________________
વદી ૧૨ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૨૬૫
જે જે અવતારો કે મહાપુરુષે પેદા થયા છે તે બધા આ પૃથ્વી ઉપર જ થયા છે. આ પૃથ્વી ઉપર રહીને જેટલું કલ્યાણ પોતાનું અને બીજાનું થઈ શકે છે તેટલું કલ્યાણ બીજે ક્યાંય થઈ શકતું નથી. દેવલોકમાં પણ થઈ શકતું નથી. દેવલોકમાં તે બધા સુખી હોય છે એટલે ત્યાં કોના ઉપર કરુણા કરી શકાય! કરુણા કરવાનું સ્થાન તે આ જ ભૂમી છે. એટલા માટે પોતાનું કલ્યાણ કરવાની સાથે બીજાનું કલ્યાણ કરવાનો ઉત્સાહ રાખો. એમ થવું ન જોઈએ કે, અહીં તે ઉપદેશ સાંભળીને ઉત્સાહ બતાવે પણ અહીંથી બહાર જતાં જ ઉત્સાહને ઓસરી મૂકે. ધર્મના કામમાં તે એવો ઉત્સાહ હો જોઇએ કે જે ઓછા જ ન થાય!
કાલથી પર્યુષણ પર્વને પ્રારંભ થાય છે. આ પર્વ એ ધર્મપર્વ છે, એટલા માટે આ પર્વમાં ધર્મેઘાત કરવા માટે ધર્મને ઉત્સાહ વધારે હોવો જોઈએ.
કેટલાક લોકો આ પર્વમાં પાપ પૂર્ણ પ્રવૃત્તિને પણ ઉપદેશ કરે છે, પણ આ પર્વ ધર્મપર્વ છે એટલા માટે આ પર્વમાં ધર્મારાધન કરે અને પાપ પ્રવૃત્તિથી બચો! અનાથી મુનિનો અધિકાર––૨૮
હવે અનાથી મુનિની વાત કહું છું. અનાથી મુનિની અનાથતાનું વર્ણન સાંભળી રાજા શ્રેણિકને ઘણું આશ્ચર્ય થઈ રહ્યું છે. | મુનિએ માત પિતા તરફની અનાથતાનું તે વર્ણન કર્યું. હવે ભાઈના તરફથી તેમને કેવી અનાથતા હતી તેનું વર્ણન કરે છે -
भायरो मे महाराय ! सगा जिट्टकणिट्ठगा।
न य दुक्खा विमोयंति, एसा मज्झ अणाहया ।। २६ ॥ “હે રાજન! મારે સગા નાના મોટા ભાઇઓ પણ હતા. તે નામના ભાઈઓ ન હતા પણ સાચા સાદર હતા.
હે રાજન ! સંસારમાં સાચા ભાઈઓનું મળવું બહુ જ મુશ્કેલ છે. હા, જે લોકો ધનવૈભવને જ આધક માને છે તેમની દૃષ્ટિમાં તે ભાઈઓ વૈરી સમાન હોય છે. તેઓ એમ માને છે કે, ભાઈએ માતાના પેટમાં જન્મીને મને માતાના દૂધથી વંચિત કરી નાંખ્યો, જન્મ લઈને માતા-પિતાના સ્નેહમાં ભાગ પડાવ્યો અને મોટો થઈને ધનમાં પણ ભાગીદાર બન્યો. આ પ્રકારની માન્યતાવાળા લોકો ભાઈને પણ વૈરી માને છે પરંતુ હે રાજન ! મારે એવા ભાઈઓ ન હતા, જેઓ મને શત્રરૂપે માનતા હોય ! મારા ભાઈઓ તે પોતે સંકટ સહન કરીને પણ મારી રક્ષા કરે એવા હતા. રામ અને લક્ષ્મણ, ભગવાન મહાવીર અને નંદિવર્ધન એ બંધુ બેલડી જેવા મારા ભાઈ ઓ હતા.
જ્યારે કૈકેયીને કારણે રામ વનમાં જવા લાગ્યા અને તેની ખબર લક્ષ્મણને પડી ત્યારે લમણુ ખૂબ ધી થયા. લક્ષ્મણના ક્રોધને જોઈ રામ કહેવા લાગ્યા કે, “તું ભાઇનું ગૌરવ વધારવા ચાહે છે કે ઘટાડવા!” આ સાંભળી લક્ષ્મણ શાન્ત પડી ગયા અને રામને કહેવા લાગ્યા કે, “ આપ જેમ કહેશે તેમ કરીશ, પણ આપથી વિખૂટે ન પડું અને આપની સેવામાં રહું એ જ હું ચાહું છું.”