________________
૨૦૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ પ્રાપ્ત થતાં મને શાતિ થઈ છે. એટલા માટે રાજ્ય આદિની ખટપટમાં હું પડવા ચાહત નથી.
રાજાએ કહ્યું કે, હું મારા વચનાનુસાર તમને લખી દઉં છું કે, હું તમારે આજીવન સેવક રહીશ અને જે શત્રુ ચડી આવશે તેનાથી તમારું રક્ષણ કરીશ, માટે તમે સુખેથી રાજ્ય કરે ! - કપિલે જવાબ આપ્યો કે, હે ! રાજન ! હવે રાજ્ય કરવાને મારો મેહ રહ્યો નથી. પણ હું તમને પૂછું છું કે, હું ત્યારે તમારું બધું રાજ્ય વરદાનમાં માંગી લેત તે તમે મારી સાથે વેર રાખત કે નહિ ?
રાજાએ ઉત્તર આપ્યો કે, હું તે વખતે તે વેર બંધાત. કપિલે કહ્યું કે, આમ હવા છતાં પણ અત્યારે તમે પોતે જ રાજ્ય આપી રહ્યા છે તે મારા ત્યાગને જ પ્રતાપ છે ને? જે ત્યાગને અપનાવવાથી જ રાજ્ય મળે છે તે ત્યાગનું મહત્વ કેટલું બધું છે ? રાજ્ય માટે હું ત્યાગને કેમ છેડી શકું?
આ સાંભળી રાજાએ કહ્યું કે, મહારાજ ! આપનો મેહ તે દૂર થયો છે એટલે આપને કાંઈ કહેવું નકામું છે. તમારી માફક હું સાધુ તે થઈ ન શકું, પણ આપ મને ઉપદેશ આપે જેથી હું મારું કર્તવ્ય બરાબર સમજી શકું, કપિલે રાજાને ઉપદેશ આપે અને પછી આત્મકલ્યાણ સાધવા જંગલમાં ચાલ્યા ગયા. ત્યાં પણ પાંચસો ભયંકર ચોરેને ઉપદેશ આપ્યો અને તેમને પણ સુધાર કર્યો. અંતે કપિલમુનિ કેવલી થઈ સિદ્ધ થયા.
આ દષ્ટાંત કહેવાને સાર એ છે કે, દીનતા કરવાને સ્વભાવ તે દરેકમાં હોય છે પણ દીનતા એવા લેકોની આગળ કરવામાં આવે છે કે જેમની આગળ દીનતા કરવાથી દીનતા વધવા પામે છે. જેમને નાથ બનાવવામાં આવે છે તેઓ જ અનાથ બનાવી દે છે. આવા લેકેની પાસે જવાથી દીનતા દૂર થઈ શકતી નથી, તેમ તે લોકો અનાથતા દૂર કરી શક્તા નથી. પરમાત્માને શરણે જવાથી અને બીજાની પાસે દીનતા કરવાનું છેડવાથી જ દીનતા અને અનાથતા દૂર થઈ શકે છે. મુનિ પણ રાજાને એ જ કહે છે કે, હે ! રાજન ! મેં તને અનાથ શા માટે કહ્યા છે તે તું જાણતા નથી. હું તને સનાથ અને અનાથના ભેદ સંભળાવું છું, તે સાવધાનીપૂર્વક-શાંત ચિત્તે સાંભળ. મુનિ શું કહે છે તેને વિચાર હવે પછી કરવામાં આવશે. સુદર્શન ચરિત્ર-૨૧
જે વસ્તુ અનેક પ્રયત્ન કરવા છતાં પણ પ્રાપ્ત થતી નથી તે જ વસ્તુ, પિતાના આત્મા ઉપર અધિકાર મેળવવાથી કેવી રીતે પ્રાપ્ત થાય છે, એ વાત કથાકારા કહું છું. સુદર્શન અને મનેરમા ધાર્મિક અને વ્યવહારિક કામમાં એવા દક્ષ હતાં કે જેથી બધા લોકો તેમનાથી પ્રસન્ન રહેતાં હતાં.
તમે કહેશો કે, અમે વ્યવહાર તે સુધારીએ જ છીએ. આપ તે આત્માને સુધાર કેમ થાય એ જ બતાવે. પણ આધ્યાત્મિક અને વ્યાવહારિક એ બન્નેને સુધાર કરવાની આવશ્યક્તા છે. જ્યાં સુધી બન્નેને સુધાર થાય ત્યાંસુધી સુધાર અપૂર્ણ છે. કોઈ