________________
શુદી ૧૨ ]
રાજકેટ-ચાતુર્માસ
[ ૧૮૫
સંસારીનું સુખ કાચું, પરણું રંડાવું પાછું, તેને ઘેર કેમ જઈએ રે, મોહન પ્યારા–મુખડાની પ્રીતિ લાગી રે.”
હે! સખી ! તું રાણાને વિષે જે કાંઈ કહે છે તેથી વિશેષ રાણું વીરપુરુષ હશે ! માટે એમના વિષે કાંઈ કહેવાનું નથી પણ હું એટલું જ પૂછું છું કે, મારા પિતાએ મને રાણાને સોંપી છે અને હું રાણાની પાસે જઈ દાસી થઈને પણ રહું, પણ રાણા અને વિધવા નહિ બનાવે એની ખાત્રી શી ?
જે રાણા અને અખંડ સૌભાગ્યવતી રાખશે, વિધવા નહિ બનાવે, તે રાણાની પાસે રહેવામાં મને વાંધો નથી. પણ રાણે જે એવી ખાત્રી આપી શકે નહિ, અને મારા હાથની વાત નથી એમ કહે તો, હું તેમને પતિ બનાવું અને પછી મને વિધવા બનાવે તે મારું ભાગ્ય અખંડ કેમ રહી શકે ? એટલા માટે મેં એ પતિ બનાવે છે કે જે મારું સિભાગ્ય સદાને માટે અખંડ રાખે. મીરાની માફક જ આનંદઘનજી નામના ફકડ યોગીએ પણ કહ્યું છે કે
અષભ અનન્દ પ્રીતમ માહરા ઔર ન ચાહું કન્તા રીઝ સાહબ સંગ ન પરિહરે ભાગે સાદિ અનન્ત /
ભગવાનની સાથે વૃદ્ધ, યુવાન, બાળક, ધનવાન કે ગરીબ બધાંય લગ્ન કરી શકે છે. ભગવાનની સાથે લગ્ન કરવામાં જાત-પાતને જરાપણ ભેદ નથી. તે વિવાહ અલૈકિક છે. એ અલૌકિક પ્રીતમની સાથે ત્યારે જ લગ્ન થઈ શકે છે, જ્યારે કિક પ્રીતમને ત્યાગ કરવામાં આવે છે. તેમની સાથે જે લગ્ન કરવામાં આવે છે તે અખંડ હોય છે ! પરમાત્માની સાથે લગ્ન ન કરતાં લૌકિક પ્રીતમની સાથે લગ્ન કરવામાં આવે તે એ અવસ્થામાં પતિનું મૃત્યુ થયે વિધવા પણ થવું પડે છે, અને રોવાને પણ વખત આવે છે. જો રોવાની અને વિધવા થવાની ઈચ્છા ન હોય તે પરમાત્માની સાથે લગ્ન સંબંધ જોડે. હું તો એ લગ્નસંબંધ જોડનાર પુરહિત છું. એટલા માટે એ વિષે વધારે કાંઈ કહી શકતો નથી, પણ જેઓ પરમાત્માની સાથે લગ્નસંબંધ જોડવા ચાહતા હશે તેમને લગ્નસંબંધ જોડી આપીશ ! અમે તે પરમાત્માની સાથે લગ્નસંબંધ જોશે છે અને તેથી હું મારા સાધુએને કહું છું કે, આપણે પરમાત્માની સાથે લગ્નસંબંધ જોડ્યો છે એટલા માટે આપણે શ્રાવકના કે ક્ષેત્ર આદિના પ્રલોભનમાં પડી જવું ન જોઈએ.
તમે લોકો સંસારની જે વસ્તુ સાથે સંબંધ કરવા ચાહો છે તે વસ્તુને પહેલાં પૂછી જુઓ કે, તે તમને છોડીને ચાલી તે નહિ જાય ને ? તમે તમારા શરીરનાં અંગોને હાથ-પગ, કાન-નાક, આંખ વગેરેને પૂછી જુઓ કે, તેઓ તમને અંત સમય સુધી સાથ તે આપશે ને ? દગો તે નહિ આપે ને ? જે તમને દગો આપે તે પછી તમે તેને પિતાનાં કેમ માની શકે? અને તેની સાથે સંબંધ પણ કેમ જોડી શકે ? ભક્ત કે એ વાતને બરાબર જાણે છે કે, સંસારની કોઈ પણ ચીજ અંત સમય સુધી સાથ આપતી નથી. અધવચ્ચે જ દગો આપે છે, એટલા માટે ભકત સંસારની કોઈપણ ચીજ સાથે