________________
વદી ૧૦ ].
રાજકેટ-ચાતુર્માસ
[ ૨૫૧
શીલ છે પણ અત્યારે તેને વધારે વેદના થતી હોવાથી તે સહી શકતો નથી; ત્યારે જ તે દુઃખી થાય છે. બેટા ! હમણાં જ તારું દુઃખ દૂર કરું છું, એમ વારંવાર તેઓ કહેતા હતા.
पिया मे सव्व सारंपि, दिज्जा हि मम कारणा ।
न य दुकखाउ विमोयन्ति, एसा मज्झ अणाहया ॥ २४ ॥ આજકાલ પૈસાને મોટો માનવામાં આવે છે કે પિતાના પુત્રને ! આજકાલ તે બધા પિતાની સાથે મિત્રતા બાંધે છે. એવી કહેવત જ ચાલુ થઈ પડી છે કે –
માત કહે મેરા પૂત સપૂતા, બહન કહે મેરા ભૈયા |
ઘરકી જેરુ ચાં કહે, સબસે બડા રૂપિયા છે આજકાલ તો એવું પણ સાંભળવામાં આવ્યું હશે કે પૈસાના માટે પિતાએ પુત્રને કે પુત્રે પિતાનું ખૂન કરી નાંખ્યું હોય ! કેટલાક લોકો તે પુત્રનો અર્થ જ એ કરે છે કે જે કમાવીને આપે તે જ પુત્ર છે. આવી દશામાં પૈસે મોટે થે કે પુત્ર!
અનાથી મુનિ કહે છે કે, હે રાજન ! મારા પિતા એવા ન હતા. તેઓ પુત્રની આગળ પૈસાને મહત્ત્વ આપતા નહિ ! જ્યારે વૈદ્યો મારું શરીર તપાસવા આવ્યા ત્યારે મારા પિતાએ વૈદ્યોને કહ્યું કે, મારા આ પુત્રને સાજો તાજો કરી આપે તે હું મારું બધું આપી દેવા તૈયાર છું. હું મારા ઘરની બધી સાર રૂપ ચીજ આપને આપીશ અને હું ખાલી હાથે બહાર નીકળી જઈશ; પણ ગમે તે રીતે મારા પુત્રને સાજો કરો ! ધન કરતાં મારો પુત્ર મને વધારે વહાલો છે, માટે મારા પુત્રની ગમે તે ભોગે રક્ષા કરે. વાસ્તવમાં આંતિ-રક્ષાતીતિ ઉતા અર્થાત જે રક્ષણ કરે, પાલન પોષણ કરે તે જ પિતા છે. આજ પ્રમાણે પુત્રની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, પુનાતોતિ પુત્ર અર્થાત જે પવિત્ર કરે તે પુત્ર. આ વ્યાખ્યાને એવો અર્થ નથી કે મર્યાબાદ પુત્ર સ્વર્ગમાં મોકલી આપશે. એવો અર્થ તે કોઈ સ્વાર્થીએ કર્યો હશે ! વાસ્તવમાં તો પિતાને જે પવિત્ર કરે તે જ પુત્ર છે.
મુનિ કહે છે કે, હે રાજન ! મારા પિતા, પિતાપુત્રના આ સંબંધને બરાબર જાણતા હતા. એટલા જ માટે તેઓ વૈદ્યોને વારંવાર કહેતા હતા કે, મારા પુત્રને સાજે તાજો કરી આપે તે તમે જે માંગો તે આપવા તૈયાર છું. પિતાના આ પ્રલોભનથી વૈદ્યો બહુ સાવધાનીપૂર્વક મારી દવા કરવા લાગ્યા; પણ મારો રોગ શાંત થયો નહિ. આવી મારી અનાથતા હતી. પિતા અને પિતાને માનતા હતા અને હું પિતાને પોતાના માનતા હતા, પણ વાસ્તવમાં હું તેમનો ન હતા અને તેઓ મારા ન હતા. અને એટલા માટે તેઓ મને દુઃખમુકત કરી ન શક્યા તેમ હું પણ તેમને દુ:ખમુકત કરી ન શકો. જે હું અનાથ હતો, તેવા જ મારા પિતા પણ અનાથ હતા. અનુયોગદ્વાર સૂત્રમાં એક ઉદાહરણ આપવામાં આવેલ છે, જેને સાર એ છે કે –
પાન ઝરન્તા દેખકર, હંસી જે કુંપરિયાં
માય બીતી તેય બીસી, ધીરી વાપરિયાં છે પાંદડાં જ્યારે પાકીને પડવા લાગે છે ત્યારે કુંપળો કુટે છે. પાંદડાને નીચે પડતાં જોઈ પળે હસીને કહેવા લાગ્યાં કે હવે તમે પડી ગયા. હવે અમે મજા કરીશું. આ