જે પ્રશંસાથી કુલાતા નથી અને નિંદાથી ક્રોધી થતા નથી તે લોકો જ સાચા મહાન છે.
એકવાર પૂજ્ય ઉદયસાગરજી મહારાજ રતલામમાં સેઠજીના બજારમાં અને કદાચ તેમના જ ઘરમાં બિરાજમાન હતા. તે વખતે રતલામ શહેર ઉન્નત દશામાં હતું અને ત્યારે શેઠ ભોજા ભગવાનને પ્રભાવ સારો હતે. પૂજ્યશ્રીની પ્રશંસા સાંભળી એક