________________
૩૨૪].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્ર. ભાદરવા
ચંચલતા રહે છે ત્યાંસુધી બધી ક્રિયાઓમાં પણ ચંચલતા રહે છે. મારા હદયનું સમાધાન થાય, ચિત્તની ચંચલતા ઓછી થાય અને આત્મસ્વરૂપનું ભાન થાય એ આશાએ આપના શરણે હું આવ્યો છું. કવિ આનંદઘનજી કહે છે કે –
મુનિસુવ્રત જિનરાજ એક મુજ વિનતી સુણે, આત્મતત્વ કયું જાણ્યું જગતગુરૂ, એહ વિચાર મુજ કહિયે; આત્મતત્વ જાણ્યા વિના નિર્મલ, ચિત્ત સમાધિ નવિ લહિયે.
“હે જિનેન્દ્ર ! હે પરમાત્મા ! આપે આ આત્મતત્ત્વ કેવી રીતે જાણ્યું, એ હું આપની પાસે જાણવા ચાહું છું. કેઈ એમ કહે કે, આત્મતત્વ જાણીને શું કરવું છે? પણ જ્યાં સુધી આત્મતત્ત્વનું જ્ઞાન થતું નથી ત્યાં સુધી ચિત્તને નિર્મલ સમાધિની પ્રાપ્તિ થતી નથી. મેં સાંભળ્યું છે કે –
જ્યાં લગી આતમા તત્વ ચિ નહિ, ત્યાં લગી સાધના સર્વ જુઠી; મનુષ્ય તન તાહરે એમ એળે ગયે, માવઠાની જેમ વૃષ્ટિ વુઠી.”
અર્થાત-જ્યાં સુધી આત્માને ઓળખે નથી ત્યાંસુધી બધી ક્રિયાઓ વ્યર્થ છે. કદાચિત્ત કોઈ શુભ ક્રિયાદ્વારા સ્વર્ગ વગેરે ભલે પ્રાપ્ત કરવામાં આવે પણ એવી ક્રિયાધારા સંસારને છેદ થઈ શકતો નથી. એટલા માટે હે પ્રભો ! આપે આત્મતત્ત્વ કેવી રીતે જાણ્યું એ હું આપની પાસે જાણવા ચાહું છું.”
હમણાં મને એક વાત યાદ આવી છે, જે તમને કહેવાની જરૂર જણાય છે. આજે દુનિયાને જે શિક્ષા મળી રહી છે, જે શિક્ષાનું દુનિયાના લોકો અમૃત સમાન પાન કરી રહ્યા છે અને જે શિક્ષાને લોકો સારી સમજી અપનાવી રહ્યા છે, તે શિક્ષામાં આત્મભાવ ભરેલો જણાય છે. એ શિક્ષાથી હૃદયમાં આત્મભાવ આવે છે. સ્ત્રીઓ પણ એ શિક્ષાને અપનાવી રહી છે અને તેઓ માં પણ અનાત્મભાવ ઘુસતો જાય છે એ શિક્ષાનું દુષ્પરિણામ કેટલું આવ્યું છે તે વાતને અનુભવ મારા કરતાં તમને વિશેષ છે. મેં એક સમાચાર પત્રમાં જોયું છે કે, કુમારી કન્યાઓને પણ પુત્રો થાય છે અને છતાં તે કન્યાકુમારી તરીકે જ ઓળખાય છે. આ વિષે ઊંડો વિચાર કરવામાં આવે તે આનું પ્રધાન કારણ વર્તમાન શિક્ષાનું દુષ્પરિણામ જ જણાશે. આજની શિક્ષાથી વિકારની સાથે નાસ્તિકતાને ભાવ હૃદયમાં ઘુસી જાય છે.
આજની શિક્ષામાં પ્રધાનતઃ નાસ્તિકતાને ભાવ જ ભરેલો છે. સ્ત્રીઓ પણ એ શિક્ષાને અપનાવી રહી છે અને તેથી તેમના દ્વારા આવા પાપકર્મો થાય છે. આજની શિક્ષાધાર દુનિયામાં જે અનાત્મભાવ ઘુસવા પામ્યો છે તેથી ઘણી જ ખરાબી થવા પામી છે.
ભક્ત કહે છે કે, આત્મતત્ત્વ જાણ્યા વિના બધી ક્રિયાઓ વ્યર્થ જાય છે, મેં સાંભળ્યું છે અને આત્મતત્ત્વ જાણ્યા વિના ચિત્તની સમાધિ થતી નથી એ પણ સાંભળ્યું છે. હે પ્રભો ! આપે આત્મતત્ત્વ કેવી રીતે જાણ્યું એ હું આપની પાસે જાણવા ચાહું છું. આત્મ તત્ત્વ વિષે હું બીજા કોઈને પૂછું છું કે તેઓ કહે છે કે –