________________
વી ૦)) ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૩૫૧
શકતું નથી તેને સમજવા માટે તે કાઇ સદ્ગુરુના શરણે જવું જોઇએ. સદ્ગુરુના શરણે જવાથી જ શાસ્ત્રની વાતો બરાબર સમજમાં આવી શકે છે અને એ કારણે જ સદ્ગુરુની જે પ્રશંસા કરવામાં આવી છે તે અસ્થાને નથી. જો સદ્ગુરુના શરણે જઇ શાસ્ત્રમાં કચિત્ રહસ્યને સમજો તેા એક દિવસ એવા જરૂર આવશે કે, જે દિવસે તમે આત્મસ્વરૂપને સમજીશકશેા, અને જ્યારે આત્મસ્વરૂપને સમજી જશે ત્યારે આત્મ કલ્યાણ થવામાં પણ વાર લાગશે નહિ.
જે વાત આત્મસ્વરૂપ જાણવા માટે શાસ્ત્રમાં કહેવામાં આવી છે તે જ વાત ખીજાં શાસ્ત્રામાં પણ સ્યાદ્વાદની ષ્ટિએ જોતાં જોવામાં આવશે. પ્રત્યેક વાત સ્યાદ્વાદની દૃષ્ટિએ જોવામાં આવે તે જ તેનું રહસ્ય સમજમાં આવી શકે છે.
અન્ય ગ્રંથામાં પણ લખ્યું છે કે, આત્મા અને પરમાત્મા એક છે પણ ઉપાધિને કારણે તેમાં ભિન્નતા આવી ગઈ છે. છાન્દોગ્યોપનિષમાં કહ્યું છે કેઃ
" अथ एष सम्प्रसादो अस्माच्छरीरात् समुत्थाय परं । ज्योतिरुपं सम्पद्य स्वेन रूपेणाभिनिष्पद्यत एष आत्मैवेतिच
જીવ અને આત્મા એક છે કે ભિન્ન ભિન્ન છે એવા પ્રશ્ન ઉભા નયની દૃષ્ટિએ જીવ અને આત્મામાં કાંઇ અંતર નથી પણ એક જ છે કરતાં એ બન્નેને ભિન્ન ભિન્ન કહેવામાં આવ્યાં છે. કહ્યું છે કેઃ—
अटुकम्मं पासबद्धो जीवो संसारचारये ट्ठाई । अटुकम्पासमुको आया शिवमंदिरं ट्ठाई ॥
""
66
,,
11
થાય છે. શુદ્ધ પરંતુ વ્યાખ્યા
અર્થાત્—જ્યાં સુધી આઃ કર્માંથી જીવ બંધાએલા રહે છે ત્યાં સુધી સંસારમાં તે જીવને ‘જીવ' કહે છે, પણ જ્યારે તે આઠ કર્મોથી મુક્ત થઇ જાય છે ત્યારે તે જ જીવ શિવપુરીમાં રહેનાર આત્મા છે.
આ પ્રમાણે જીવ અને આત્મા વચ્ચે ભેદ બતાવવામાં આવ્યા છે. આ જ વાત ઉપનિષમાં પણ બતાવવામાં આવેલ છે કે જ્યારે આ જીવ પરપદાર્થીમાં આનંદ માને છે ત્યારે તે સમ્પ્રસાદ જીવ છે પણ જ્યારે તેને એવું ભાન થાય છે કે, હું પરમ યેાતિર્મય આત્મા છું ત્યારે તે શરીરના અધ્યાસ છેાડી પરમજ્યેાતિરૂપ બની જાય છે. આ પ્રમાણે જીવ પેાતાના વિકાસ સાધે છે, તેને અમે આત્મા કહીએ છીએ.
આ પ્રમાણે ઉપનિષતનું કથન પણ એજ છે કે, આઠ કર્માંના ત્યાગ કરી .જે શિવ પુરીમાં જાય છે તે જ આત્મા છે. આ પ્રમાણે તેમાં આત્મા અને પરમાત્માની એકતા અને ભિન્નતા બતાવવામાં આવેલ છે. વમાંથી આત્મા થાય છે અને આત્મા એ જ પરમાત્મા છે. જેટલા સિંહો થયા છે તે બધા જીવમાંથી નીકળીને જ અન્યા છે. માટે જીવને શિવ બનાવવા માટે ઉપાધિનેા ત્યાગ કરવા જોઇએ.
હવે આ જ વાત અનાથી મુનિના ચરિત્રદ્વારા સમજાવું છુંઃ