________________
શુદી ૪] રાજકેટ-ચાતુર્માસ
| [ ૧૨૯ સારું હોય એટલે કાંઈ હીરાની કીંમત વધારે આપશે! કદાચ કોઈ ઝવેરીને એમ કહે કે, મારું શરીર બહુ સારું છે માટે મારા હીરાની કીંમત વધારે આપે તે ઝવેરી એને જવાબ એ જ આપશે કે, શરીર અને હીરાને શું સંબંધ ! આ જ પ્રમાણે ધર્મને અને, સંસારવ્યવહારને સંબંધ નથી એમ સમજવું જોઈએ! ધર્મ તે આત્માને માટે છે, પણ લોકોને ધર્મ ઉપર વિશ્વાસ રહેતો નથી. જ્ઞાનીઓના માથે ગમે તેટલું કષ્ટ આવી પડે તો પણ તેઓ પોતાના ધર્મતત્ત્વથી વિમુખ થતા નથી ! પ્રલાદ જે રામનું નામ જપવાનું છોડી દેત તે તેને પિતાનું રાજ્ય મળત અને રામનું નામ છોડવું નહિ તો તે કારણે તલવાર મળી; છતાં શું તેણે ધર્મને દોષ આપ્યું હતું ! જ્ઞાની લોક કષ્ટના સમયે ગભરાઈ જઈ ધર્મને દોષ આપતા નથી પણ એ કષ્ટને ધર્મની કસોટી ગણી સમતાપૂર્વક સહન કરે છે. પ્રલાદ પણ એમ જ વિચારી રહ્યો હતો કે, હું રામનું નામ પિતાના આત્માને માટે જપું , તેને શરીરની સાથે કશો સંબંધ નથી. તમે પણ એ વિચાર કરે તે ધર્મ ઉપર કોઈ દિવસ તમને અવિશ્વાસ પેદા થશે નહિ.
બાળક સુભગે નવકારમંત્રનું ધ્યાન છોડયું નહિ અને નવકારમંત્રનો જાપ જપતાં કાળધર્મને પામે. તમે કહેશે કે, સુભગ કાળને પામ્યો એ શું ધર્મનું ફળ છે? આના જવાબમાં એ જ કહેવાય કે એ ધર્મનું ફળ છે. તમે લોકો કેવળ કાર્યને જુઓ છો અને અમે કારણ સુધારવાને ઉપદેશ આપીએ છીએ. તમે લોકો જે વિજળીને પ્રકાશ મેળ છો એ વિજળીનું પાવરહાઉસ જે બંધ થઈ જાય તે શું પ્રકાશ મળશે? જે પ્રકાશ ન મળે તો ફૈબ મેટે કે પાવરહાઉસ મોટું ! પાવરહાઉસમાં દુર્ગધ હોય છે અને ત્યાં ભડભડ એ કણેક, પણ અવાજ થાય છે જ્યારે ગ્લેબમાં તે સાફ પ્રકાશ હોય છે તેમ છતાં જે પાવરહાઉસ ન હોય તે પ્રકાશ મળે ખરો ? તમે જે સેનાને પસંદ કરો છે તેની ખાણમાં કેટલી બધી ધમાલ હોય છે ! પણ જે ત્યાં એટલી ધમાલ ન હોય તે શું તમને સેનું મળી શકે ? તમે લેક તૈયાર ભાણે જમવા બેસી જાઓ છો પણ સામગ્રી તૈયાર કરવા માટે કેટલું કષ્ટ સહન કરવું પડે છે એ વાત તે બહેને જ જાણે છે ! આ જ પ્રમાણે તમે લોકે કેવળ કાર્ય જુએ છે, કારણ જતા નથી! પણ જ્ઞાની લોકો પહેલાં કારણ જાએ છે અને કહે છે કે, સુદર્શન બનવાનું જે કાર્ય થયું તેનું કારણ તો એ જ હતું. તમે સુદર્શનને જ જુએ છે, પણ સુદર્શન બનવાનું કારણ તે “સુભગનું નવકારમંત્રને ન છેડવું” તે જ છે. સુદર્શન બનવાનું કારણ તે તે ખીલે જ હતા એ ખીલો લાગવા છતાં નવકારમંત્રનું ધ્યાન છૂટયું નહિ એ જ કારણે તે સુદર્શન થયા. કહેવત છે કે –
હરિને મારગ છે શૂરાને, નહીં કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, પછી લેવું નામ જોને. શરીરના માર્ગે જવા માટે આભગ આપવો પડે છે. શરીરના કોઈ તલવાર ચલાવવામાં નહિ પણ કામક્રોધાદિને જીતવામાં છે. આત્મવિશ્વાસ એ ક્રોધાદિને જીતવાની ચાવી છે.
બાળક સુભગ નવકારમંત્રનો જાપ જપતે રહે. જીનદાસ શેઠે તેને નવકારમંત્રનું દાન આપ્યું હતું. દાન ધન-ધાન્યાદિનું પણ આપવામાં આવે છે પણ ભાવશુદ્ધિ માટે આપવામાં આવેલું આ નવકારમંત્રનું દાન કેઈથી જરા પણ ઊતરતું નથી ! ૧૭