________________
૩૨૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[પ્ર. ભાદરવા
પાંચમી માતા પિતાની જન્મદાત્રી માતા છે.
સુદર્શન અભયાને કહે છે કે, “આ પાંચ પ્રકારની માતાઓમાં તમે પ્રથમ પ્રકારની માતા છો. હું પૈષધમાં બેઠેલો છું છતાં મારી માતા મારી સામે દુઃખી થાય એ મારાથી જોઈ શકાતું નથી. ગુલિનીપિતા પણ પૌષધમાં બેઠેલ હતા છતાં પિતાની માતાને દુઃખી થતાં જોઈ ડગી ગયા હતા. તમે પણ મારી માતા છે. એટલા માટે આપનું દુઃખ દૂર કરવું એ મારું કર્તવ્ય છે. આપને શું દુઃખ છે તે મને જણાવે. હું તે દુઃખને દૂર કરવા પ્રયત્ન કરીશ. આપને એવું દુઃખ હેવું જોઈએ જેને પુત્ર દૂર કરી શકે ! ”
સુદર્શનનું આ કથન સાંભળી રાણી વિચારવા લાગી , આ કે માણસ છે ! હું એને પીગળાવવા પ્રયત્ન કરું છું પણ એ પત્થર જે પીગળતો જ નથી !
અભયાએ ત્રિયાચરિત્ર અનુસાર રડવાને ઢગ કર્યો હતો. તેને વાસ્તવમાં રડવું જ આવ્યું ન હતું. એટલે તેણી રડવાનું બંધ કરી, આંખો લાલચોળ કરી સુદર્શનને કહેવા લાગી કે, “સુદર્શન ! તારું ગાંડપણ અને આ તેફોન મૂકી દે. તારા આ ફાનથી કપિલા ભ્રમમાં પડી ગઈ હતી. હું ભ્રમમાં પડી જાઉં એવી નથી.”
અભયાનું કથન સાંભળી સુદર્શન વિચારવા લાગ્યો કે, “મેં કપિલાને જે કાંઈ કહ્યું હતું, ઠીક જ કહ્યું હતું, હું મારી સ્ત્રી સિવાય બધી સ્ત્રીઓને માતા સમાન માનું છું. અને માતાને માટે કોઇપણ પુરુષમાં પુરુષત્વ હોઈ શકે નહિ, માતાને માટે તે બધા નપુંસક જ છે. એટલા માટે મેં પિતાને કપિલાની સામે નપુંસક કહ્યું એમાં મેં ખોટું શું કહ્યું હતું? પણ મારી આ માતા એ કાર્યને ગાંડપણ કે તેફાન જ માને છે. આ માતા કહે છે કે, “તેં જે પ્રમાણે કપિલાની સાથે છળકપટ કર્યું તે પ્રમાણે મારી આગળ પણ છળકપટ કરવા ચાહે છે? પણ વાસ્તવમાં છળકપટ તેઓ કરે છે કે હું છળકપટ કરું છું ! ભગવાને જે વિપરીત જ્ઞાનનું વર્ણન કર્યું છે તે જ વિપરીત જ્ઞાન આ માતામાં પણ જણાય છે. મનુષ્યમાં જ્યારે વિપરીત જ્ઞાન પેદા થાય છે ત્યારે મનુષ્ય છીપને ચાંદી અને મૃગજળને પાણી માનવા લાગે છે. આ જ પ્રમાણે આ માતામાં પણ વિપરીત જ્ઞાન છે અને તે જ કારણે તે પોતાના પુત્રને પુત્ર ન માનતાં બીજી કોઈ માનવા ચાહે છે. આ માતા મને તોફાની કહે છે પણ વાસ્તવમાં તે પોતે તોફાની છે કે હું તેફાની છું એને નિર્ણય કોની આગળ કરે? મારે તે આ વિવાદમાં ન પડતાં મારે સ્પષ્ટ નિર્ણય સંભળાવી દેવા જોઈએ.
મેરુ ડગે ધરતી પૂજે યા, સૂર્ય કરે અંધકાર
તે પણ શીલ છેઠું નહિ માતા, સચ્ચા હૈ નિરધાર ધન૮ છે
ભગવાન મહાવીરના શિષ્યા અને તેમના શ્રાવકે કેવા હોય છે તે સુદર્શનના કાર્ય ઉપરથી જુઓ. સુદર્શન વિચારે છે કે, જો આ માતાની સાથે વાદવિવાદ કરું તે હું જીતી શકું છું પણ તેની સાથે વાદમાં ન પડતાં “નિર્મલ કે બલ રામ” એ કથનાનુસાર નિર્બલ બનીને મેં જે નિશ્ચય કર્યો છે તે નિશ્ચય તેને મારે સ્પષ્ટ સંભળાવી દેવો જોઈએ.
આ પ્રમાણે વિચાર કરી સુદર્શને અભયારણીને કહ્યું કે, “હે માતા ! પૃથ્વી