________________
વદી ૫]
રાજકોટ–ચાતુર્માસ
[ ૩૦૩
કહેવા લાગ્યું કે, અમારી સામે મનુષ્યની પ્રશંસા કેમ થઈ શકે? અમે તે વૈક્રિય શરીરવાળા છીએ અને મનુષ્યો તે પાર્થિવ શરીરવાળા હોય છે; પણ તે દેવે તે વખતે ઈન્દ્રને કાંઈ ન કહેતાં, રાજાને પહેલાં સમકિત ગ્રુત કરી પછી ઈન્દ્રને કહેવાનો વિચાર કર્યો. આ પ્રમાણે વિચાર કરી તે દેવે રાજાને સમકિતથી વ્યુત કરવાની અનેક પ્રકારે પરીક્ષા પણ કરી પણ રાજા તે પરીક્ષામાં પસાર થયો. ત્યારે દેવ કહેવા લાગ્યો કે, ઈન્ડે આપની જેવી પ્રશંસા કરી હતી, વાસ્તવમાં આપ તેવા જ છે. મેં ઈન્દ્રના કહેવાથી માન્યું નહિ પણ આપની દતાએ મને મનાવ્યો.
કહેવાનો આશય એ છે કે, જેનધર્મ એ નિગ્રંથપ્રવચન છે. એટલા માટે નિર્ઝન્ય પ્રવચન ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખે. તમે સત્સંકલ્પ-દઢ શ્રદ્ધા રાખશે તો તમારું શ્રેય થશે. સુખ કે દુઃખ, સદગુણ કે દુર્ગુણ એ બધાં તમારા સારાં-નરસાં સંકલ્પ ઉપર આધાર રાખે છે, માટે હમેશાં સારો સંકલ્પ કરવો જોઈએ. સુદર્શન ચરિત્ર–૩૨
અભયા રાણીએ પણ સંકલ્પ કર્યો છે અને સુદર્શન શેઠે પણ સંકલ્પ કર્યો છે. પણ બન્નેના સંકલ્પમાં કેટલું બધું અંતર છે તે જુઓઃ-એકમાં તે આસુરી સંકલ્પ છે તે બીજામાં દેવી સંકલ્પ છે. દૈવી શક્તિ અને આસુરી શક્તિ વચ્ચે અત્રે યુદ્ધ ચાલે છે. આ યુદ્ધમાં કઈ શક્તિને વિજય થાય છે તે જોવાનું છે.
બેલે નહી જબ શેઠ રાનીને, લિયા નેત્ર ચઢાઈ નયન બાન મારે ખેંચકે, પાંવ ઘુઘર ઘમકાઈ. તે ધન૦ ૧૧ છે ૫હના શીલ સના શેઠને, ધીરજ મનમાં લાઈ;
જ્ઞાન ખડ્ઝસે છેદે બાન, રાની ગઈ સુરઝાઈ છે ધન ૨ રાણીએ મીઠાં વચનોઠારા શેઠને પિતાના વશમાં કરવા ધાર્યું પણ તેને પ્રયત્ન નિષ્ફળ ગયે. શેઠના વિવેક આગળ તેની માયા જાળ ખુલ્લી થઈ ગઈ.
શેઠ તો એજ વિચારતા હતા કે, “આ રાણી અને જીવનપર્યત સાચો સ્નેહ સંબંધ રાખવાનું કહે છે પણ એણે તે પહેલાં રાજાની સાથે જીવનપર્યત હૃદયપૂર્વક નેહસંબંધ રાખવાની પ્રતિજ્ઞા કરી છે. જ્યારે તે પહેલાં લીધેલી પ્રતિજ્ઞાનું પણ પાલન કરતી નથી તે પછી બીજી પ્રતિજ્ઞા શું પાળશે?” .
લગ્નના સમયે તમે પણ હદયપૂર્વક સંકલ્પ કર્યો હશે! લગ્નના સમયે કરવામાં આવતા સંકલ્પ હદયપૂર્વક અને સમજણપૂર્વક કરવામાં આવે તે માટે શાસ્ત્રકારોએ બાળલગ્નનો નિષેધ કરી વર કન્યા પિતાનું કર્તવ્ય સમજે ત્યારે લગ્ન કરવામાં આવે એ બતાવવા માટે શાસ્ત્રમાં કહ્યું છે કે:-“Bરિણા કથા રિસા તથા જિલ્લા સહ જુઓ જોરથળ”જેમનાં સૂતેલાં સાતેય અંગે જાગ્રત થએલાં હોય, તથા દ્રવ્ય અને ભાવથી વય, રૂપ, ગુણ, યૌવન વગેરેમાં વર-કન્યાની જોડી હોય ત્યારે જ બન્નેના લગ્ન કરી શકાય. તે પહેલાં લગ્ન કરવાં એ ભયંકર ભૂલ છે; કારણ કે, વર-કન્યાએ લગ્નના સમયે જે એક