________________
શુદી ૧૧ ]
- રાજકેટ-ચાતુર્માસ
[ ૧૭૧
વક્ષઃસ્થલ પ્રશસ્ત હોય છે, કપાળ પહોળું હોય છે અને જેમનાં શરીરનાં અંગો પૂર્ણ વિકસિત હોય છે તે ભાગ્યવાન અને ગુણવાન ગણાય છે. અનાથી મુનિની આકૃતિ સુંદર હતી એટલા માટે તેમની ઋદ્ધિ પણ સ્પષ્ટ જણાતી હતી.
આ વિષે ટીકાકાર કહે છે કે, જ્યાં આકૃતિ સારી હોય છે ત્યાં ગુણો વસે છે અને જ્યાં ગુણો હોય છે ત્યાં લક્ષ્મી વસે છે; કારણ કે લક્ષ્મી ગુણવાનને જ વરે છે. ગુણહીનને નહિ.
આ ઉપરથી કોઈ એમ કહે કે, લક્ષ્મી તો કઈ ગુણહીનની પાસે પણ જોવામાં આવે છે ! તે આને ઉત્તર એ છે કે, તમને ભલે ગુણો જોવામાં આવતાં ન હોય પણ તેનામાં વ્યાવહારિક ગુણે તો અવશ્ય હોય છે. - આ પ્રમાણે જ્યાં ગુણ હોય છે ત્યાં લક્ષ્મી પણ વસે છે, તથા ત્યાં નેકર-ચાકર વગેરે ઉપર આજ્ઞા પણ ચાલે છે. આ આજ્ઞાનું પાલન થવું એ જ રાજ્ય છે. જેમની આજ્ઞાનું બરાબર પાલન થાય છે, તે જ રાજા છે.
રાજાએ મુનિને કહ્યું કે, “તમે દુઃખને કારણે સંયમ ધારણ કર્યો છે એ મને ઠીક નથી લાગતું. તમે આવા ઋદ્ધિમાન છો છતાં તમારું રક્ષણ કરનાર કોઈ નાથ ન હોય એ કેમ બની શકે ? વળી તમે કહે છે તે પ્રમાણે દુઃખને કારણે સંયમ ધારણ કર્યો છે તે દુઃખને સહેતાં સંયમને કેવી રીતે વહન કરી શકશે?” એટલા માટે–
होमि नाहो भयंताणं, भोगे भुंजाहि संजया।
fમનાÉપરિવું, માગુસ્સે ૭ જુદું ?? | “હે ભદન્ત ! હે પૂજ્ય! તમને વિશેષ કાંઈ ન કહેતાં થેડામાં એટલું જ કહું છું કે, આપે જે અનાથતાના દુઃખને કારણે સંયમ ધારણ કર્યો છે તે અનાથતાનું દુઃખ દૂર કરવા માટે હું તમારો નાથ બનું છું. જ્યારે હું તમારો નાથ બની જઈશ તે પછી તમને કોઈ વાતની ખામી રહેશે ખરી ? એટલા માટે હે સંયતિ! ચાલે, સંયમને છોડે
અને ભેગેને ભગવો.” - રાજા સંયતિને ભોગ ભોગવવા માટે કહે છે, પણ શું તે ઓછી બુદ્ધિવાળો હતો કે,
આ પ્રમાણે એક મુનિને કહ્યું ! રાજા એ એછી બુદ્ધિવાળો ન હતો, પણ એના કથનની પાછળ કયું રહસ્ય રહેલું છે તથા ગણધરોએ શાસ્ત્રમાં એ વાતનો ઉલ્લેખ શા માટે કર્યો છે એ સમજવાની જરૂર છે. આજે પણ તમે જુઓ છો કે, જેમની પાસે ભેગે છે તેમને ભોગ માટે કઈ આગ્રહ કરતું નથી, પણ જેઓ ભગના ત્યાગી છે તેમને આગ્રહ કરનારા ઘણા લોકો મળી જાય છે. જેમકે ઘણા લોકે રહેવા માટે અહીં તહીં ભટકે છે પણ કોઈ તેને પોતાને ત્યાં રાખતું નથી. પણ જો કોઈ દીક્ષા લેવાનો વિચાર કરે છે તે એને એવા કહેનારા લોકો ઘણા મળી આવે છે કે, તમે દીક્ષા શા માટે લ્યો છે, ચાલો મારે ત્યાં રહેજે આ પ્રમાણે જે આગ્રહ કરવામાં આવે છે તે ભેગના ત્યાગનો જ પ્રતાપ છે. પણ જેઓ ત્યાગી નથી પણ ભોગી છે તેમને ભેગની વસ્તુ પણ મળતી નથી તેમ તેમને કાઈ આગ્રહ પણ કરતું નથી !