________________
૩૨૬].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[પ્ર. ભાદરવા
કોઈ કહે છે કે, આત્મ નિત્ય તે છે પણ તે કુટસ્થ નિત્ય છે. તેને પુણ્ય પાપને બંધ થતું નથી. તે નિબંધ છે. તે કર્તા નથી તેમ ભક્તા પણ નથી; પણ તે કૂટસ્થ નિત્ય છે. આ સિદ્ધાન્ત પણ મને રુચતું નથી. કારણ કે આ આત્મા જે કર્તા કે ભક્તા નથી તે પછી તે પ્રત્યક્ષ જ સુખદુ:ખ શા માટે ભોગવે છે? આત્મા સુખદુઃખ ભોગવે છે છતાં પણ જે તેને કર્તા માનવામાં ન આવે તે તેમાં કૃતનાશ અને અકૃતના આગમનને દોષ આવશે. જે કર્યું નથી તેને તે ભોગવવું પડશે અને જે કર્યું છે તેને ભેગવવું નહિ પડે. આ દોષને કારણે “આત્મા કુટસ્થ નિત્ય છે ' એ સિદ્ધાન્ત પણ મને રુચતું નથી.
“સોગત મતિ રાગી કહે વાદી, ક્ષણિક યે આતમ જાણે; બંધ મેક્ષ સુખ દુઃખ નવિ ઘટે, એહ વિચાર મન આણે.”
– આનંદઘનજી હે પ્રભો ! બદ્ધમતવાદીઓ એમ કહે છે કે, તમે બીજાં ખોટાં વિચારમાં સમય વ્યર્થ શા માટે ગુમાવો છે ! આત્મા તે છે પણ તે નિત્ય નહિ પણ અનિત્ય છે. કારણ કે, આત્માને નિરન્વય નાશ થાય છે, ક્ષણે ક્ષણે આત્મા બદલાતું જાય છે, બદ્ધ મતવાદીઓ આમ કહે છે પણ તેમનું આ કથન મારા ગળે ઉતરતું નથી. જે આત્માનો ક્ષણેક્ષણે નાશ થાય છે અને આત્મા ક્ષણિક છે તે જ ક્ષણમાં ક્રિયા કરવામાં આવી છે તે ક્ષણને નાશ થવાથી-તે ક્ષણ વ્યતીત થવાથી-કર્તા અને ક્રિયા બનેય નષ્ટ થઈ જાય છે તે પછી પૂર્વ કાર્યનું ફળ મારે શા માટે ભેગવવું પડે ! પૂર્વ કાર્યનું ફલ ભોગવવું પડે છે એ વાત તે આત્માને ક્ષણિક માનનાર બેહના ગ્રન્થ ઉપરથી જ સિદ્ધ થાય છે.
એક બૌદ્ધગ્રન્થમાં કહ્યું છે કે, બુદ્ધદેવ પિતાના શિષ્યની સાથે વિહાર કરતાં જઈ રહ્યા હતા. જતાં જતાં વિહારમાં તેમના પગમાં એક કાંટો વાગ્યે. બુદ્ધદેવે પોતાના શિષ્યોને કહ્યું કે, “હે શિષ્યો નેવું ભવ પહેલાં મેં આ જ સ્થાને એક પુરુષને ભાલું માર્યું હતું. મારા તે કાર્યનું પાપ ક્ષય પામતાં પામતાં એટલું બાકી રહી ગયું હતું કે તેના ફલસ્વરૂપ મને આ કાંટે પગમાં લાગે.” બુદ્ધદેવનું આ કથન સ્યાદવાદની દષ્ટિએ તે ઠીક કહી શકાય પણ આત્માને ક્ષણિક માનવાથી એ કથન ઠીક જણાતું નથી; કારણ કે તેમના મત પ્રમાણે નેવું ભવમાં તે આત્માને અનેકવાર નાશ થઈ ચૂક્યો અનેક આત્મા બદલાઈ ગયા. આમ હોવા છતાં પણ નેવું ભવમાં પહેલાં જે આત્માએ કર્મ કર્યું હતું તેનું ફલ આ બીજા આત્માને શા માટે ભોગવવું પડયું? આ જ પ્રમાણે અનેક દૃષ્ટિએ વિચારતાં આ ક્ષણિકવાદ પણ મને ઠીક જણાતું નથી. હવે નાસ્તિકવાદીઓ કહે છે કે –
“ભૂત ચતુષ્ટ વજિત આતમ, તત્વ સત્તા અળગી ન ઘટે; અંધ શકટ જે નજરે ન દીસે, તે શું કીજે શકટે.”
–આદધનજી. નાસ્તિકવાદીઓ કહે છે કે, સંસારમાં કેવળ ચાર તત્ત્વોની જ સત્તા છે. આત્મા નામનું કઈ તત્વ જ નથી. પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ; આ ચાર ભૂત જ્યારે શરીરાકાર બને છે, ત્યારે તેમાં ચેતન્યતા આવી જાય છે અને જ્યારે એ ચાર ભૂતે છૂટાં છૂટા થઈ જાય છે ત્યારે શરીર મરી જાય છે. માટે આ શરીરનું પોષણ કરવું અને ખાવું