________________
-
કાકા કાક,
:
1
૩૦૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્ર. ભાદરવા
જે બીજા કોઈ મને દુઃખ આપતાં હતા તે તે મારા માતા-પિતા, ભાઈ-બહેન, સ્ત્રી વગેરે મારાં દુઃખને દૂર કરી શકત ! પણ આ તે મારો આત્મા પોતે જ દુઃખ આપી રહ્યો છે તે પછી બીજો કોઈ કેમ મટાડી શકે ? એ દુઃખને તે મારે આત્મા જ મટાડી શકે. એટલા માટે દુઃખ દૂર કરવા અને સનાથ બનવાને મેં દઢ સંકલ્પ કર્યો.”
શું સંકલ્પ કરવાથી દુઃખ દૂર થઈ શકે છે? એવો પ્રશ્ન ઉભો થાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજને એમ કહે છે કે, સંક૯૫થી દુઃખ દૂર થઈ શકે છે. સંકલ્પ કરે એટલે આત્માને જાગ્રત કરો. જે જાગ્રત હોય છે. જેમકે. કોઈ માણસ ગાઢ નિદ્રામાં સુતેલો હોય, અને ડરપોક હોય, તો તે તેના ઘરમાં ચેર પેસી જઈ ચેરી ભલે કરી જાય; પણ જે કઈ માણસ જાગતે હેય અને તે સાહસી હોય તે શું કોઈ ચોર તેના ઘરમાંથી ચોરી કરી શકે ખરો ? જે આપણે જાગતા હોઈએ તે ચેર શું કરી શકે ! એ તમને વિશ્વાસ રહે છે પણ તમારે આ વિશ્વાસ આધ્યાત્મિક વિષયમાં નિશ્ચલ રહી શકતું નથી. જો તમારો આત્મા જાગ્રત હોય તે કર્મ–ચોરની શી. મગદૂર છે કે તમારી શક્તિને ચોરી લઈ જાય ! તમે તમારી ગફલતને કારણે જ ચેરને તમારા આત્મધરમાં પેસવા દીધું છે. જે તમે જાગ્રત હે તે ચેર કેવી રીતે ઘરમાં પેસી જાય !
તમે એમ કહેશો કે, “ચેરની વાત તે પ્રત્યક્ષ જણાય છે. ચોરને નજરે જોઈએ અને જોરથી બૂમ પાડીએ તે ચાર ભાગી જાય છે પણ કર્મ કયાં ભાગી જાય છે ! વળી શરીરમાં જ્યારે રોગ થાય છે ત્યારે ખૂબ બરાડા પાડીએ છીએ, ચીસે પાડીએ છીએ છતાં ગ જ નથી તે પછી સંકલ્પ કરવા માત્રથી કર્મ કે રેગ ચાલ્યાં જાય છે એ વાત ઉપર વિશ્વાસ કેમ બેસી શકે ? ” આ સિવાય શાસ્ત્રમાં પણ એવું કહેલું સાંભળ્યું છે કે-કાળ બાદ જ ખોવાણ અટક | અર્થાત-કરેલાં કર્મોને ભેગવ્યા સિવાય છૂટકો નથી. શાસ્ત્રા તે આમ કહે છે અને તમે એમ કહે છે કે, જાગ્રત રહેવાથી કર્મો પણ ભાગી જાય છે. આ પ્રમાણે એ બન્ને વાતે પરસ્પર વિરુદ્ધ જણાય છે. આવી અવસ્થામાં જાગ્રત રહેવાથી કે સંકલ્પ કરવાથી કર્મો કે રોગો ભાગી જાય છે એ કેમ માની શકાય ? ”
આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, બન્ને વાતે અમુક અમુક દષ્ટિએ સાચી છે. કર્મને ભગવ્યા વિના છૂટકે નથી એ વાત પણ ઠીક છે અને સંકલ્પ કરવાથી કર્મો અને રોગ પણ ચાલ્યા જાય છે એ વાત પણ ઠીક છે. હવે તમે એમ કહે છે કે, સંકલ્પ કરવાથી કર્મો કે રગે પણ ચાલ્યાં જાય છે, તે પછી બરાડા પાડવા છતાં પણ અમારાં રેગો કેમ જતાં નથી! પણ રોગના સમયે ચીસ પાડવી એ તે નિદ્રાના સમયે બડબડાટ કરવા સમાન છે. નિદ્રામાં બડબડાટ કરે છે તે પોતાની ગલત વધારે બતાવવા સમાન છે. આ જ પ્રમાણે રેગના સમયે ચીસો પાડવી એ તે પિતાની અનાથતા વધારે બતાવવા જેવું છે.
અનાથી મુનિ પણ કહે છે કે “રોગના સમયે હું પણ ચીસો પાડતે તે તે ચીસોને રાગના વધારાનું કારણ સમજી કોઈ સાંભળતું નહિ.” આ જ પ્રમાણે તમે પણ રોગને ચાલ્યા જવાનું કહે છે અથવા તે માટે ચીસ પાડો છો પણ જ્યાં સુધી અધિકારી બની