________________
શુદ્ઘ ૪ ]
રાજ ફાટ-ચાતુર્માસ
[ ૩૯૧
પરમાત્માના શરણે ગયા છે એમ કહી શકાય નહિ, લેાકેા પરમાત્માનું નામ તેા માઢેથી લે છે પણ તેમને હૃદયમાં વસાવતા નથી એ તેમની ભૂલ છે. આ ભૂલને દૂર કરવા માટે જ અનાથી મુનિ ઉપદેશ આપે છે, અનાથી મુનિએ જે ઉપદેશ આપ્યા તે કાલે કહ્યો હતા અને આજે ફરી કહું છું:~
અનાથી મુનિના અધિકાર—૪૨
ભગવાન અનાથી મુનિ કહે છે કે, નિશ્રયમાં આત્મા જ વૈતરણી નદી, ફૂટશાલ્મલી વૃક્ષ, કામધેનુ કે નંદનવનની સમાન છે; ખીજો કાઈ નથી. આત્મા જ આત્માને વૈતરણી નદી અને ફૂટશાલ્મલી વૃક્ષની માફક દુઃખ આપે છે અને આત્મા જ આત્માને કામધેનુ કે નંદનવનની સમાન સુખ આપે છે,
*
આત્મા જ આત્માને સુખ કે દુઃખ આપે છે તેનું શું કારણ ? એના માટે અનાથી મુનિ કહે છે કે, આત્મા કર્યાં છે. આ આત્મા પાતે જ સુખ દુઃખના કર્તા છે એટલા માટે સુખ કે દુઃખરૂપ આ આત્મા જ છે, ખીજાં કાઈ નથી.” અહીં હું ઘેાડી દાશીનીક ચર્ચા કરુ' છું. કાઈ તા ફાલને કર્તા માને છે, કાઈ સ્વભાવને કર્તા માને છે, કાઈ એમ કહે છે કે જે કાંઈ થાય છે તે ઈશ્વરના કરવાથી જ બને છે માટે ઈશ્વર જ કર્તા છે, કાઇ જે કાંઈ થાય છે તે પુરુષાર્થથી જ થાય છે એમ કહે છે અને ક્રાઈ પૂર્ણાંકમાંનુસાર જ થાય છે એમ કહે છે. આ પ્રમાણે પાંચ પ્રકારના લોકા, પાંચ પ્રકારની વાતા કરે છે અને એક બીજાને ખાટા કહે છે; પણ જૈન દર્શન એ પાંચેય જણાની વાર્તાને માન્ય કરે છે અને કહે છે કે, કેવળ એક એક વાત પકડી ન રાખા પણ એ પાંચેય વાતાને દરેક દષ્ટિએ તપાસો. કાલ, સ્વભાવ, ઈશ્વર, પુરુષાર્થ અને પૂકની પણ જરૂર રહે છે પણ આ બધાંય હોવા છતાં કર્તા કોણ છે એને જુએ. જે મૂળ કર્તા છે એને ભૂલી ન જાએ,
જો કાલને જ કર્તા માનવામાં આવે તે વાંધા આવે છે. માને કે, અત્યારે વર્ષાકાલ છે એટલે વર્ષાને લીધે અન્ન પેદા થઈ શકે છે. પણ જો ખેડુત અન્ન વાવે જ નહિ તે વર્ષાકાલ શું કરે ? કાલ તેા જડ છે, કાલની આવશ્યકતા અવશ્ય છે પણ તે મૂળ કર્તાની સાથે, જેમકે સૂ` વિના કામ ચાલી શકતું નથી પણ સૂર્યોદય થવા છતાં કાઈ માણસ સૂતા રહે તે સૂર્ય શું કરે ? આ જ પ્રમાણે કાલ તા છે પણ મૂળ કર્તા ન હેાય તેા કાર્યં કેવી રીતે થાય ? એટલા માટે વસ્તુનાં દરેક અંગાને તપાસે. વસ્તુના કેવળ એક જ અંગને પકડી ન રાખા, જે પ્રમાણે કાલની આવશ્યકતા છે તે જ પ્રમાણે સ્વભાવની પણ આવશ્યક્તા છે, માના કે, વર્ષાકાલ પણ હાય અને ખેડુતે બાજરા કે ઘઉં વાવ્યાં પણ હાય પણ જો બાજરા કુ ઘઉં'માં પેદા થવાના સ્વભાવ જ ન હોય તો કાલ અને કર્તા શું કરી શકે ? આ જ પ્રમાણે સ્વભાવ અને કાલ ન હેાય તેા પણ કાંઈ થઈ ન શકે અને એ બન્ને હેાય અને જો કર્તા ન હેાય તે પશુ કાંઈ થઈ શકે નહિ. એટલા માટે કૈવલ કાલ કે સ્વભાવને જ કર્યાં માની એસવા એ કેવળ કદાગ્રહ છે, કાલ, સ્વભાવ, પુરુષાથ વગેરે બધાની આવશ્યકતા રહે છે તે પછી દાર્શનિક કલહથી શેષ લાભ
જૈનદર્શને આ દાર્શનિક તકરારને દૂર કરવાને પ્રયત્ન કર્યો છે. જૈનદન કહે છે કે, એ બધાની જરૂર છે. આ પ્રમાણે જૈનધર્મ બધાની લડાઈને શાંત કરે છેઃ જૈનદર્શીન કહે છે કે, પ્રત્યેક વસ્તુને બધી બાજુએથી જુએ, કેવળ એક બાજુ તપાસીને બેસી ન જાઓ,