________________
૧૬૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ ના શબદને અર્થ તે રાજાની સાથે સંબંધ ધરાવે છે અને ત્યાં “રાજા તું સમજ' એ અર્થ થાય છે, અને નામિ શબ્દનો અર્થ મુનિની સાથે સંબંધ ધરાવે છે, અને ત્યાં “મારી ઉપર જરાપણ અનુકંપા કરનાર કોઈ ન હતું” એ તેનો અર્થ થાય છે.
મુનિનો ઉત્તર સાંભળી રાજા આશ્ચર્યમાં પડી ગયો કે, આ તે આવી ઋદ્ધિથી સંપન્ન છે છતાં પિતે અનાથ છે અને પિતાની અનાથતાને કારણે સંયમ ધારણ કર્યો છે એમ કેમ કહે છે ! એમનું આ કથન તે એના જેવું છે કે “ચિન્તામણિ કહે કે મને કઈ રાખતું નથી, કલ્પવૃક્ષ કહે કે મારો કેઈ આદર કરતું નથી અને કામધેનુ કહે કે મને કઈ ઉભવા સ્થાન આપતું નથી ! જેમ ચિન્તામણિ, કલ્પવૃક્ષ કે કામધેનુને કોઈ આદર આપતું નથી એ કથન અસંભવ જેવું છે, તેમ આ મુનિ કે જેમના શરીરમાં શંખ, ચક્ર, પદ્મ આદિ શુભ લક્ષણ છે એમને કોઈ નાથ ન હોય, કોઈ રક્ષક ન હોય કે એમને કોઈ મિત્ર ન હોય એ કેમ બની શકે?
કવિઓ કહે છે કે, હંસથી કદાચ વિધાતા નારાજ થાય તે તેને રહેવાનું કમલવન ઉજજડ કરી શકે, કે તેને માનસ સરોવરમાં રહેવાને પ્રતિબંધ કરી શકે, પણ તેની ચાંચમાં દૂધ અને પાણીને જુદા કરવાને જે ગુણ છે તેને તે પણ છીનવી શકે નહિ.
આ જ પ્રમાણે રાજા મુનિને કહે છે કે, “તમે આવા ઋદ્ધિમાન હોવા છતાં અનાથ હતા એ કેમ માની શકાય ? હું એ વિષે પ્રશ્નોત્તરમાં ન પડતાં તમને એટલું જ કહું છું કે તમે મારી સાથે ચાલો, હું તમારો નાથ બનું છું. મારા રાજ્યમાં કોઈ પ્રકારની ખામી નથી.” રાજાની માફક તમારે પણ વિવેક રાખવાની જરૂર છે. કઈ વાત સમજમાં ન આવે કે તમને ઠીક ન લાગે તે એકદમ કોઈ ઉપર આક્ષેપ ન કરો !
હવે હું જુનાગઢ દિવાન સાહેબને થોડુંક કહું છું. પચ્ચીસ માણસે જઈ રહ્યા હોય અને તેમાંથી એકના માથા ઉપર ઘણે બેજે હાય અને તે વાંકો વળી જતો હોય તે તમે કેની તરફ જશે ? જેમના માથે ભાર છે તેની તરફ જશે. આ જ પ્રમાણે દિવાન સાહેબ ઉપર સંસારને બેજ વધારે છે. એટલા માટે તેમને બે શબ્દો કહું છું. દિવાન સાહેબની સાથે મારે કાંઈ લેવા દેવા નથી; પણ તેમને બે ડોક હલકો થાય એટલા માટે કાંઈક કહું છું, અને જે કાંઈ કહું છું તે તમને બધાને માટે હિતકારી છે માટે મારા કથન ઉપર તમે પણ ધ્યાન આપો.
સાંભળ્યું છે કે, મલબારથી સાગનાં લાકડાં અત્રે લાવવામાં આવે છે. જયારે તે લાકડાં દરિયામાં પડેલાં હોય છે ત્યારે તેને એક દોરી બાંધીને એક બાળક પણ જ્યાં ચાહે ત્યાં ફેરવી શકે છે. પણ જ્યારે તે લાકડાંને પાણીની બહાર કાઢવામાં આવે છે ત્યારે તેને ઉપાડવા માટે કેટલા બધા માણસો કામે લાગે છે? આમ થવાનું કારણ શું છે ! આનું કારણ એ છે કે, જ્યારે લાકડું દરિયામાં હોય છે ત્યાં સુધી તેને આધાર દરિયે. હોય છે! બહાર કાઢયા બાદ દરિયાને આધાર રહેતો નથી! આ જ પ્રમાણે તમે પણ તમારા વિષે વિચાર કરે. સંસારવ્યવહારને બે હલ કરવા માટે તમે તમારે બજે પરમાત્મારૂપી દરિયાને મેંપી દે તે તમે બધા કામો સરલતાપૂર્વક કરી શકશે. સંસાર