________________
૧૮૮ ].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
જિનદાસ શેઠ સુદર્શનને યોગ્ય કન્યાની તપાસ કરવા લાગ્યા. તપાસ કરતાં મનેારમાં નામની સુગ્ય કન્યા સુદર્શનને યોગ્ય લાગી. મનોરમા પણ સુદર્શનના જેવા જ ઊંચા વિચારો ધરાવતી હતી અને શીયળવતી હતી. મનેરમાના માતાપિતા પણ તેના વિવાહ . વિષે વિચાર કરતા હતા. તેમણે મને રમાને પૂછયું કે, બેટા ! હવે તું વિવાહને યોગ્ય થઈ છો તો તારે વિવાહ કેવા પુરુષની સાથે કરે તે કહે? -
શું કન્યાની વિવાહવિષયક સલાહ પૂછવી ઉચિત છે ? આજકાલ હજી વરની સલાહ પૂછવામાં આવે છે, પણ કન્યાની વિવાહવિષયક સલાહ પૂછવામાં આવતી નથી. કેટલાક લેકે એમ કહે છે કે, સ્ત્રીઓ બ્રહ્મચર્ય પાળી શકતી નથી પણ આ માન્યતા નિર્મલ અને ખોટી છે. પ્રાચીન સમયમાં કન્યાની પણ વિવાહવિષયક સલાહ પૂછવામાં આવતી હતી અને વરની પસંદગી કરવાની તેમને છૂટ આપવામાં આવતી અને તે માટે માતાપિતા સ્વયંવર પણ રચાવતા, કે જેમાં કન્યા પિતાના વરની પસંદગી કરી લેતી. જે કન્યા બ્રહ્મચારિણી રહેવા ચાહતી તે તેને બ્રહ્મચર્ય પાળવાની છૂટ આપવામાં આવતી ભગવાન
ઋષભદેવની બ્રાહ્મી અને સુંદરી નામની બન્ને કન્યા વિવાહને યોગ્ય થઈ એટલે ભગવાન વિચાર લાગ્યા કે આમને વિવાહ કેની સાથે કરવામાં આવે ! બન્ને પુત્રીઓ ભગવાનને વિચાર જાણી ગઈ અને તેમને કહ્યું કે, પિતાજી ! આપ અમારી ચિંતા ન કરો. અમે તમારી પુત્રી મટી જઈ કોઈની સ્ત્રી બનીએ એ અમારાથી બની શકશે નહિ. આ પ્રમાણે બન્ને બહેને આજીવન “બ્રહ્મચારિણું' રહી; તો પછી કન્યાઓ બ્રહ્મચર્ય પાળી શકતી નથી એમ કેમ કહી શકાય ! હા, વિવાહ ન કરતાં ઉન્માર્ગે જવું ખરાબ છે, પણ બ્રહ્મ ચારિણું થવું એ કાંઈ ખરાબ કામ નથી. સારું જ કામ છે. બ્રહ્મચારિણું રહીને કન્યાઓ જનસમાજની વધારેમાં વધારે અને સારામાં સારી સેવા બજાવી શકે છે. અહમદનગરમાં અમેરિકન મિશનની કુમારી કન્યાઓ એવી જનસેવા કરતી હતી કે બધા લોકે તેમની પ્રશંસા કરતા હતા. એવી કન્યાઓ બ્રહ્મચારિણી રહીને સમાજની સેવા કરે તે કાંઈ ખરાબ છે ? હું બળાત્કારે બ્રહ્મચર્ય પાળવાની કે વિવાહ કરવાની વાત કહેતે નથી. એ તો પિતપતાની ઈચ્છા ઉપર આધાર રાખે છે. - સુદર્શન અને મનોરમાની જોડી સમાન હતી. બન્નેએ વાતચીત કરી એક બીજાના વિચાર જાણી લીધા. આજે તે લગ્નની ઘણી ધમાલ કરવામાં આવે છે પણ પહેલાં એક જ દિવસમાં વિવાહ અને સગાઈ બન્ને થઈ જતાં. મનેરમા અને સુદર્શનને વિવાહ વિધિપૂર્વક થયો. સંતાને યોગ્ય થાય ત્યારે માતાપિતાનું શું કર્તવ્ય છે એ જિનદાસ અને અર્હદાસીનાં કાર્ય ઉપરથી જુઓ. માતાપિતા જે સંતાને સમક્ષ કઈ આદર્શ ઉપસ્થિત કરે તે સંતાને પણ એ આદર્શને અનુસરે છે. જિનદાસ કે આદર્શ ઉપસ્થિત કરે છે એ વિષે હવે પછી આગળ વિચાર કરવામાં આવશે.