________________
૨૭૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ ભાદરવા
નથી તે કામ નાનાંઆારા થઇ જાય છે એવી વિચિત્રતા સંસારમાં જોવામાં આવે છે. મારી સમજમાં સંસારની આ વિચિત્રતા બતાવવા માટે પણ બહેનાનું વર્ણન કરવામાં આવ્યું હાય ! એ સંભવિત છે. સંસારમાં આ પ્રકારની વિચિત્રતા છે અને એ વિચિત્રતાને કારણે જ આ સંસારનુ' અસ્તિત્વ છે એમ કહેવાય છે.
આ સિવાય જેવા સંબંધ ભાઈ ના ભાઈ સાથે છે તેવા જ સંબંધ બહેનના પણ ભાઈ સાથે છે. સંસારની આવી સ્થિતિ હેાવા છતાં કેટલાક લાકા પુત્રના જન્મથી તે પ્રસન્ન થાય છે અને પુત્રીના જન્મથી દુ:ખી થાય છે. આથી વિશેષ દુ:ખને વિષય તા એ છે કે, કેટલીક શ્રાવિકાઓ પણ એવી હાય છે કે, પુત્રને જન્મ થવાથી તે સુવાવડમાં પુત્ર રક્ષાની પૂરેપૂરી માવજત રાખે છે, પણ જો પુત્રીનેા જન્મ થાય છે તે સુવાવડમાં તેના પ્રતિ ઉપેક્ષા સેવવામાં આવે છે. શું પુત્ર-પુત્રી વચ્ચે આ પ્રકારના ભેદભાવ રાખવા શ્રાવિકા માટે ઉચિત કહેવાય ? જેમને અનાય કહેવામાં આવે છે તે યુરેાપવાસીઓ પણ આવા ભેદભાવ ન રાખતાં, પુત્ર-પુત્રીને સમાન માને છે, એટલું જ નહિ પણ પુત્ર ન થાય તેા પિતાની સંપત્તિની અધિકારિણી તરીકે તે પુત્રીને ગણવામાં આવે છે. આ પ્રમાણે યુરે।પવાસીઓ તે। પુત્ર-પુત્રી વચ્ચે કશેા ભેદભાવ રાખતા નથી, અને તમે આ અને શ્રાવક-શ્રાવિકા થઇને પણ પુત્ર-પુત્રીમાં ભેદભાવ રાખેા એ કયાંસુધી ઉચિત છે, તેને ઉંડા વિચાર કરા. માતા-પિતાના સંબંધે તે તમારે પુત્ર-પુત્રી ઉપર સમભાવ હોવા જોઈ એ, જરાપણ ભેદભાવ ન હેાવા જોઈએ. પુત્ર અને પુત્રી એ બન્નેના સહકારથી જ આ સંસાર ચાલે છે. આ સંસારરૂપી ગાડીનાં એ બન્ને ચક્ર છે. એ બન્ને ચક્રના આધારેજ આ સંસારની ગાડી ચાલી શકે છે, તેમના વિના આ સંસાર ચાલી પણ ન શકે!
સંસારનું આ વૈચિત્ર્ય બતાવવા માટે જ શાસ્ત્રકારાએ બહેનને પક્ષ લીધે છે. અનાથીમુનિએ ભાઈ બહેનના સંબંધ તાડી નાંખ્યા હતા, છતાં પણ તે ભાઈ બહેન સંબંધને સ્વીકાર કરી કહે છે કે, જેટલા પ્રયત્ન માત-પિતા તથા ભાઇઓએ કર્યાં હતા તેટલેા જ પ્રયત્ન બહેનેાએ પણ કર્યો હતા. જ્યારે તે ત્યાગી અનાથીમુનિ પણ બહેનના અધિકારના સ્વીકાર કરે છે તેા પછી તમે ગૃહસ્થ હોવા છતાં કન્યાના અધિકારને કેમ માનતા નથી અને પુત્ર-પુત્રી વચ્ચે આટલા બધા ભેદભાવ કેમ રાખા છે?
આજે તા કેટલાક લેાકેા એમ પણ કહેવા લાગ્યા છે કે, અમને તે। પુત્ર કે પુત્રી કોઈની જરૂર જ નથી. સંતાને બહુ વધી ગયાં છે એટલા માટે અમે તે સંતતિનિરાધના પ્રયત્ન કરીએ છીએ; પરંતુ અત્રે વિચારવા જેવી વાત તે એ છે કે, સંતતિ વધવા કેમ પામી ? સંતતિ તમારી વિષયવાસનાથી જ વધવા પામી છે. હવે જો તમને સંતતિની આવશ્યકતા નથી તેા વિષયવાસનાના ત્યાગ કેમ કરતા નથી ? વિષયવાસનાને તે ત્યાગ કરવા નથી અને કૃત્રિમ ઉપાયાદ્વારા સંતતિના નિરેધ કરી મેાજમઝા માણવી છે. આ કેવું દુષ્કર્મ છે. આ દુષ્કર્માંનું દુષ્પરિણામ જોતાં દુ:ખ થાય છે કે, આ પરાધીન ભારતની જનતામાં કૃત્રિમ ઉપાયેાદ્વારા સંતતિ નિરાધનું ભૂત કયાંથી દાખલ થઈ ગયું ! અને સંયમના આદર્શો કેમ ભૂલાઈ ગયા ? સતિતિનરાધના સાચા ઉપાય સંયમ છે. આ સંયમ માને છેાડ઼ી સ્વચ્છ ંદતાના માર્ગે જવાથી વિષયવાસના ઘટવાને બદલે વધવા પામશે, સ્રીપુરુષનાં