________________
શુદ ૨] રાજકેટ–ચાતુર્માસ
[ ૩૭૭ છે? તું પિતાને જ ભૂલી રહ્યો છે, અને તે કારણે જ તું દુઃખી થઈ રહ્યો છે. અને જ્યાં સુધી તું પિતાને ઓળખીશ નહિ ત્યાંસુધી તારું દુઃખ વધશે, ઘટશે નહિ; માટે તારા સ્વરૂપને તું પીછાન. તું તારું પિતાનું સ્વરૂપ આંખ, કાન, નાક, જવ વગેરે દ્વારા સમજ. આંખ સામું જોવાથી આંખની કીકીમાં કોઈ એક જણની છાયા જોવામાં આવે છે. જીવિત મનુષ્યની આંખમાં જ છાયા જોવામાં આવે છે, મરેલાની આંખમાં છાયા જોવામાં આવતી નથી, એમ કહેવામાં આવે છે. એટલા માટે તું એમ વિચાર કે, મૃત્યુ થવાથી આંખમાંથી એ શું ચાલ્યું ગયું છે કે જેથી આંખમાં છાયા જોવામાં આવતી નથી? એટલા માટે એમ સમજે કે, જ્યાંસુધી આ શરીરમાં આત્મા છે, ત્યાં સુધી જ આંખની કીકીમાં છાયા પડે છે નહિ તે છાયા પડતી નથી. આ ઉપરથી એ સ્પષ્ટ જણાય છે કે, દેખનાર આંખે નથી પણ આંખે દ્વારા દેખનાર તે બીજે જ કોઈ છે, અને એ જ આત્મા છે.
આત્મા, આંખ, કાન વગેરે ઇન્દ્રિયને સ્વામી છે; પણ પિતાની ભૂલને કારણે પોતે ગુલામ બની રહ્યો છે. એટલા માટે તમે તમારા પિતાના માટે શું કરો છો તેને વિચાર કરો. આત્મા માટે સુખ પેદા કરે છે કે દુ:ખ? કદાચ તમે એમ કહે કે, અમે તે સંસારી છીએ ! પણ તમે સંસારી છે એટલા જ માટે તમને ઉપદેશ આપવામાં આવે છે. જો તમે સંસારી ન હોત પણ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બની ગયા હતા તે તમને ઉપદેશ આપવાની જરૂર જ રહેત નહિ. ઉપદેશ સાંસારિક લોકોને માટે જ આપવામાં આવે છે. બધે ખરી રીતે તે ઉપદેશ જે આપે છે, તેને જ માટે ઉપદેશ છે, છતાં પણ જે શાળા એ કથનાનુસાર આત્મામાં ભેદ નથી અને એ કારણે જે ઉપદેશ સારા માટે છે, તે જ ઉપદેશ તમારા માટે પણ છે, એટલા માટે તમે ઉપદેશ સાંભળી આત્માનું સ્વરૂપ જાણે. એ આત્મા આંખની પણ આંખ રૂપ છે, રસને પણ રસ છે, તે કારને પણ કાન છે. અર્થાત આંખ દ્વારા તે જ જુએ છે, કાન દ્વારા તે જ સુંઘે છે અને જીભ દ્વારા તે જ રસ લે છે. આમ હોવા છતાં આંખ-કાન-નાક દુઃખવાથી જેટલી ચિંતા થાય છે, તેટલી ચિંતા આત્માના માટે થાય છે કે નહિ તેને વિચાર કરે, અને વિચાર કરી આત્માને જાગ્રત બનાવવાનો પ્રયત્ન કરશે.
હવે હું એક પ્રાસંગિક વાત કહું છું. રાજકોટમાં અનેક અપૂર્વ કામે ક્યાં છે અને થઈ રહ્યાં છે. આ જ પણ મને એક અપૂર્વ કામની સૂચના મળી છે. મદ્રાસવાળા શ્રી તારાચંદજી ગેલડા તથા શ્રી ડાહ્યાભાઈએ પત્ની સહિત શીલવતને સ્વીકાર કર્યો છે, પણ એ બને બહારના છે. તે પછી રાજકોટ સંધ પાછળ કેમ રહી શકે ? સંઘના ભૂતપૂર્વ સેક્રેટરી, સંઘના આગેવાન તથા અમને આ પ્રદેશમાં ખેંચી લાવવામાં વિશેષ પ્રયત્ન કરનાર શ્રી . ચુનીલાલભાઈએ પણ પત્ની સહિત આજે શીલવતને સ્વીકાર કરવાનો વિચાર દર્શાવ્યો છે. અમે તેમના બનાવેલા મકાનમાં ઊતર્યા છીએ અને આહારપાણી લઈએ છીએ, પણ હવે તેઓ અમને બહારના મકાનમાં જ રાખવા સાહતા નથી પણ પિતાના હૃદયમાં સ્થાન આપતા ચાહે છે, અને તે જ માટે તેઓ શીલવતને સ્વીકાર કરી રહ્યા છે. જો કે, તેઓ પ્રકારમાં શીલવતને સ્વીકાર કરવાની ઈચ્છા ધરાવતા ન હતા, પરંતુ મેં તેને કહ્યું કે, તમે વ્યાખ્યાનમાં પ્રકટરૂપે વ્રતને સ્વીકાર કરે તે લેકેને ઉત્તેજત પણ મળશે, અને હું પણ શીલત્રત વિષે બે ચાર શબ્દો કહી શકીશ. મારા આ કહેવાથી જ તેઓએ ભાખ્યાનમાં શીલવ્રત લેવાને સ્વીકાર કર્યો.