SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮] . શ્રી જવાહિર વ્યાખ્યાને સંગ્રહ [ શ્રાવણ હતી એટલે તે તો અઠ્ઠમ કરી પિષધમાં બેસી ગયો. રાજાને પણ આજે ઉત્સાહ છે, અને સુદર્શનને પણ ઉત્સાહ છે, પરંતુ બન્નેના એ ઉત્સાહમાં ઘણું જ અંતર રહેલું છે. નૃ૫ આદેશે ઈન્દ્ર ઉસ, ચલે સભી પુર બાહર; સજ અંગાર ચલી નૃપનારી, કપિલા ઉસકી લાર. . ધન ૩૧ છે પાંચ પુત્ર સંગ મનેરમાજી, ચલી બેઠ રથ માંય; કપિલા નિરખી અતિ મન હર્દી, નીકે બતલાય. એ ધન. ૩૨ સતી સાવિત્રી લક્ષમી ગૌરીસે, અધિકી ઈનકી કાય; કિસ ઘર યહનારી સુખકારી, શોભા વરણી ન જાય. ધન ૩૩ . રાણી કહે સુન પુહિતાણી, શેઠ સુદર્શન નાર; સત્ય શિયલ ઔર નિયમ ધર્મસે, ઈસકા શુદ્ધ આચાર | ધન ૩૪ . સુહ મચકડો તનકે તેડી, હૈસી કપિલા ઉસ બાર ભેદ પૂછતી અતિ હઠ ધરતી, કહે હૈંસી પ્રકાર છે ધન૦ ૩૫ ભગવાન મહાવીરે કહ્યું છે કે – चउविहे समणसंधे पन्नते तंजहा समणाए समणीए, सावयाए, सावियाए । -શ્રી સ્થાનાંગ સૂત્ર, આ પ્રમાણે ભગવાને ચાર પ્રકારના તીર્થમાં સાધુ સાધ્વીની સાથે શ્રાવક શ્રાવિકાને પણ સમાવેશ કર્યો છે. જે તીર્થ સ્વરૂપ હોય છે તે કે તારક હોય છે અને તે જગતનું કેવું કલ્યાણ કરે છે એ વાત સુદર્શનના ચરિત્ર ઉપરથી જુઓ. સુદર્શન પણ તીર્થ છે. જે તીર્થસ્વરૂપ હોય છે તેમના માથે પિતે તરવાની અને બીજાને તારવાની જવાબદારી રહેલી હોય છે. આમ હોવા છતાં જે તીર્થસ્વરૂપ શ્રાવક પણ જુગાર રમે, પરસ્ત્રી ઉપર કુદષ્ટિ ફેકે અને અહીં તહીં ભટક્યા કરે એવા શ્રાવકને તીર્થસ્વરૂપ શ્રાવક કેમ કહી શકાય ! ભગવાને શ્રાવકના પણ ચાર પ્રકારો બતાવતાં કહ્યું છે કે चत्तारि समनोवासगा पण्णत्ता तंजहा: अदागसमाना पड़ागसमाना, ठाणुसमाणा खरकंटसमाणा । અર્થાત–શ્રાવકો ચાર પ્રકારના છે. કોઈ શ્રાવક કાચની માફક હોય છે, કોઈ ધ્વજાની માફક હોય છે, કોઈ ઠુંઠાની માફક હોય છે અને કોઈ ઝેરી કાંટાની માફક હોય છે. જે કાચની માફક હોય છે તે શ્રાવક અંદર અને બહારથી નિર્મળ હોય છે. જેમ નિર્મળ અરીસામાં મેટું સાફ જોઈ શકાય છે તેમ તેવો નિર્મળ શ્રાવક બીજાને માટે આદર્શરૂપ હોય છે. જે ધ્વજાની માફક હોય છે તે શ્રાવક જેમ હવાથી ધ્વજા કેઈવાર આ બાજુ તે કોઈવાર બીજી બાજુ ઉડે છે તેમ ધ્વજાની જેવો શ્રાવક સમય જોઈને કામ કરે છે. ત્રીજે ડુંડાના જે શ્રાવક એ હોય છે કે, જેમ ગમે તેટલે વરસાદ વરસે અને ગમે તેટલું પાણી સીંચવામાં આવે છતાં ઠુંઠાને ફળફુલ કે પાંદડાં આવતાં નથી, તેમ જે શ્રાવકને ગમે તેટલો સમજાવવામાં આવે છતાં ધર્મમાં પ્રવૃત્ત ન થાય તે ઠુંઠાના જેવો શ્રાવક છે; અને ચોથા પ્રકારને શ્રાવક ઝેરી કાંટાની સમાન હોય છે, અર્થાત જેમ ઝેરી કાંટે પિતે તૂટી જાય છે અને સાથે બીજાને પણ પીડા આપે છે, તેજ પ્રમાણે જે પોતે પણ ખરાબ હોય છે અને બીજાને પણ ખરાબ બનાવે છે.
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy