________________
૩૦૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્રથમ ભાદરવા
ઠીક રહેતું નથી. જે કોઈને નિદ્રામાં સ્વમ જ આવે, સુષુપ્તિ આવે જ નહિ તે સ્વાસ્થ બગડી જાય ! સુષુપ્તિ-નિદ્રામાં ઇન્દ્રિયની સાથે મન પણ સુઈ જાય છે, કેવળ આત્મા જ જાગતે રહે છે. જે કોઈ ગાઢ નિદ્રામાંથી સુઈને જાગ્યો હોય તે માણસને પૂછવામાં આવે કે, તમે શું કરતા હતા ? આ પ્રશ્નના જવાબમાં તે એમજ કહેશે કે, હું આનંદપૂર્વક સુતે હતો. પણ એ માણસને પૂછવામાં આવે છે, એ આનંદ શાને હતા? એ આનંદ ખાવા-પીવાને હતો ? નિદ્રામાં તે કાંઈ ખાવા-પીવાનું ન હતું છતાં તે નિદ્રામાં આનંદ માનતે હતા. આ પ્રમાણે સુષુપ્તિ નિકા, આત્મા જ્યારે સ્થિર હોય છે ત્યારે આનંદને પરિચય આપે છે. સુષુપ્તિ નિદ્રામાં પણ સંસારનાં સંસ્કારો તથા કર્મો તે સાથે હોય જ છે પણ જો તે જ આનંદ કર્મ રહિત પ્રાપ્ત થાય છે તે આનંદ પણ સ્થિર થશે, અને પછી આત્માને કદાપિ દુઃખ થશે નહિ. કર્મોને દૂર કરી અને સંસ્કારનો નાશ કરી, તે આનંદને પ્રાપ્ત કરવાનો અધિકારી આ ચૈતન્ય જ છે, અને એ આનંદને પ્રાપ્ત કરે એ ચૈતન્યને ધર્મ છે. એટલા માટે આભાએ સાવધાન થઈ, આત્મ ધર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ.
તે આનંદ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે અને આત્માએ આત્મ ધર્મમાં કેવી રીતે પ્રવૃત્ત થવું જોઈએ એ વાત હવે અનાથી મુનિના ચરિત્રદ્વારા સમજાવું છું. અનાથી મુનિને અધિકાર–-૩૩
અનાથી મુનિ કહે છે કે, “હે રાજન ! સંકલ્પનું બળ કેવું હોય છે એ જે. મેં વિચાર કર્યો કે, આ પ્રકારનું દુઃખ હું અનંતવાર ભોગવી ચૂકેલ છું. વેદના તે પેદા થઈ અને નાશ પણ પામી પણ હું તે એ ને એ જ રહ્યો. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, વેદના મેં પેદા કરેલ છે. મેં પેદા કરેલ વેદનાને હું જ નાશ કરી શકું છું. આ પ્રમાણે વિચાર કરી, મેં નિશ્ચય કર્યો છે, જે એકવાર આત્મ સાધનામાં બાધક આ વેદના દૂર થાય તે પછી હું ક્ષમાશીલ, ઇન્દ્રિયને દમન કરનાર અને નિરારંભી બનીશ.”
ક્ષમા, ઇન્દ્રિયોનું દમન, નિરારંભતા અને પ્રવજ્યા એ શું છે અને તેને પરસ્પર શો સંબંધ છે તે વિષે અને વિચાર કરવાનું છે.
ક્ષમાશીલતાને અર્થ સહનશીલતા છે. ગમે તેવી સ્થિતિ થાય, ગમે તેટલા જુલ્મો માથા ઉપર ગુજરે પણ પિતાના સ્વરૂપનો ત્યાગ ન કરો, પણ સહનશીલ બની રહેવું એનું નામ ક્ષમા છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
“ પુત્રવીરને મુળી વિ ” અર્થાત–હે મુનિ ! તમે પૃથ્વીની માફક ક્ષમાશીલ બને. પૃથ્વીને કોઈ પૂજે છે તે કોઈ એને લાત મારે છે, કોઈ એને સીંચે છે તે કોઈ એને ખેદે છે, પણ આ બધું કરવા છતાં પૃથ્વી તે ગુણ જ પ્રગટ કરે છે; અવગુણ પ્રગટ કરતી નથી. પૃથ્વીની સ્થિરતા અને તેની સહાયતાથી જ આ સંસાર ચાલે છે. જે પૃથ્વી સ્થિર ન રહે તો આ સંસાર પણ ટકી ન શકે. તમે તે પૃથ્વીના ઉપકારને ભૂલી ગયા છે પણ પૃથ્વી તમને ભૂલી ગઈ નથી, પૃથ્વીની કોઈ પૂજા કરે કે કોઈ તેની હાનિ કરે પણ પૃથ્વી તે