________________
૫૧૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા શ્રી જ્ઞાતા સૂત્રમાં કહ્યું છે કે, ગ્વાલિકા સતી સુકમાલિકાને ઘેર ગેચરીને માટે ગઈ. સકમાલિકાએ વિચાર્યું કે, આની પાસે કોઈ ચમત્કાર તો હશે જ માટે પહેલાં આહારપાણી આપી દઉં અને પછી ચમત્કાર પૂછીશ. આ પ્રમાણે વિચાર કરી તેણીએ ગ્વાલિકા સતીને સારી રીતે આહાર પાણી વહોરાવ્યાં અને પછી હાથ જોડી તેની પ્રશંસા કરતી કહેવા લાગી કે, “તમે સાધ્વી છે, ગુપ્ત બ્રહ્મચારિણી છો એટલા માટે હું તમારી પાસે મારું દુઃખ દૂર કરવા ચાહું છું. હું કોઈ બીજા પુરુષને ચાહતી નથી. મારા પિતાએ યોગ્ય પતિની સાથે મારે વિવાહ કરાવ્યો હતો પણ તે પણ મને છોડી બહાર ચાલ્યો ગયો; પછી મને એક ભિખારીને આપી દેવામાં આવી હતી, તે પણ મને છોડીને ચાલ્યો ગયો. એટલા માટે તમે એવો કોઈ ઉપાય બતાવે છે, જેથી મારું આ દુઃખ દૂર થઈ જાય.”
સુકુમાલિકાનું આ કથન સાંભળી ગ્વાલિકા સતીએ કાનમાં આંગળી નાંખી સુકુમાલિકાને કહ્યું કે, “આ સંબંધમાં અમને કોઈ સાંભળવું પણ ક૫તું નથી તે પછી કાંઈ કહેવું એ કલ્પી જ કેમ શકાય ? હા, જો તને સંસાર ખારે લાગતું હોય તે અમે તને ધર્મને ઉપદેશ સંભળાવી શકીએ.” સુકુમાલિકાએ નિરાશ થઈને કહ્યું કે, “ઠીક આપ તેમ કરે.” ત્યારે ગ્રાલિકા સતીએ તેને એ ધર્મોપદેશ સંભળાવ્યો કે જેથી તેની વિષયવાસના મટી ગઈ અને તે કહેવા લાગી કે, પરમાત્માને મૂકીને આ શરીર હવે બીજાને શા માટે સેપવું?
મતલબ કે, સંસારમાં આવા પણ લેક હોય છે. તમારે આવી ભાવના રાખવી ન જોઈએ. પણ કદાચિત તમો એમ કરવું છોડી ન શકે તે અમારે સાધુઓએ તો એમાંથી બચવું જ જોઈએ. સાથે તમારે પણ એ વિશ્વાસ રાખવો જોઈએ કે, જે ધર્મમાં અનંત શક્તિ છે તે ધર્મની પાસે અમે તુચ્છ સંસારની આશા-લાલસા શા માટે કરીએ ? જે મળવું હશે તે તે લાલસા કર્યા વિના પણ મળી જશે. લાલસા ન કરવાથી ફળ ન મળે એ બની જ શકે નહિ. બલ્કિ લાલસા ન કરવાથી તે ફળ અનન્તગણું મળે છે. એટલા માટે અમારે લાલસા રાખવી ન જોઈએ એવો તમે નિશ્ચય કરે છે તેમાં કલ્યાણું છે. ' સુદર્શન ચરિત્ર–પ૬
કેઈએ કોઈ પ્રકારની લાલસા કરવી ન જોઈએ એ જ વાત સુદર્શનની કથાદ્વારા સમજાવું છું. સુદર્શન ધર્મ ઉપર કે દઢ રહ્યો એ જુઓ. તેના લૌકિક વ્યવહાર પણ કાંઈ એતો ન હતો. તે નગરશેઠ હતા પણ તેણે વ્યવહાર પણ સાધ્યો અને ધર્મ પણ સા.
ધર્મના પ્રતાપથી શુળીને સિંહાસન થએલું જઈ ઘણા લેકેની ભાવના બદલાઈ ગઈ હશે. બધા લેકે સુદર્શનની પ્રશંસા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, આ શેડમાં જે ધર્મ ભાવના છે. એના પ્રતાપે જ આ શૂળીનું સિંહાસન બની ગયું. આ શેઠ અભયા રાણીની પટજાળમાં ન ફસાયા પણ જે અભયા રાણીએ તેની સાથે શત્રતા બાંધી હતી તેની ઉપર પણ આ શેની કેવી કરુણ દૃષ્ટિ છે! જે શેઠ ચાહત તે અભયાના શરીરનાં ટૂકડે ટૂકડાં કરવી શકતા હતા, પણ તેમણે રાજાની પાસે એ જ માંગ્યું કે, અયાને આપ અભય વચન આપે, તેને કોઈ પ્રકારનું કષ્ટ ન થાય અને તેના પ્રત્યે દુર્ભાવ પણ ન થાય એ જ હું આપની પાસે માંગું છું.
તમે આ ચરિત્રમાં શું જુઓ છો ! સિંહાસન જુઓ છો કે સુદર્શનની ભાવના જુઓ