________________
વદી ૩]
રાજકેટ-ચાતુર્માસ
[૨૧૩
થઈ હશે તે કોણ જાણે ? આ પ્રમાણે ઋદ્ધિ પામીને ઘણું માણસે કુમાર્ગે પણ ચડી જાય છે અને બહુ જ ઓછા માણસે ઋદ્ધિ પામીને સદભાગ્યે સન્માર્ગે ચાલી મર્યાદાનું પાલન કરે છે. સુદર્શન ચરિત્ર–૨૨ - હવે ધનની અદ્ધિ પામવા છતાં પણ મર્યાદાનું બરાબર પાલન કરનારની કથા કહેવામાં આવે છે.
નગરશેઠ પદ રાય મા મિલ, દિયા ગુણદધિ જાન,
સ્વ કુટુંબ સમ સબકી રક્ષા, કરતે તજ અભિમાન. ધન રમો લતા પુષ્પ સમ સબ હિતકારી, હુઆ સુદર્શન શેઠ,
રાજ સાજ કે ચઢે વૃક્ષ છે, કભી ન કરતે એઠ રે. . ધન ૨૧૫. સુદર્શનની જે કથા તમને કહેવામાં આવે છે તે ઇતિહાસ નહિ પણ ધર્મકથા છે. ધર્મકથાને આશ્રય લઈ જેમ સુધારા-સંબંધી મનની ભાવના વ્યક્ત કરી શકાય છે તેમ હું પણ આ ધર્મકથાદ્વારા મારા મને ગત વિચારો વ્યક્ત કરું છું.
જિનદાસ શેઠના મરણ બાદ નગરશેઠ કોને બનાવ એ વિષે રાજા અને પ્રજાજને વિચાર કરવા લાગ્યા. પ્રજાજને રાજાને કહેવા લાગ્યા કે, જિનદાસ શેઠ તે મરણ પામ્યા પણ તેમનું સ્થાન તેમના સંસ્કારી પુત્રને સોંપતા ગયા છે. તેને નગરશેઠ બનાવો જોઈએ, તે નગરશેઠ બનવાને લાયક પણ છે.
રાજા અને પ્રજા કોઈને નગરશેઠ શા માટે બનાવે છે તે અત્રે જોવાનું છે. રાજા અને પ્રજા બન્નેને જે પ્રતિનિધિ હોય છે તે જ નગરશેઠ બની શકે છે. આજે તે લોકો પદવીના પ્રલોભનમાં પડી જઈ પ્રજાને દુઃખ આપનારાં કાયદાઓ બનાવવામાં રાજાને સહાયતા આપે છે પણ પ્રજાને કષ્ટમુક્ત કરવાનું ધ્યાન આપતા નથી. - સાચો નગરશેઠ તે રાજા અને પ્રજા વચ્ચે પુરુષ હોય છે. તે બન્નેને વિશ્વાસપાત્ર હોય છે. નગરશેઠ રાજા અને પ્રજા બન્નેને ધર્મ જાણે છે અને બન્નેને ધર્મપાલનમાં દઢ કરે છે. તે રાજા દ્વારા પ્રજાને દુઃખ થતું હોય તો તે દુઃખ દૂર કરી પ્રજાની પિતાના પ્રાણથી પણ રક્ષા કરે છે; અને પ્રજાહિત માટે રાજાએ બનાવેલા નિયમોને ભંગ પણ થવા દેતા નથી. રાજા અને પ્રજા બન્ને વચ્ચે પ્રેમભાવ પેદા કરે એ નગરશેઠનું મુખ્ય કર્તવ્ય છે. બંનેમાં પ્રેમભાવ પેદા કરવા માટે નગરશેઠને બન્નેને વિશ્વાસ સંપાદન કરવો પડે છે.
આ બાજુ નગરશેઠની સ્થિતિ કેવી હોય છે તેની મને ખબર નથી કારણ કે આ બાજુ હું પહેલ વહેલે આવ્યો છું. પણ ઉદેપુરમાં પ્રેમચંદ્રજી નામના સત્યનિષ્ઠ તમારા સહધર્મી રહેતા હતા તે જે કે સાધારણ સ્થિતિના હતા, પણ લાંચરૂશ્વત અને ચાડીચુગલીથી તે હમેશાં દૂર રહેતા હતા. રાણા સ્વરૂપસિંહજી રાજ્યગાદી ઉપર આવ્યા તે પહેલાં પ્રેમચંદ્રજી બાગારની હવેલીમાં કામકાજને અંગે જતા આવતા હતા; પ્રેમચંદ્રજીની રહેણી કરણી અને તેની પ્રમાણિકતા જોઈ રાણું સ્વરૂપસિંહજી કહેતા કે, “જો હું મેવાડને રાણે બનીશ તે પ્રેમચંદ્રજીને નગરશેઠ બનાવીશ.' કાળબળે સ્વરૂપસિંહજીને મેવાડનું રાજ્ય મળ્યું.