________________
૨૭૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
| [ ભાદરવા
મુઝસે જે નહી' છલા જાયગા, વહ નર સબસે શર; સર અસર નાગેન્દ્ર નારી, હલે ન ઉસકા નૂર છે ધન. ૩૯ અરિ! મૂર્ખા! મત બેલો ઐસી, નારિ ચરિત જો જાને.
સુર અસુર યેગીન્દ્ર સિદ કે, પલક હાલ વશ આને. ધન ૪૦ કપિલાને હસતી જઈ અભયા રાણી સમજી ગઈ કે આ હાસ્યની પાછળ કાંઈ રહસ્ય રહેલું જણાય છે ! રાણીએ કપિલાને કહ્યું કે, તું શા માટે હસે છે ? કપિલાએ જવાબ આપ્યો કે હું સહેજે હસું છું.
રાણીએ હઠ પકડી કે, જો તું મારી સાથે સંબંધ રાખવા ચાહે છે તે તારે હસવાનું કારણ બતાવવું પડશે. - કપિલાએ વિચાર્યું કે, મેં શેઠની આગળ સેગંદ તે ખાધા છે પણ મેં જે સોગંદ લીધા હતા તે તે સ્વાર્થ સાધવા પૂરતાં લીધાં હતાં. હું તે સ્વાર્થની સાથી છું. આ પ્રમાણે વિચાર કરી કપિલાએ રાણીને બધી વાત કહી સંભળાવી.
હવે સુદર્શને પોતે લીધેલી પ્રતિજ્ઞા પાળવી જોઈએ કે નહિ? કેટલાક લોકે “સામાવાળાએ પ્રતિજ્ઞાન ભંગ કરી નાંખે તે આપણે પણ પ્રતિજ્ઞાને ભંગ કરી નાંખ જોઈએ' એમ વિચારે છે પણ સામાવાળાએ પ્રતિજ્ઞાને ભંગ કરી નાંખે એટલે આપણે પણ પ્રતિજ્ઞાને ભંગ કરી નાંખવો જોઈએ એમ જ્ઞાની અને પુરુષો માનતા નથી. તેઓ તે પ્રાણના ભોગે પણ પિતાની લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરે છે. આ વાત આ ચરિત્ર વર્ણનથી વિશેષરૂપે સમજમાં આવી જશે. જે સુદર્શનની માફક કપિલા પણ પિતાની પ્રતિજ્ઞાનું પાલન કરત તો તે આગળ કાંઈ અનર્થ થાત નહિ, પરંતુ તેણે પ્રતિજ્ઞાન ભંગ કર્યો એટલે જ અનર્થ થયા. પ્રતિજ્ઞાનું પાલન કરવાથી હમેશાં લાભ જ થાય છે. બીજે કોઈ પ્રતિજ્ઞાનું પાલન કરે કે નહિ પણ પિતે તે પ્રતિજ્ઞાનું પાલન અવશ્ય
કરવું જોઈ
- કપિલાએ અભયા રાણીને ઈશારાથી કહ્યું કે, “સુદર્શનને જ્યારે નપુંસક છે તે તેને ત્યાં પુત્રને જન્મ કેવી રીતે થઈ શકે ?”
અભયા રાણીએ જવાબ આપ્યો કે, “એ તે તારી ભૂલ છે. શેઠ તે તને ભ્રમમાં નાંખી છટકી ગયો છે. તે નપુંસક નથી એનું પ્રમાણ આ તેનાં પુત્ર છે. પિતાના રૂપગુણ તથા સ્વભાવ પુત્રમાં ઊતરે છે. તું આ પુત્રને જે કે એ સુદર્શનની જેવા છે કે નહિ ?”
કપિલા સુદર્શનના પુત્રોને જોઈ વિચારવા લાગી કે, વાસ્તવમાં આ પુત્રો સુદર્શનની જેવા જ છે. જે કપિલા આ જાણું શાન્ત બેસી રહેતા તે પણ તે વાત આગળ વધવા પામત નહિ પણ દુષ્ટ લોકે પિતાની વાત મુકતા નથી, અને પિતાની શક્તિને બીજાને નીચે પાડવામાં જ દુરુપયોગ કરે છે. આ નિયમાનુસાર કપિલાએ ઘણી વાત કરી, છેવટે અભયા રાણીને કહ્યું કે, “મેં સુદર્શનની પરીક્ષા કરી જોઈ છે. એ ઉપરથી હું નિશ્ચય પૂર્વક કહી શકું છું કે, તેને અપસરા પણ ડગાવી શકે એમ નથી.”
અભયાએ કપિલાને કહ્યું કે “તું તારા જેવી જ બધાને જાણે છે ! સ્ત્રીઓ શું કરી ન શકે ? પુરુષ સ્ત્રીઓના આંખના ઈશારે નાચવા માંડે છે. રાજા રાજ્ય કરે છે પણ જે