________________
વદ ૦))] રાજકેટ-ચાતુર્માસ
[ ૧૦૧ જિતશત્રુ રાજા ધર્મને માનતો નહિ, તે નાસ્તિક રાજાને પ્રધાન હોવા છતાં સુબુદ્ધિ રાજ્યનું કામ કરવાની સાથે ધર્મનું પાલન કરતા હતા, પણ તમારામાં કેવી નબળાઈ આવી ગઈ છે કે “સત્યથી વ્યવહારનું કામ ચાલી શકતું નથી” એમ કહો છે.
એક દિવસ જિતશત્ર રાજા અને સુબુદ્ધિ પ્રધાન બન્ને સાથે ફરવા નીકળ્યા. રસ્તામાં એક ખાઈમાં પાણી સડી ગયું હોવાથી દુર્ગધ આવતી હતી. ત્યાંથી પસાર થતાં રાજાએ નાક બંધ કરી કહ્યું કે, આ પાણી તે બહુ ગંધાય છે !
સુબુદ્ધિએ કહ્યું કે, આ તે આપણી જ ભૂલનું પરિણામ છે. આપણી બેદરકારીને કારણે જ આ પાણીમાં દુર્ગધ પેદા થઈ છે. જે પ્રયત્ન કરવામાં આવે તે આ દુર્ગન્ધી પાણીને પણ સુધારી શકાય !
રાજાએ કહ્યું કે, પ્રધાનજી! આ તમારી ભૂલ છે. દુર્ગધ કોઈ દિવસ સુગંધ બની શકે નહિ અને સુગંધ કોઈ દિવસ દુર્ગધ બની શકે નહિ!
સુબુદ્ધિએ વિચાર્યું કે, રાજા હઠે ચડ્યા છે એટલે એમ માનશે નહિ પણ તેમને પ્રત્યક્ષ પ્રયોગદ્વારા જ સાબીત કરી બતાવવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી સુબુદ્ધિએ એક વિશ્વાસપાત્ર નેકરદાર તે પાણીને એક ઘડો ભરી મંગાવ્યો ! અને તે પાણીમાં ક્ષારાદિ દ્રવ્યને ઉપયોગ કરી બીજા ઘડામાં એ પાણી ભરી લીધું. આ પ્રમાણે પાણીને શુદ્ધ કરવા માટે તેમણે ૪૯ દિવસ સુધી પ્રયત્ન કર્યો અને પાણીને પીવા જેવું શુદ્ધ બનાવ્યું. બાદ એ શુદ્ધ પાણીને એક લોટો ભરી તેણે રાજાના રસોયાને આપ્યો અને કહ્યું કે, મહારાજ ભેજન કરવા બેસે ત્યારે પીવા માટે આ પાણીને લેટે આપજે. રસોયાએ પ્રધાનની સૂચનાનુસાર કર્યું. રાજાએ પાણી પીધું તે બહુ મીઠું લાગ્યું. તેમણે રસોયાને કહ્યું કે, આ પાણી બહુ મીઠું છે! દરરોજ આ પાણી પીવા કેમ આપતો નથી ! રસોયાએ કહ્યું કે, આ પાણી તે પ્રધાનજીએ લાવી આપ્યું છે. રાજાએ પ્રધાનને બેલાવી કહ્યું કે, પ્રધાનજી! તમે તે બહુ કપરી જણાઓ છો? તમે આવું મીઠું પાણી પીઓ છે અને મને પીવડાવતા પણ નથી !
સુબુદ્ધિએ ઉત્તર આપ્યો કે, એમાં કઈ વાત છે ! આ તે પુદ્ગલનું પરિવર્તન છે. દુર્ગન્ધમાંથી સુગંધ અને સુગંધમાંથી દુર્ગધ થઈ જ જાય છે!
રાજાએ કહ્યું કે, પ્રધાનજી! એ જ તમારી ભૂલ છે. સુબુદ્ધિએ જવાબ આપ્યો કે, મહારાજ ! હું ઠીક કહું છું. આ પાણી તે જ છે કે જેની દુર્ગધ ન સહેવાને કારણે આપે નાક બંધ કર્યું હતું?
રાજાએ કહ્યું કે, તમે બેટું બોલો છો? દુર્ગધમાંથી સુગંધ કેમ પેદા થઈ શકે ? રાજાનું આ કથન સાંભળી સુબુદ્ધિ પ્રધાને તે ખરાબ પાણી મંગાવ્યું અને તેમની સામે જ ક્ષારાદિ દ્રવ્યદ્વારા સુધાર્યું. આ જોઈ રાજાએ માન્યું કે, વાસ્તવમાં દુર્ગધને પણ સુગંધ બનાવી શકાય છે.
જો “આ પાણી બહુ દુર્ગધી છે” એમ કહી નાક દબાવી ઉપેક્ષા કરવામાં આવી હેત અને પાણી સુધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યા ન હતા તે પાણી સુધરી શકત નહિ, પણ સુધાર કરવામાં આવ્યો તે તે પાણી પણ સુધર્યું. આ જ પ્રમાણે કઈ વસ્તુ