________________
શુદી ૩] . રાજકેટ-ચાતુર્માસ
[૧૧૩ પાડવાનું જ હતું, તે તેની મને સૂચના પહેલેથી કેમ ન મળી ! આ પ્રમાણે સુભગ મનમાં સંદેહને સ્થાન આપી શકત, પણ તેના નિર્મળ મનમાં એવો કોઈ પ્રકારને સંદેહ પેદા થયો નહિ. પણ એ તે એ જ વિચારવા લાગ્યા કે આજે મારી પરીક્ષા થઈ રહી છે !
તમને ખૂબ તરસ લાગી હોય ત્યારે કોઈ માણસ પાણી પાસે જાય અને ગાળો ભાંડતે જાય તે વખતે તમે ગાળો ઉપર ધ્યાન આપશે કે પાણી પીવા ઉપર? આ જ પ્રમાણે કોઈ વિદ્યાર્થી પરીક્ષા દેવા જતું હોય ત્યારે કોઈ કહે કે તું, નાપાસ થઈશ અને બીજી ગાળો ભાંડે છે તે વિદ્યાથી ગાળ ઉપર ધ્યાન આપશે? પાણી પીનારો અને પરીક્ષા આપનાર વિદ્યાથી ગાળો ઉપર ધ્યાન નહિ આપે પણ પિતાની કાર્યસિદ્ધિ કેમ થાય એ વાત ઉપર જ ધ્યાન આપશે. આ જ પ્રમાણે તમે લોકો પણ બીજાઓ ગમે તે ખરાબ કહે તે ઉપર ધ્યાન ન આપે તે સંસારની પરીક્ષામાં તમે પણ પસાર થઈ શકશે!
સુભગ મનમાં એ જ વિચારતે હો કે, મને નવકારમંત્ર ઉપર કે પ્રેમભાવ છે તેની આ કસોટી થઈ રહી છે. આ તે મારા માટે સારું જ થાય છે. આ પ્રમાણે આનંદ પામતે સુભગ ગાયોને લઈ ઘર તરફ પાછો ફર્યો; પણ રસ્તામાં આવતી નદીઓમાં ખૂબ પૂર આવ્યું હતું. ગાયે તે તરીને નદી પાર ચાલી ગઈ, પણ સુભગ નદીને પાર શી રીતે જઈ શકે ! તે કાંઠે ઉભે રહી વિચારવા લાગ્યો કે, આવા સમયે મારે શું કરવું જોઈએ? વિચારતાં વિચારતાં આખરે તે એ નિશ્ચય ઉપર આવ્યો કે, જ્યારે મારી પાસે નવકારમંત્ર છે તે પછી મને નદીને ભય છે? નદીનું ગમે તેવું પૂર હોય પણ મારું સાહસ પણ કાંઈ ઓછું નથી. આ પ્રમાણે વિચાર કરી તે વૃક્ષ ઉપર ચડી નદીમાં કૂદી, પાર જવાના નિશ્ચય ઉપર આવ્યો. આ સંબંધમાં અનેક સંદેહ પેદા થઈ શકે છે અને તેનું સમાધાન કરવા માટે સામગ્રી પણ છે, પણ અત્યારે શંકા સમાધાન કરવા જેટલો અવકાશ નથી; એટલા માટે એટલું જ કહેવામાં આવે છે કે સુભગ વૃક્ષ ઉપર ચડી ગયો અને નદીમાં કૂદવાના વિચાર ઉપર આવ્યો. હવે આગળ શું થાય છે તેને યથાવસરે વિચાર કરવામાં આવશે.
૧૫