________________
વદ ૦)) ] રાજકોટ–ચાતુર્માસ
[૫૧૭ કહી પિતે જેને ત્યાગ કર્યો છે, અને સંયમ ધારણ કર્યો છે એ જ સંસારમાં ફરી ફસાઈ જવા જેવું છે.
કોઈ સાધુ લક્ષણનિમિત્તદ્વારા ચમત્કાર બતાવે અને એ ચમત્કાર દ્વારા જે ધનની પ્રાપ્તિ થાય તે ધન અમે સંધના હિતમાં જ વાપરીશું, એમ કઈ કહે તે તમે તે વિષે શું કહેશે ? એમ જ કહેશે કે જો આમ કરવું એ ઠીક હોય તે તે પછી સો, લીલામ અને જુગાર વગેરે રમવામાં શું વાંધો છે ? બસ! તે પછી એમ જ કહી દેવામાં આવે કે, આજે ચકાને દાવ લાગશે માટે તે ઉપર રૂપિયા લગાવો અને જે આવે તે સંધના હિતમાં ખર્ચ કરી દે. શું આમ કરવું એ યોગ્ય કહેવાશે ? આ જ પ્રમાણે સ્ત્રીપુરુષને માટે પણ એમ કહી શકાય કે, અમે તેમનાં લક્ષણ બતાવીએ છીએ. એમનું જોડું મળી જશે તે એ શ્રાવક-શ્રાવિકા બનશે અને ધર્મને ઉદ્યત થશે. આ પ્રમાણે તે બધામાં લાભ બતાવી શકાય છે.
આવા પ્રકારના લોભથી જ યતિ સમાજને નીચે પાડવામાં આવ્યો છે, નહિ તે તે સમાજ પણ પંચ મહાવ્રતધારી હતા. પહેલાં સંઘહિતનું નામ લેવામાં આવ્યું અને થોડું સારું લાગ્યું, પણ આખરે તેનું એવું માઠું પરિણામ આવ્યું કે, જે પાંચ મહાવ્રતના પાલણહાર હતા, તેઓ આજે સંસારનું પાલન કરનારા થઈ રહ્યા છે. કેઈ કહે કે, કપડાંને રક્તથી ભરી દેવામાં આવે અને પછી તેને ઘેઈ નાંખવામાં આવે તે શું વાંધો છે? જે પ્રમાણે આમ કરવું તે ઠીક કહી શકાય નહિ, તે જ પ્રમાણે સંધહિતના નામે કાઈ અનુચિત કામ કરવું એ પણ ઠીક કહી શકાય નહિ. પહેલાં તે સંધહિતનું નામ લઈધન રાખવામાં આવશે, પણ આખરે આ પદ્ધતિનું પરિણામ કેવું માઠું આવશે તેને પણ ખ્યાલ રાખવો જોઈએ.
જો આ કાર્ય હિતકર્તા હતા તે શાસ્ત્રમાં આ પ્રકારનાં કાર્યને નિષેધ કરતા નહિ. ગૌતમ સ્વામી મહાન લબ્ધિધારી હતા. જે તેઓ પોતાની લબ્ધિનો ઉપયોગ કરતા તે એક જ દિવસમાં સળ સંસારને જૈન બનાવી શકતા હતા. તેમનામાં એવી લબ્ધિ હતી કે, થી જ ખીરમાં પોતાનો અંગૂઠો મૂકી રાખે તો એટલી ખીરમાંથી ચક્રવતની આખી સેના પણ જમી શકે અને છતાં તે ખીર તે તેટલી જ રહે. આ પ્રકારની શકિત હોવા છતાં પણ તેમણે એ શક્તિનો ઉપયોગ ન કર્યો, પણ ભિક્ષા લેવા માટે પોતે ગોચરી જતા હતા. શું તેમને સંઘના હિતને વિચાર થતો ન હતો ? એટલા માટે સંઘહિતના નામે લક્ષણાદિને ઉપયોગ કરે અનુચિત છે.
કહેવાનો આશય એ છે કે, કેઈ સાધુ લક્ષણ બતાવે, કૌતુહલ બતાવે કે આમ કરવાથી ધન-પુત્રાદિની પ્રાપ્તિ થશે એવું નિમિત્ત બતાવે, તે એ સાધુતાથી પતિત થવા જેવું છે. શાસ્ત્રકાર આવી વિદ્યાને કુત્સિત વિદ્યા કહે છે. આ કુત્સિત વિદ્યાઓદ્વારા પિતાની આજીવિકા ચલાવનારને શાસ્ત્રકારેએ આશ્રવઠારદ્વારા આજીવિકા ચલાવનાર તરીકે વર્ણવ્યા છે. આવી વિદ્યા અન્ત સમયે શરણદાત્રી બનતી નથી પરંતુ સંયમમાર્ગને નાશ કરનારી નીવડે છે. એટલા માટે જે આવી કુત્સિત વિદ્યાદ્વારા આજીવિકા ચલાવે છે તે અનાથ છે એમ સમજવું જોઈએ.
આ કુત્સિતવિદ્યામાંથી બચવા માટે પહેલાં એ જોવું જોઈએ કે નાથ કોણ છે? અને લક્ષણ, સ્વમ, નિમિત્ત કૌતુહલ આદિને જાણકાર અને તેનો ઉપયોગ કરનાર મનાય છે કે અનાથ ? આ વિદ્યા સનાથ બનાવે છે કે અનાથ ? નાથ બનવાને અર્થ એ છે કે, આત્માને