________________
વદ ૮].
રાજકોટ–ચાતુર્માસ
[૪૮૫
આજકાલ તે ઈન્દ્રજાળનાં ખેલે બહુ ઓછાં થાય છે પણ પહેલાંના જમાનામાં ઈન્દ્રજાળનાં ખેલ બહુ થતા. એ ખેલમાં પલવારમાં કાંકરાના રૂપિયા બનાવવામાં આવતાં. જે કે તે ખેલ કરનાર રૂપિયા બનાવીને ફેંકતા જાય છે છતાં તમે તે એમ જાણે જ છે કે એ રૂપિયા કેવળ બતાવવા માટે જ હોય છે. જે વાસ્તવમાં એ રીતે રૂપિયા બની શકતા હોય કે તે બનાવી શકાતા હોય તે તે બજારિયા એક પૈસા માટે ભીખ શા માટે માંગે ?
જે પ્રમાણે તે ખેલ કરનાર કૌતુક કરી જગતને ઠગે છે, તે જ પ્રમાણે તે લેકે પણ જગતને ઠગનારા છે કે જે લેકે વાસ્તવમાં સાધુતાનું પાલન કરતા નથી, પણ બહારશ્રી સાધુતાને ઢોંગ કરે છે. એવા લેકેને કારણે જ યુવાનોને ધર્મ ઉપરથી શ્રદ્ધાભાવ ઓછો થતું જાય છે. તે લેકેને કારણે જ આજે લેકેને એમ કહેતા સાંભળવામાં આવે છે કે, ધર્મો ઘણો આડંબર ફેલાવ્યો છે અને દુનિયામાં હાહાકાર વર્તાવ્યો છે, એટલા માટે ધર્મની આવશ્યકતા નથી.” આ પ્રમાણે કહેનારા યુવક આમ કહેવામાં ઘણું ઉતાવળ કરે છે. તેમણે સમજવું જોઈએ કે, જે આડંબર ધર્મના નામે થઈ રહ્યો છે એમાં ધર્મને શો વાંક છે? કયા ધર્મમાં આડંબર કહ્યો છે? અને જ્યારે તમે આડંબરને જ ભગાવવા ચાહે છે તે પછી તમે એમ શા માટે કહેતા નથી કે અમે અધર્મને વિરોધ કરીએ છીએ. આડંબર કરે એવું કોઈ પણ ધર્મમાં કહેલ નથી. એ વાત જુદી છે કે, ધર્મના નામે કોઈ અધર્મ ચલાવતા હોય પણ અત્રે વિચાર કરી જોવો જોઈએ કે એમાં ધર્મને શો વાંક છે ? તમે લોકે આડઅરને દૂર કરવા ચાહે છો પણ આડંબરને કારણે ધર્મને બદનામ શા માટે કરે છે અને ધર્મને વિરોધ શા માટે કરે છે ? આડંબરને કારણે ધર્મને વિશધ કરે એ વાત કેટલી ભૂલભરેલી છે તે એક દષ્ટાંતદ્વારા સમજાવું છું –
એક માણસે એક રીંછની સાથે મિત્રતા બાંધી. બન્ને એક-બીજાના પાકા મિત્ર થઈ ગયા. તે રીંછ એકવાર સુતા હતા ત્યારે તેના શરીર ઉપર બેસતી માખી બને તે માણસ ઉડાડવા લાગ્યો. થોડીવાર પછી તે રીંછ જગ્યો અને તેના મિત્રને કહ્યું કે, હવે તમે સુઈ જાઓ. હું માખીઓને ઉડાડતો રહીશ. તે માણસ સુઈ ગયો, રીંછ માખીઓને ઉડાવા લાગે. ૧ણું સાખીએ તો એક જગ્યાએથી ઉડી બીજી જગ્યાએ બેસવાનો સ્વભાવ હોય છે એટલે માખીઓ સ્વભાવ પ્રમાણે એક જગ્યાએથી ઉઠી બીજી જગ્યાએ બેસવા લાગી. રીછે વિચાર્યું કે, આ માખીઓ બહુ અપરાધ કરે છે માટે એ માખીઓને મારી નાંખવી જોઈએ. આ પ્રમાણે વિચાર કરી તે માખીઓને મારવા માટે એક મોટી લાકડી ઉપાડી લાવ્યો, પણ તેને એટલું જ્ઞાન ન હતું કે લાકડી વડે માખીઓને માસ્વા જતાં મિત્રને પણ માર પડશે. રીંછ તે અજ્ઞાન હતો, એટલે તે માખીઓને લાકડી મારવા મિત્ર ઉપર લાકડીને ઘા કરી એસ. જો કે તેનો ઉદ્દેશ મિત્રને મારવાનો ન હતો પણ તેની અજ્ઞાનતાના કારણે તે મિત્રને 'પણ લાકડી મારી બેસતે. .
- આડંબરને કારણે ધર્મની અવહેલને ન થાય તેની સાવધાની રાખવાની આવશ્યક્તા છે. ઢગને નાશ કરવા ચાહો છો એ તે ઠીક છે, અને શાસ્ત્ર પણ ઢંગને દૂર કરવાનું જ કહે છે; પરંતુ ઢોંગને દૂર કરવાને નામે જેમ માખીઓને બદલે મિત્રને કષ્ટ સહેવું પડયું તેમ ધર્મ કચડાઈ ન જાય તેની સાવધાની રાખવાની જરૂર છે. ધર્મની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે –