________________
સુદ ૪] રાજ કેટ–ચાતુર્માસ
[૩૯૫ જે પુરુષથી થતાં નથી તે સ્ત્રીઓથી થઈ જાય છે. એટલા માટે મને રમાને કહેવું કે તારું સૌભાગ્ય જોખમમાં છે માટે સુદર્શનને કહે કે તે બેલે. જે મનોરમા સુદર્શનને એમ કહેશે કે, મેં એ શો અપરાધ કર્યો છે કે તમે શૂળીએ ચડી અને વિધવા બનાવે છે ? એટલા માટે બેલે. આ પ્રમાણે કહીને મનોરમા રેઈ પડશે ત્યારે સુદર્શન અવશ્ય બોલશે એ મને વિશ્વાસ છે. આવી વિચારણને અંતે કેટલાક લોકે એમ કહેવા લાગ્યા કે, મનરમા પાસે જવું. કેટલાક લોકો એમ પણ કહેવા લાગ્યા કે, એ તે શેઠની ખોટી હઠ છે કે તેઓ બોલતા નથી. અથવા ન બેલવા પાછળ કોઈ રહસ્ય રહેલું હશે. આખરે લોકો એ નિશ્ચય ઉપર આવ્યા કે એકવાર મનેરમા પાસે જઈ એની દ્વારા સુદર્શનને બેલાવવા પ્રયત્ન કરવું જોઈએ.
પ્રજાના આગેવાન કેટલાક લોકો મનેમા પાસે ગયા અને કહેવા લાગ્યા કે, તમે કાંઈ સાંભળ્યું કે નહિ ? મનેરમાએ જવાબ આપ્યો કે, ના, મેં તે કાંઈ સાંભળ્યું નથી. પતિની કૃપાથી હું તે આનંદપૂર્વક ધર્મધ્યાન કરું છું. મારા સદ્ભાગ્યે મને આવા ધર્માત્મા પતિ મળ્યા છે એટલે મારે કોઈની પંચાતમાં પડવાની શી જરૂર છે?
લેકો કહેવા લાગ્યા કે, તમને સારા પતિ મળ્યા છે એ તે ઠીક, પણ તમારા પતિનું અનિષ્ટ થયું છે તે તમે સાંભળ્યું છે કે નહિ ?
મને રમાએ જવાબ આપે કે, મારા પતિનું અનિષ્ટ થયું છે? મારા પતિ છે એમ કહેતા હતા કે, પિતાનું અનિષ્ટ પોતે જ કરી શકે છે! બીજો કોઈ અનિષ્ટ કરી શકતું નથી. તે પછી મારા પતિનું અનિષ્ટ કેવી રીતે થયું ? તે લેકો મને રમાને કહેવા લાગ્યા કે, તમે બહુ ભોળા છે. વાસ્તવમાં મોટા ઘરની સ્ત્રીઓ બહુ ભોળી હોય છે. આજે તમારા પતિનું બહુ અનિષ્ટ થઈ રહ્યું છે. તમારા પતિ કેવા છે એ તે અમે જાણતા નથી. એ વાત તે તમે જ જાણતા હશે પણ આજે તમારા પતિને રાજાના મહેલમાં પકડવામાં આવ્યા છે અને રાજાના મહેલમાં જઈ રાણીના શીલને નષ્ટ કરવાને તેમણે પ્રયત્ન કર્યો અને તેમના ઉપર આરોપ ચડાવવામાં આવ્યો છે. આ અપરાધને કારણે રાજાએ તેમને સૂળીએ ચડાવવાને હુકમ આપે છે. અત્યારે તેમને બચાવવાને એક જ ઉપાય બાકી છે અને તે ઉપાય તમારા હાથમાં છે. અમે તે અનેક ઉપાયો અજમાવી જોયા પણ અમને સફળતા મળી નહિ. સંભવ છે કે, તમારા પ્રયત્નથી તમને સફળતા મળી જાય. રાજાએ કહ્યું છે કે, એ શેડ પિતાના મેહે સાચી હકીક્ત કહી દે તે હું તેને શૂળીએ ચડાવવાની શિક્ષા માફ કરી દઉં. અમે તે શેઠને કહી-કહીને થાકી ગયા પણ શેઠ તે એક અક્ષર પણ બેલતા નથી. માટે તમે તેમને કહે કે, સાચી વાત જે બની હેય તે કહી આપે. સાચી વાત કહેવાથી તેમને સૂળી ચડાવવાની શિક્ષા પણ માફ કરી દેવામાં આવશે.
સુન મુરઝાઈ મૂછ આઈ, પડી ધરણી કુમલાઈ. પાંચ પુત્ર તબ મામા કરતે, પડે ગેદ આઈ. ધન ૯૪ ચેત લઈ ચતે જબ મનમેં, હુઈ ને હવે બાત; શીલ ચૂકે નહીં પતિ હમારે, નિયમ ધમ વિખ્યાત, ધન ક્યા