________________
૪૮૦]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
પડયું છે! આપણે તે પવિત્ર રહેવું છે. આ પ્રમાણે કહી વિવેકની અવહેલના કરવી એ ઠીક નથી. એટલા માટે વ્યવહારને ઉછેદ કરવો ન જોઈએ. મનને પણ પવિત્ર રાખે અને વ્યવહારનું પણ પાલન કરે. ' મને રમાએ બધા લેકેને સત્કાર કર્યો. બધા લેકે સુદર્શનનું ઘર જઈ પ્રસન્ન થયા. શ્રાવકનું ઘર કેવું હોય છે એને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે –
gramદિશા તળિકા સમિદવા દિલr? -શ્રી જ્ઞાતાસુત્ર સુદર્શનનું ઘર પણ એવું જ હતું. લોકો કહેવા લાગ્યા કે, આ ઘર કેવું સ્વર્ગ જેવું સુંદર છે! સુદર્શનનું ઘર ભવ્ય અને આકર્ષક હતું, ચિત્તને શાંતિ આપનારું હતું. જોકે કહેવા લાગ્યા કે, આ ઘરમાં શેઠની પવિત્ર ભાવના વધવા પામી છે અને જે ઘરમાં શેઠ જેવી વિભૂતિ પેદા થઈ છે એ ઘરની માટી પણ પવિત્ર છે. સ્વર્ગથી પણ આ ઘર સુંદર છે.
તમારી દષ્ટિએ સ્વર્ગની ભૂમિ સારી છે કે રાજકોટની ભૂમિ ? કઈ ખેડુતને એમ કહે કે, હીરા-માણેક જડેલાં રાજાના મહેલમાં બીજ વાવવામાં આવે તે અન્ન પેદા થઈ શકે ખરું? અને તે બીજ વાવવા માટે રાજાના આવા સુંદર મહેલને પસંદ કરશે ખરે? બીજી બાજુ તેને કાળી માટીનું ખેતર આપવામાં આવે તે તે બીજ વાવવા માટે તે ખેતરને પસંદ કરશે કે નહિ તે પણ પૂછી જુઓ. તે ખેડુત જવાબમાં એમ જ કહેશે કે, હું તે એવી જગ્યા ચાહું છું કે જ્યાં જીવનને ટકાવવાની વસ્તુઓ પેદા થઈ શકે.
તમને કોઈ સારા મહેલમાં રાખવામાં આવે પણ ત્યાં ખેતીથી પેદા થએલ ચીજો આપવામાં ન આવે તે શું તમારું જીવન મહેલની હવા ખાવાથી ટકી શકશે ખરું? નહિ.
આ જ વાત સ્વર્ગની ભૂમિ અને અહીંની ભૂમિ વિષે સમજે. સ્વર્ગની ભૂમિ ધર્મોપાર્જન કરવા માટે ઉપયુક્ત નથી. સ્વર્ગમાં સાધુપણું પાળી શકાતું નથી, જ્યારે અહીં સાધુપણું પાળી શકાય છે એટલા માટે સ્વર્ગની ભૂમિ કરતાં અહીંની ભૂમિ ચડીયાતી છે.
સુદર્શનનું ઘર જોઈ દેવ પણ કહેવા લાગ્યા કે, અમે દેવલેકમાં જે શક્તિ જતા નથી તે શક્તિ આ ઘરમાં જોવામાં આવે છે. અહીં રહીને ધર્મની આરાધના કરનારા એવા હોય છે કે જેમના પ્રભાવથી અમારું આસન પણ ચલાયમાન થઈ જાય છે. અમને આવા ધર્માત્મા લેકે જ બેધ આપે છે.
આ પ્રમાણે સુદર્શન અને તેના ઘરની પ્રશંસા કરી દેવો પણ પિતપતાના સ્થાને ગયા. ત્યારે રાજા સુદર્શનને કહેવા લાગ્યો કે, હે! શેઠ ! તમે ધર્મનું નામ ઉજજવલ કર્યું છે. કેટલાક લેકે ધમી તરીકનું નામ તો ધરાવે છે પરંતુ ધર્મનું પાલન કરતા નથી. અને એ કારણે જ લોકો ધર્મની નિંદા કરે છે પણ આપ જેવાનો વ્યવહાર જોઈ, કઈ ધર્મની નિંદા કરી શકતું નથી.”
પિતાને ધાર્મિક કહેવડાવીને પણ ધર્મનું પાલન ન કરનારા લેકે જ ધર્મની નિંદા કરાવે છે, ધર્મને ઉન્નત બનાવો કે અવનત બનાવવો એ વાત ધાર્મિક પુરુષના હાથમાં રહેલી છે.
રાજા સુદર્શનને વિનંતી કરતા કહેવા લાગ્યું કે, મારી તલવારમાં જે શક્તિ નથી તે શક્તિ તમારી ભાવનામાં છે. મારી તલવાર તે વૈર બાંધે છે પણ તમારી ભાવના તે વૈરને કાપે છે. આપની દ્વારા જે દિવ્ય કામની સિદ્ધિ થઈ છે તેના ઉપલક્ષ્યમાં આપવા જેવી વસ્તુ ત્રિલોકમાં પણ નથી, તે મારી પાસે એવી વસ્તુ કયાંથી હોય? છતાં પણ મારી ભાવનાને આપ પૂરી કરે અને મારા માનની ખાતર હું જે ચીજ આપી શકું એવી ચીજ માંગે.