________________
શુદી ૧૩]
રાજકેટ–ચાતુર્માસ
[૧૯૫
જેમની પાસે ગાળે છે તે ગાળે આપે છે. જેમની પાસે જે વસ્તુ હોય તે વસ્તુ બીજાને આપી શકે. એટલા માટે એમાં ખરાબ માનવાની કોઈ જરૂર નથી.
કહેવાને આશય એ છે કે, જેમનામાં ગાળો ભાંડવાનાં સંસ્કારો હશે તે બીજાને ગાળો જ ભાંડશે. માટે પહેલેથી સારા સંસ્કારો પાડે. ભૂલેચૂકે પણ કડવી વાણી બોલો. નહિ. સારા સંસ્કારોને જીવનમાં ઉતારવા માટે હમેશાં સત્સંગતિ કરવી જોઈએ.
મીઠી વાણું બેલવાને અભ્યાસ કેવી રીતે પાડવો જોઈએ એને માટે પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજે એક દષ્ટાંત આપ્યું હતું કે –
એક બંગડીવાળો લાખની બંગડીઓ ગધેડી ઉપર લાદી બજારમાં વેચવા જતો હતો. આજકાલ તે અનેક પ્રકારની રંગબેરંગી બંગડીઓ નીકળી છે અને એ પ્રમાણે વિદેશી બંગડીઓ દ્વારા વિદેશેએ બહેનોને હાથ પકડી રાખ્યો છે; પરંતુ પહેલાં લાખની બંગડીઓનો પ્રચાર વિશેષ હતું. બંગડીવાળે લાખની બંગડીઓઓની ગધેડી ઉપર લાદી બજારમાં વેચવા જતો હતો. જ્યારે ગધેડી ધીરે ધીરે ચાલતી ત્યારે તે “મારી મા ! મારી બેન ! ચાલ” એમ કહી તે હંકારતો હતો. બંગડીવાળાનું આ કથન સાંભળી ઘણા લોકો હસતા અને કહેતા કે, “તમે આ ગધેડાને બે બહેનના નામથી કેમ સંબોધે છે ?' આ પ્રશ્નના જવાબમાં તે બંગડીવાળો કહેતા કે “જે હું આ ગધેડીને ગાળો ભાંડું તો મને ગાળે ભાંડવાનો અભ્યાસ થઈ જાય. મારો ધંધે બંગડી વેચવાનો છે. મારે ત્યાં સારા ઘરની સ્ત્રીઓ બંગડીઓ ખરીદવા આવે છે. જે ગાળો આપવાને મને અભ્યાસ થઈ જાય તો તે કઈ મારે ત્યાં બંગડીઓ ખરીદવા આવે નહિ અને મારે ધંધે પણ ચાલે નહિ.”
આ જ પ્રમાણે તમારે પણ વિચારવું જોઈએ કે, હું શ્રાવક છું અને વ્યાપારી છું તે મારા મોઢામાંથી અપશબ્દ કેમ નીકળી શકે ! રાજાએ મુનિને અસત્ય ન બોલવાને ઉપાલંભ તે આખે, પણ તે બહુ જ મર્યાદાપૂર્વક. આ પ્રમાણે જે મર્યાદાપૂર્વક વ્યવહાર કરે છે તે જ વિવેકવાન છે, અને જે દરેક વાતમાં વિવેક રાખે છે તેનું કલયાણું થાય છે. હવે મર્યાદાપૂર્વક જીવન વ્યવહાર ચલાવનારની કથા કહું છું. સુદર્શન ચરિત્ર–૨૦
રૂ૫ કલા યૌવન વય સરખી, સત્યશીલ ધમવાન; સુદર્શન ઔર મનેરમા કી, જેડી જુડી મહાન. એ ધન ૧૭ છે શ્રાવક વ્રત દેને લીના, પૌષધ ઓર પચ્ચખાન;
શુદ્ધ ભાવસે ધર્મ આરાધે, અઢલક દેવે દાન. ધન ૧૮ સુદર્શનની સાથે મને રમાને વિવાહ થયે. આજે લગ્ન પ્રથાને સામાન્ય માનવામાં આવે છે પણ વાસ્તવમાં લગ્નપ્રથા એ સામાન્ય નથી. આ પ્રથાની પાછળ મહાન આદર્શ રહેલો છે. આ વિવાહપ્રથા ભગવાન ઋષભદેવે પ્રચલિત કરી હતી. મનુષ્યસમાજને મર્યાદિત બનાવવા માટે અને સામાજિક શાન્તિ સ્થાપિત કરવા માટે ભગવાને આ વિવાહપ્રથાનો પ્રચાર કર્યો હતો. જન ગ્રન્થાનુસાર ભગવાન ઋષભદેવને સુમંગલા સાથે વિવાહપદ્ધતિ પ્રમાણે વિવાહ થયા હતા. તેમની પહેલાં લગ્નપ્રથા ન હતી, પણ ભગવાને જોયું કે