SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Ο શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનું શ્રી જિનાગમમાં ઘણું જ મહત્ત્વનું સ્થાન છે. ભગવાન મહાવીરે જગતકલ્યાણ માટે અંત સમયે જે અમૃતવાણી ઉપદેશેલી છે અને જે ઉત્તરાધ્યયનસૂત્રને નામે એળખાય છે, તે ઉત્તરાધ્યયનસૂત્રને સમસ્ત પ્રવચનના સાર કહેવામાં આવે તે તેમાં કાંઇ ખાટું નથી. આ ઉત્તરાયન સૂત્રમાં મહાનિમ્રન્થીય અધ્યયનનું સ્થાન તા કાઇ અપૂર્વ જ છે. સિદ્ધાન્તસાગરને આ અધ્યયનરૂપી ગાગરમાં ભરી દેવામાં આવેલ છે. આ અધ્યયનમાં જે કાંઇ કહેવામાં આવ્યું છે, તેને સાર માત્ર એટલેા જ છે કે, ‘દ્રવ્યથી અને ભાવથી તમારા ડોકટર તમે પેાતે અનેા. ' આ પ્રમાણે પેાતાના ડૉકટર પોતે બનવાથી કાઇના શરણે જવાની–કાઇની લાચારી કરવાની જરૂર નહિ રહે. આત્માની શક્તિથી આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એ ત્રણે પ્રકારનાં સંતાપ શમી જાય છે. આ રીતે આ અધ્યયનમાં આત્મિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનું-અનાથ છતાં વિચારણાના બળે સનાથ બનવાનું–દૃષ્ટિબિંદુ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવેલ છે. અનાથી મુનિએ શ્રેણિક રાજાને આત્મિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને-પરપદાર્થીની અનાથતાને દૂર કરી ‘સનાથ' બનવાનેા જ ઉપદેશ આપ્યા હતા. જ્યાંસુધી આત્મા પરપદાર્થીની ગુલામી છેડતા નથી ત્યાંસુધી તે સ્વતંત્ર બની શકતા નથી પણ પરપદાર્થોને પરવશ રહે છે. અને પરવશતા–પરાધીનતા એ જ મોટું દુઃખ છે. દરેક પ્રકારના સુખનું મૂળ કારણુ આત્મિક સ્વતંત્રતા છે અને દુ:ખનું કારણ આત્મિક પરતંત્રતા છે અને એટલા જ માટે સનાથ મુનિએ રાજા શ્રેણિકને આત્મિકસ્વતંત્રતાના ખીજમંત્ર સંભળાવ્યા હતા કેઃ— अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं य, दुप्पट्ठिय सुप्पट्ठियो ॥ —( ઉ. અ. ૨૦-૩૭) અર્થાત—આ આત્મા જ સુખ-દુઃખને કર્તા તથા હોં છે. અને આત્મા જ પેાતાને મિત્ર કે શત્રુ છે. ગીતામાં કહ્યું છે તે પ્રમાણે: उद्धरेदात्मनात्मानं, नात्मानमवसादयेत् । आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥ અર્થાત્—આભાદ્રારા જ આત્માના ઉદ્ધાર કરેા. આત્માદ્વારા આત્માનું પતન ત કરેા, આત્માના સંકલ્પદ્વારા જ પદાર્થોની પરવશતા છેાડી આત્માને સ્વત ંત્ર-સનાથ બનાવા અને નિષ્કામ સંકલ્પદ્વારા આત્મસિદ્ધિ સાથે! એ જ આ અધ્યયનને સંક્ષિપ્ત સાર છે. આત્માને સ્વતંત્ર-સનાથ બનાવવાને સનાથ મુનિએ જે વિજયમંત્ર સંભળાવ્યા છે તે વિજયમંત્રને જીવનમાં તાણાવાણાની માફક વણવા માટે જીવાત્માએએ આધ્યાત્મિક વિકાસ કેવી રીતે કરવા જોઇએ તે વિષે પૂજ્યશ્રીએ વ્યવહાર અને નિશ્ચયની દૃષ્ટિએ જે શાસ્ત્રીય ગવેષણા અને વિદ્વતાપૂર્ણાંક પ્રવચન કરેલ છે તે ઉપરથી શાસ્ત્રની ગહનતા અને તેની અપૂતા ખ્યાલમાં આવ્યા વગર નહિ રહે. શાસ્ત્રના આ ગહન વિષયને પૂજ્યશ્રીએ ગીતા, ઉપનિષદ્, શાંકરભાષ્ય, ઐહદન, કુરાન આદિના પ્રમાણેાદ્રારા અનેકાન્તવાદની દૃષ્ટિએ સ્પષ્ટ રીતે પરિસ્કટ કરી પોતાના અનુભવજ્ઞાનને આ વ્યાખ્યાનસગ્રહમાં નિચેાડ-મૂકી દીધેા છે એમ કહીએ તે કાંઈ અતિશયેાક્તિભર્યું નથી.
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy